Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Padma Award: શરદ પવાર, મુરલી મનોહર જોશી, સુંદરલાલ પટવા, સંગમા, યેશુદાસ, ભક્તિ યાદવ સહિત 89 હસ્તીયોનું સન્માન

Padma Awards 2017: Sharad Pawar, Murli Manohar Joshi, Virat Kohli, Sakshi Malik Among with 89 Awardees

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવા (મરણોપરાંત), લોકસભાના પૂર્વ સ્પીકર પી.એ. સંગમા (મરણોપરાંત), ગાયક યેશુદાસ, વૈજ્ઞાનિક ઉડીપી રામચંદ્ર રાવ તેમજ આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવને દેશના બીજા મોટા નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનવામાં આવશે. ભારતના 68 માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ઘોષિત કરાયેલા Padma Award સન્માનોમાં આ સાત વ્યક્તિઓને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તે ઉપરાંત દિવંગત પત્રકાર ચો રામાસ્વામી, શાસ્ત્રીય સંગીતકાર વિશ્વમોહન ભટ્ટ તેમજ થાઈલેન્ડની રાજકુમારી મહાચક્રી સિરિન્ધૌન સહિત સાત જ હસ્તિયોને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ આપવામાં આવશે. સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રોફેસર દેવીપ્રસાદ દ્વિવેદી, ચિકિત્સાના ક્ષેત્રમાં તેહેમ્તોન ઉડવાડિયા, આધ્યાત્મિક ક્ષેત્રમાં રત્નસુંદર મહારાજ અને યોગગુરુ સ્વામી નિરંજન નંદા સરસ્વતીને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના ચોથા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મશ્રી પણ 75 લોકોને આપવામાં આવ્યા છે, જેમાં ખેલ જગતમાંથી ભારતીય ક્રિકેટ અને હોકી ટીમના કપ્તાનો અનુક્રમે વિરાટ કોહલી અને પી.આર. શ્રીજેશ, ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી પહેલવાન સાક્ષી મલિક, જિમનાસ્ટિક દીપા કરમાકર, પેરાલિમ્પિક એથ્લેટ્સ દીપા મલિક, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા,નો પણ સમાવેશ કરાયો છે. આ વર્ષે Padma Award (પદ્મ પુરસ્કારો)થી સન્માનિત કરાયેલા કુલ 89 લોકોમાં 19 મહિલાઓ છે, પાંચ હસ્તિયો 'વિદેશી', 'અપ્રવાસી ભારતીય' અને ભારતીય મૂળ વર્ગના છે, તેમજ છ હસ્તિયોને પદ્મ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કારોની યાદીમાં કેટલાક ગુમનામ લોકોના નામ ઇન્દોરમાં ડોક્ટર દાદીના નામથી મશહૂર ભક્તિ યાદવ, નેત્રહીનોની ભારતીય ક્રિકેટના કપ્તાન શેખર નાઈક સહિત કેટલીક ગુમનામ હસ્તિયોને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે. 91 વર્ષીય યાદવ એમબીબીએસ ડિગ્રી ધારક ઇન્દોરથી પહેલી મહિલા છે. જેઓ છેલ્લા 68 વર્ષોથી દર્દીઓની વિના મૂલ્યે ઉપચાર કરી રહી છે અને સેંકડો બાળકોના જન્મમાં મદદ કરી છે. ૩૦ વર્ષીય નાઈકએ નેત્રહીનોની ભારતીય ક્રિકેટ ટીમની 2012માં ટી-20 વિશ્વ કપમાં અને 2014માં એક દિવસીય વિશ્વકપમાં મળેલી જીતમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગરીબ પરિવારમાંથી આવ્યા છે અને ૧૨ વર્ષની ઉમરમાં માતા-પિતાને ગુમાવ્યા પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. થંગવેલુ મરિયપ્પને 2016માં રિયો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીત્યો છે. તેઓ જમણા પગમાં અશક્તતાનો શિકાર બનેલા છે.

The post Padma Award: શરદ પવાર, મુરલી મનોહર જોશી, સુંદરલાલ પટવા, સંગમા, યેશુદાસ, ભક્તિ યાદવ સહિત 89 હસ્તીયોનું સન્માન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Padma Award: શરદ પવાર, મુરલી મનોહર જોશી, સુંદરલાલ પટવા, સંગમા, યેશુદાસ, ભક્તિ યાદવ સહિત 89 હસ્તીયોનું સન્માન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×