Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

India નો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરીથી થયો જીવંત

ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરીથી જાગી ઉઠ્યો છે. અંદમાન અને નિકોબાર દ્ધીપ સમૂહ સ્થિત આ જ્વાળામુખીમાંથી રાખ નીકળવાની શરૂઆત થઇ ગઈ છે. ૧૫૦ કરતા વધુ વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યા પછી વર્ષ ૧૯૯૦ માં આ જ્વાળામુખી ફરીથી સક્રિય થઇ ગયો હતો. ગોવા સ્થિત રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા(એનઆઈઓ) ના સંશોધકે જણાવ્યું કે, અંદમાન અને નિકોબાર દ્ધીપનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરીથી સક્રિય થઇ ગયું છે. ઉજ્જડ દ્ધીપ પર સ્થિત જ્વાળામુખી પોર્ટબ્લેયરથી ૧૪૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે અને ૧૫૦ વર્ષ નિષ્ક્રિય રહ્યા પછી ૧૯૯૧માં ફરીથી સક્રિય થયા બાદ તે રોકાઈ-રોકાઈ સક્રિય થતો રહે છે. અભય મુઘોલકરની આગેવાનીમાં ગોવામાં સ્થિત સીએસઆઈઆર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિકોની એક ટીમે માહિતી આપી છે કે, જ્વાળામુખી એકવાર ફરીથી સક્રિય થઇ ગયો છે અને તેમાંથી લાવા અને ધુમાડો નીકળવા લાગ્યો છે.

The post India નો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરીથી થયો જીવંત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

India નો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફરીથી થયો જીવંત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×