Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ગુનાઓ અટકાવવા Gujarat ફોરેન્સિક યુનિવર્સિટી ૩૨ આફ્રિકન દેશોના અધિકારીઓને તાલીમ આપશે

Gujarat Forensic Science University will be trained and equipped Against Crime Prevention to Officers of 32 African countries

દેશમાં પ્રથમવાર ફોરેન્સિક યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ અવેરનેસ મીટ ફોર આફ્રીકન કન્ટ્રીઝ-ર૦૧૭ સેમીનાર યોજાયો ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી ગુનાઓ અટકાવવા ૩૨ આફ્રિકન દેશોના અધિકારીઓને તાલીમ આપી સજ્જ કરશે. ફોરેન્સિેક સાયન્સ અવેરનેસ મીટ ફોર આફ્રિકન કન્ટ્રીઝ અંગેના એક દિવસીય સેમિનારથી ફોરેન્સિક સાયન્સ અવેરનેસની સાથે સાથે આફ્રિકાના ૩ર જેટલા દેશો સાથેના સાંસ્કૃત્તિક સંબંધો વધુ મજબૂત બનશે, તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી સાયન્સસ અવેરનેસ મીટમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુરે જણાવ્યુ હતું. ડાગુરે કહ્યું હતું કે, રાજ્ય અને દેશના ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે આપણે સતત જાગૃત રહેવું પડશે. દેશમાં ગુનાઓની બદલાતી મોડસ ઓપરેન્ડીને ધ્યાને લઇને તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમવાર ગુનાઓ ઉપર સંશોધન અને તેના ઉકેલ માટે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આજે સમયની સાથે તાલ મિલાવવા પોલીસ અને અધિકારીઓની સાથે તમામ નાગરિકોએ પણ ગુનાઓ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. માત્ર શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચરથી જ શ્રેષ્ઠ સંસ્થાનું નિર્માણ થતું નથી પરંતુ તેના માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતની સાથે અનુભવી ફેકલ્ટીઝની ખાસ જરૂરિયાત રહે છે, જે તમામ બાબતો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પાસે છે જે આપણા માટે ગૌરવની બાબત છે. ગુજરાત સૌથી લાંબો સરહદી દરિયા કિનારો ધરાવે છે અને તેની કાયમી સુરક્ષા માટે ગુજરાતે દેશમાં પ્રથમવાર મરીન કમાન્ડો દ ફોર્સ-મરીન પોલીસની પણ રચના કરી છે. ગુજરાતે ગુનાઓ ઉકેલવા તાલીમબદ્ધ માનવબળની સાથે આધુનિક ટુલ્સ અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. આજના સેમિનારથી ગુજરાત સહિત આફ્રિકન દેશોના પ્રતિનિધિઓને ગુનાઓ પ્રત્યે જાગૃત અને તેના ઉકેલ માટેના નવા આયામો-પદ્ધતિઓ જાણવા-સમજવા મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ભારતના આફ્રિકન મિશનના ડીન એલેમતેહેય વોલ્ડીમેરીયમે આ સેમિનારના આયોજન બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ગુનાઓની પરિભાષા રોજ બદલાય છે તેને પહોંચી વળવા નવી ટેકનોલોજીના ઉપયોગની સાથે સંશોધન કરવું પણ જરૂરી છે. સામાજિક અને આર્થિક વિકાસમાં અડચણરૂપ એવા ગુનાઓને ઝડપથી ઉકેલવા ખૂબજ જરૂરી છે. આજના સેમિનારથી આફ્રિકન દેશોને ગુનાઓ ઉકેલવા માટે નવી જ દિશા મળશે તેમ પણ એર્લેમે ઉમેર્યું હતું. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના મહાનિયામક ડૉ.જે.એમ.વ્યાસે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ સેમિનારનો હેતુ એફએસયુના માધ્યમથી આફ્રિકન દેશોમાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે અવેરનેસ લાવવા માટેનો છે. દેશ અને દુનિયામાં છેલ્લા ઘણા સમયથી આધુનિક ઢબથી આચરવામાં આવતા ગુનાઓ ખૂબજ ચિંતાનો વિષય છે. આવા ગુનાઓ રોકવા અને તની તપાસ માટે ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન અનિવાર્ય છે. આજના સેમિનારથી આફ્રિકન દેશોમાં બનતા ગુન્હાઓને ઝડપથી ઉકેલવામાં નવી દિશા મળશે. આ ફોરેન્સિક સાયન્સ અવેરનેસ મીટમાં આફ્રીકન દેશોનાં આશરે ૬૦ જેટલા એમ્બેસેડર્સ તેમજ ડીપ્લોમેટસ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય માટે આફ્રીકાના ૩ર દેશોના એમ્બેસેડર્સ, હાઇ-કમીશનરોની આ પ્રકારની મીટ યોજાઇ હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે, જે ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે, તેમ પણ વ્યાસે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી દ્વારા આફ્રિકન દેશોના પોલીસ અધિકારીઓ, જ્યુડિશિયલ અધિકારીઓ, વિવિધ તપાસ એજન્સી્ઓના અધિકારીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ તેમજ તાલીમ આપવામાં આવશે. આજના આ સેમીનારમાં કુલ ૩ર દેશના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. જેમાં અલ્જેરિયા, અંગોલા, બોટસવાના, બુકનાફાસો, બુરૂન્ડીપ, કેપવર્ડી, ડીઆરકોંગો, ઇજીપ્ત, કોટેડીવોરે, એરિટ્રીયા, ઈથોપીયા, જાંબિયા, ઘાના, યુએનિયા, કેન્યા, લિબિયા, મડાગાસ્કર, માલાવી, મોઝામ્બિક, નાઇઝિરિયા, નાઇઝેર, આરપી ઓફ કાંગો, રવાન્ડા, સેનીગલ, સોમાલિયા, સુડાન, તાન્જાનિયા, ટોગા, તુનીસીયા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને ગામ્બીયા દેશનો સમાવેશ થાય છે.

The post ગુનાઓ અટકાવવા Gujarat ફોરેન્સિક યુનિવર્સિટી ૩૨ આફ્રિકન દેશોના અધિકારીઓને તાલીમ આપશે appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ગુનાઓ અટકાવવા Gujarat ફોરેન્સિક યુનિવર્સિટી ૩૨ આફ્રિકન દેશોના અધિકારીઓને તાલીમ આપશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×