Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Surgical Strike ના 19 વીરોને Gallantry Award

ભારતના 68માં પ્રજાસત્તાક દિવસે આ વર્ષે કાશ્મીરના ઉરી હુમલા પછી પીઓકેમાં કરાયેલી Surgical Strike માં શામેલ થયેલા 4 અને 9 પેરા યુનિટના 19 જવાનોને Gallantry Award (વીરતા પુરસ્કાર)થી નવાજવામાં આવ્યા છે. આ પહેલો અવસર છે કે આટલી મોટી સંખ્યામાં પેરા કમાન્ડોને વીરતા પુરસ્કારોમાં સ્થાન મળ્યું છે. 4 પેરાના મેજર રોહિત સૂરીને શાંતિકાળના બીજા સૌથી મોટા સન્માન કીર્તિ ચક્ર માટે સન્માનિત કરાયા છે. ગોરખા રાઈફલ્સના હવાલદાર પ્રેમ બહાદૂર રેશમીને મરણોપરાંત કીર્તિ ચક્ર આપવામાં આવ્યો છે. 100 પોલીસ મેડલ પણ અપાયા 9 પેરા સ્પેશિયલ ફોર્સના 5 જવાનોને શૌર્ય ચક્ર, બંને પેરા બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરોને ઉત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. 4 અને 9 પેરાના કમાન્ડિંગ ઓફિસરો હરપ્રિત સંધુ અને કર્નલ કપિલ યાદવને યુદ્ધ સેવા મેડલથી નવાજવામાં આવ્યા છે. બંને યુનિટના 5 જવાનોને શૌર્ય ચક્ર, જયારે 13 ને સેના મેડલ આપવામાં આવ્યા છે. ત્યારે બે જનરલ કે જેમને સુપરસીડ કરીને બીપીન રાવત સેના પ્રમુખ બન્યા છે, તે બંનેને પણ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. આર્મી ચીફની દોડમાં શામેલ રહેલા મેજર જનરલ પ્રવીણ બક્ષીને પણ પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM)થી સન્માનિત કરી છે. આ Award શાંતિકાળમાં આપવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ અને આર્મ્ડ ફોર્સીસના 100 જવાનોને પણ વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. ભારતે ગત વર્ષે આતંકીઓની સામે મ્યાનમાર અને પીઓકેમાં બે ઓપરેશન કર્યા હતા. આ ઉપરાંત 20 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 5 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 2 વખત અતિ વિશિષ્ટ સેવા મેડલ, 30 અતિ વિશિષ્ટ સેવા મેડલ, 14 યુદ્ધ સેવા મેડલ, 3 વખત ટુ સેના મેડલ, ૯૧ સેના મેડલ, 4 વખત ટુ સેના મેડલ (વિશિષ્ટ), 36 સેના મેડલ (વિશિષ્ટ), 4 બાર ટુ વિશિષ્ટ સેવા મેડલ અને ૭૨ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત કરાઈ છે.

The post Surgical Strike ના 19 વીરોને Gallantry Award appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Surgical Strike ના 19 વીરોને Gallantry Award

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×