Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કટિયારનું નિવેદન BJP ની માનસિકતા દર્શાવે છે: પ્રિયંકા ગાંધી

Katiyar's Statement Shows the Mindset of the BJP: Priyanka Gandhi

પ્રિયંકા ગાંધીએ ખૂબસુરતીને લઈને કરેલી ટિપ્પણીનો જવાબ BJP ના નેતા અને સાંસદ વિનય કટિયારને આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ વિનય કટિયારને જવાબ આપતા કહ્યું છે કે BJP નું કહેવું સાચું છે, તેમની પાસે વધારે સુંદર ઉમેદવાર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો તેઓ મારી મજબૂત, બહાદૂર અને સુંદર સાથીઓ, જેમણે ઘણી મુશ્કેલીઓ પર કરીને અહિયા સુધી પહોચાડી છે, તેમાં ફક્ત આ જ દેખાય છે તો મને તેના પર હસવું આવે છે. તેમણે કહ્યું કે આ રીતના નિવેદનથી દેશની અડધી જનતાને લઈને BJP ની માનસિકતાને લોકોની સામને રાખવામાં આવી છે. જયારે બીજી તરફ એક ટીવી કાર્યક્રમની ચર્ચા દરમિયાન વિનય કટિયારે પ્રિયંકા ગાંધી અંગેના વિવાદિત નિવેદન પર માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. હકીકત એ છે કે BJP ના નેતા અને સાંસદ વિનય કટિયારે ચૂંટણી પ્રચારને લઈને પ્રિયંકા ગાંધી પર આપત્તિજનક નિવેદન આપ્યું હતું. યુપીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે તેમનાથી વધુ સુંદર છોકરીઓ, મહિલાઓ અને હિરોઈનો છે, જે સ્ટાર પ્રચારકો છે. તેમનાથી શું ફર્ક પડે છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ અને સપાની સાથે ગઠબંધન થયું છે, જેમાં સપામાં 298 અને કોંગ્રેસ 105 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવ્યા પછી પ્રિયંકા ગાંધી હવે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે. પાર્ટીના સ્ટાર પ્રચારકો ની યાદીમાં સોનિયા અને રાહુલ ગાંધીની સાથે તેમના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર પ્રચારકોમાં પૂર્વ પીએમ ડૉ. મનમોહનસિંહ, ગુલામનબી આઝાદ અને રાજ બબ્બરના નામનો સમવેશ કરાયો છે. પીએમ માફી માંગે: કોંગ્રેસ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે કટિયારનું આ નિવેદન ભારતમાં મહિલાઓ પ્રત્યે BJP ના નેતૃત્વના દ્રષ્ટિકોણને દર્શાવે છે. પીએમ મોદીએ આ માટે માફી માંગવી જોઈએ. BJP ના સ્ટાર પ્રચારકોમાં કટિયારનું નામ નથી BJP એ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર અને વરુણ ગાંધીનો યુપીમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કર્યો નથી. શનિવારે જાહેર કરાયેલી યાદીમાં કેન્દ્રીય અને બહારના નેતાઓને પ્રાધાન્યતા આપવામાં આવી છે. BJP ના સ્ટાર પ્રચારકો BJP ના સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, સ્મૃતિ ઈરાની, ઉમા ભારતી, કલરાજ મિશ્ર, મેનકા ગાંધી, રામવિલાસ પાસવાન, મુખ્તાર અબ્બાસ નકવી, પીયુષ ગોયલ, મહેશ શર્મા, સંજીવ બાલિયાન, વી. કે. સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ, સતોષ ગંગવાર, વસુંધરા રાજે સિંધિયા, મથુરાના સાંસદ હેમા માલિની જેવા ભાજપના કદાવર નેતાઓનો સમાવેશ થાય છે.

The post કટિયારનું નિવેદન BJP ની માનસિકતા દર્શાવે છે: પ્રિયંકા ગાંધી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કટિયારનું નિવેદન BJP ની માનસિકતા દર્શાવે છે: પ્રિયંકા ગાંધી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×