Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ: Gujarat સરકારે સંવેદનશીલતા દાખવી ૪૩૯ કેદીઓની સજા માફ કરી

Republic Day Gift: Gujarat Government Releases 439 Prisoners

Gujarat ની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ આપી સંવેદનશીલ નિર્ણય Gujarat સરકારે કર્યો છે. રાજ્યના અંદાજે ૪૩૯ જેટલા કેદીઓને સજામાંથી માફી અપાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. જાડેજાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે માત્ર ૧૫૦થી વધુ દિવસના ટુંકાગાળામાં અનેકવિધ જનહિતના નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે આ અતિ મહત્વનો નિર્ણય પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજ્યના કેદીઓને જેલ મુક્તિનો માનવીય અભિગમ દાખવી સ્તૃત્ય નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ભારતીય બંધારણની જોગવાઇ અનુસાર રાજ્યપાલને મળેલ સજા માફીના વિશેષ અધિકારના રૂએ આ કેદીઓને મુક્તિ અપાશે. રાજ્યની વિવિધ જેલોમાં આજીવન કેદની સજા ભોગવતા તથા અન્ય રીતે સજા પામેલા મહિલા અને પુરૂષ મળી કુલ ૪૩૯ કેદીઓને આ સજા માફીનો લાભ મળશે. ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં ન બન્યો હોય તેવો સૌથી વધુ કેદીઓને સજા માફીનો આ સ્તુત્ય નિર્ણય રાજ્યમાં સૌપ્રથમવાર લેવાયો છે. રાજ્યની સેન્ટ્રલ જેલ, જિલ્લા જેલોમાં સજા ભોગવતા ૨૨૨ પુરુષ કેદીઓ તથા ૨૧ મહિલા કેદીઓ સહિત કુલ-૨૪૩ કેદીઓ કે જેઓ આજીવન કેદની સજા પૈકી ઓછામાં ઓછી ૧૨ વર્ષની સજા પૂર્ણ કરી છે તેવા કેદીઓની સજા માફ કરાઇ છે. આજીવન કેદની સજા સિવાયના અન્ય સજાવાળા કેદીઓ કે જેઓએ વિવિધ જેલોમાં ૭૫ ટકા જેટલી સજા ભોગવેલી હોય તેવા ૧૧૦ કેદીઓની સજા પણ માફ કરવાનો મહત્વનો નિર્ણય પણ કર્યો છે. રાજ્યની જેલોમાં સજા ભોગવતા કેદીઓને પારિવારિક કે અન્ય કારણોસર ફર્લો રજા/પેરોલ રજા/વચગાળા જામીન રજા આપવાની જોગવાઇ અનુસાર રજાઓ પરથી ૩ (ત્રણ) દિવસથી વધુ સમય માટે ફરાર રહેલ હોય તેવા આજીવન કેદની સજાવાળા કેદીઓ કે જેમણે ૧૨ વર્ષની સજા ભોગવેલ છે તથા છેલ્લા ૧૦ વર્ષની સજા દરમિયાન ફરાર રહેલ ન હોઇ તેવા ૫૫ કેદીઓને પણ સજા માફીનો નિર્ણય કરાયો છે. ૬૫ વર્ષ કે તેથી વધુ ઉમરના આજીવન કેદની સજાવાળા પુરુષ કેદીઓ તથા ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતી આજીવન કેદની સજાવાળી મહિલા કેદીઓએ તા.૨૬/૦૧/૨૦૧૭ના રોજ 5 વર્ષની સજા પૂર્ણ કરી હોય તેવા ૨૨ પુરુષ તથા ૯ મહિલા કેદીઓને પણ સજા માફી આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જે કેદીઓ રીઢા ગુનેગાર છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટા ગુનાઓ જેવા કે, ટાડા, પોટા, નેશનલ સીક્યુરીટી એક્ટ, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક સામગ્રી, ફેમા હેઠળ સજા ભોગવતા કેદીઓનો સમાવેશ કરાયો નથી. આ ઉપરાંત એક કરતા વધુ ખૂનમાં સંડોવાયેલા, દહેજ પ્રતિબંધક ધારાઓના આરોપી, લૂંટ અને ધાડ કેસના આરોપી, બળાત્કારના આરોપી તથા જાલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને છોડાશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.

The post પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ: Gujarat સરકારે સંવેદનશીલતા દાખવી ૪૩૯ કેદીઓની સજા માફ કરી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ: Gujarat સરકારે સંવેદનશીલતા દાખવી ૪૩૯ કેદીઓની સજા માફ કરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×