Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘Kaabil’ ને પછાડી ‘Raees ‘એ બોક્સ ઓફિસ પર મારી બાજી

શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ ધમાકેદાર ઓપનિંગ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોટાભાગના શો હાઉસફૂલ રહે છે. ફક્ત એક દિવસમાં રઈસે લગભગ ૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ બુધવારે રિલીઝ થઇ હતી અને વર્કિંગ ડે હોવાના કારણે ફિલ્મે સારી કમાણી કરી છે. બીજી તરફ, રઈસની સાથે રિલીઝ થયેલ હૃતિક રોશનની ફિલ્મ 'કાબિલ' ની સ્થિતિ કંઈ ખાસ નથી. ફિલ્મના વખાણ તો ખૂબ થયા છે પરંતુ મોટાભાગના દર્શકો થિયેટર સુધી પહોચ્યા નથી. બુધવારે કાબિલે માત્ર ૭ કરોડની કમાણી કરી છે. હવે જોવું રહ્યું કે, વિકેન્ડમાં આ બંને ફિલ્મ કમાણી કરી શકે છે કે નહિ. બોલિવુડમાં જ્યારે પણ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને-સામને હોય છે ત્યારે સામાન્ય રીતે કોઈ એક મોટી ફિલ્મને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જોઈએ તો ગત વર્ષે અક્ષય કુમારની રુસ્તમ અને હૃતિક રોશનની મોહેન-જો-દડો એક જ દિવસે રિલીઝ થઇ હતી. જેનું નુકસાન મોહેન-જો-દડોએ ભોગવવું પડ્યું હતું. પરંતુ વાસ્તવમાં આનું નુકસાન આખરે તો બોલિવુડે જ સહન કર્યું હતું. તેવા સમયે હવે ફરી એકવાર હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખની બહુ ચર્ચિત ફિલ્મ રઈસ બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે. નિષ્ણાતોના મતે આ લડાઈમાં બોલિવુડને ૧૦૦ કરોડ કરતા વધારે નુકસાન સહન કરવું પડશે.

The post ‘Kaabil’ ને પછાડી ‘Raees ‘એ બોક્સ ઓફિસ પર મારી બાજી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

‘Kaabil’ ને પછાડી ‘Raees ‘એ બોક્સ ઓફિસ પર મારી બાજી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×