Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat કોંગ્રેસ ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશે

congress adivashi adhikar yatra

Gujarat માં આદિવાસી સમાજને પડી રહેલી હાલાકી, ભાજપ સરકાર દ્વારા થતો અન્યાય સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નું અગાઉ આયોજન જાહેર કરાયું હતું પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી અને ત્યારબાદ નોટબંધીના કારણે સમગ્ર રાજ્ય અને દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ તા. ૨જી એપ્રિલ થી અંબાજી થી પ્રારંભ થશે અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબની જન્મજયંતિ ૧૪મી એપ્રિલના રોજ શબરીધામ ખાતે સમાપન થશે. જે ૧૪ જિલ્લા અને ૩૮ થી વધુ વિધાનસભા ક્ષેત્રને સાંકળવામાં આવશે.

કોંગ્રેસ 'નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશે

GUJARAT CONGRESS અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા જનવેદનાને વાચા આપવા માટે તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૮૨- વિધાનસભા બેઠક દીઠ જનવેદના સંમેલન, રેલીઓ, સંવાદ થકી નોટબંધીના કારણે ઉભી થયેલી આર્થિક અરાજક્તા, હાલાકી અંગે કાર્યક્રમો આપવામાં આવશે. Gujarat કોંગ્રેસ 'નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશે

કોંગ્રેસ 'નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશે

gujarat Congress કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ ઈચ્છુક ઉમેદવારો દ્વારા નોંધાયેલ બૂથ દિઠ ૧૫-૧૫ સભ્યોની તાલીમ શીબીર યોજાશે. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સમર્થિત વિજેતા સરપંચોનું સન્માન કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મહેસાણા ખાતે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય જનસભા અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલ જંગી જનવેદના સંમેલનની સફળતા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી કાર્યક્રમો ઘડી કાઢવા માટે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ૩૦૦ થી વધુ આગેવાનોની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે,નોટબંધીના ૭૦ દિવસો વીતી ગયા હોવા છતાં નાગરિકોની હાલાકી-પરેશાનીમાં ઘટાડો થતો નથી, પ્રજા પરેશાન છે. બીજીબાજુ શાસક પક્ષ પ્રજાની તકલીફો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યો છે. ભાજપ અને આર.એસ.એસ. ના જુદા જુદા નેતાઓ અનામત પ્રથા નાબૂદ કરવા માટે બેફામ નિવેદનો દ્વારા દેશમાં અરાજક્તા ઉભી કરીને વેર વિખેર કરવા માંગે છે.

કોંગ્રેસ 'નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશેgujarat  Congress

  આ બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી નરેશભાઈ રાવલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડ, આદિજાતિ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. અનિલભાઈ જોષીયારા, પૂર્વ સાસંદશ્રી સાગરભાઈ રાયકા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી મોહનસિંહભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, અશ્વિન કોટવાલ, આનંદ ચૌધરી, મંગળભાઈ ગામીત, શ્રી વજેસિંહ પણદા, પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી ઈશ્વરભાઈ વહીયા, અમરસિંહ વસાવા સહિતના આગેવાનોએ કાર્યક્રમોને સફળ બનાવવા માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.

The post Gujarat કોંગ્રેસ ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat કોંગ્રેસ ‘નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા’ નો બીજી એપ્રિલથી અંબાજીથી પ્રારંભ કરશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×