Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat: શહીદ દિન: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

Gujarat: Martyrs Day: An Opportunity to Pay Toward Debt Martyrs

૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ર૦૧૭ને સોમવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા Gujarat સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. Gujarat માં ૩૦ જાન્યુઆરી, ર૦૧૭ને સોમવારે સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શકય હોય તો ભેગા મળી, મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરાઈ છે. સાથે સાથે ૧૧.૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો સંબંધિત તમામ કચેરીઓએ બહાર પાડવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરાઈ છે તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો પણ ઉપર મુજબના સમયે વગાડાશે. શહીદવીરો પ્રત્યે મૌન પાળવાના અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ કરવા અને સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા સહકાર મળશે એવી શ્રદ્ધા સાથે રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે.

The post Gujarat: શહીદ દિન: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat: શહીદ દિન: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×