Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર HummingWhale માલવેરનું જોખમ, ૧૨ મિલિયન યૂઝર્સ તેની જપેટમાં

મંડરાઈ 'હમિંગવોલ' માલવેરનું જોખમ

HummingBad નામનાં માલવેરે ગયા વર્ષે સંપૂર્ણ દુનિયામાં લગભગ ૧૦ મીલીયન એન્ડ્રોઈડ ડિવાઈસીસ પર અટેક કર્યો હતો. તે પહેલા ફેક ડેવલોપર્સે ૩,૦૦,૦૦૦ ડોલર પ્રતિ મહિના કમાયા હતા. ત્યાર બાદ સિક્યુરીટી રિસર્ચરે આ વર્ષે HummingBad નાં એક નવા વર્ઝનને ટ્રેક કર્યું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં લગભગ ૨૦ એપ્સ એવી છે, જેમાં HummingWhale માલવેર છે. તમને જણાવી દઈએ કે, ગૂગલ સિક્યુરીટી ટીમ દ્વારા આ એપ્સ ડીલીટ કરવામાં આવે તે પહેલા જ લગભગ ૧૨ મિલિયન લોકોએ તેને ડાઉનલોડ કરી લીધી છે.

મંડરાઈ 'હમિંગવોલ' માલવેરનું જોખમ

શું છે HummingWhale માલવેર HummingWhale કટિંગ એજ ટેકનીક સાથે બનાવવામાં આવ્યું છે. આ ટેકનીક ખોટા સોફ્ટવેર દ્વારા ફ્રોડ એડનાં સંચાલન કરવાની અનુમતિ આપે છે. તેનાથી આ માલવેર પોતાના ડેવલપર માટે રેવન્યૂ બનાવે છે.

મંડરાઈ 'હમિંગવોલ' માલવેરનું જોખમ

રીસર્ચર્સનું શું કહેવું છે? HummingWhale ઇન્ફેક્ટેડ એપ્સ ફેક ચાઇનીઝ ડેવલપર્સ દ્વારા પબ્લીશ કરવામાં આવી છે. ફેક ડેવલપર્સે આ એપ્સનાં નામ ઘણા જ કોમન રાખે છે. જેનાથી યૂઝર્સને કોઈ પણ પ્રકારની શંકા ના થાય. આ માલવેર પહેલાનાં HummingBad થી પણ વધારે ખતરનાક છે. આ વાયરસ, APK ફાઈલ તરીકે ડ્રોપર તરીકે કામ કરે છે અને સ્માર્ટફોનમાં બીજી એપ્સને ઇન્સ્ટોલ કરીને ઓટોમેટીકલી રન કરે છે. જો યુઝર આ પ્રોસેસરને રોકે છે, તો આ APK ફાઈલ ખુદ વર્ચ્યુઅલ મશીનમાં બદલી દે છે. જેને પકડવું મુશ્કેલ બની જાય છે.

મંડરાઈ 'હમિંગવોલ' માલવેરનું જોખમ

તમને જણાવી દઈએ કે, આ ડ્રોપર એક એન્ડ્રોઈડ પ્લગઈન (DroidPlugin) નો ઉપયોગ કરે છે, જે ચાઇનીઝ સિક્યુરીટી વેન્ડર Qihoo 360 એ બનાવ્યું છે. આ પ્લગઈન વર્ચ્યુઅલ મશીનમાં માલવેર એપ્સને અપલોડ કરવાનું કામ કરે છે. આ યુઝરને જાણ કર્યા વગર કેટલીક એપ્સને ડાઉનલોડ કરી દે છે, જે HummingWhale માલવેરથી ઇન્ફેકટેડ હોય છે. તેનાથી યુઝરનાં ફોનની ઇન્ટરનલ મેમરી પર કોઈ ફરક નથી પડતો.

મંડરાઈ 'હમિંગવોલ' માલવેરનું જોખમ

જો યુઝરનાં ફોનમાં આ માલવેર આવી જાય છે, તો કમાંડ એન્ડ કન્ટ્રોલ એટલે કે, C&C સર્વિસ યુઝરને ફેક એડ્સ અને માલવેર એપ્સ મોકલે છે. જે વર્ચ્યુઅલ મશીન પર કામ કરે છે, તેનાથી ફેક ડેવલપર્સનો રેવેન્યૂ જનરેટ થાય છે. HummingBad ની જેમ HummingWhale માલવેર પણ એડ ફ્રોડ અને ફેક એપ ઈંસ્ટોલેશન દ્વારા પૈસા કમાય છે.

The post એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર HummingWhale માલવેરનું જોખમ, ૧૨ મિલિયન યૂઝર્સ તેની જપેટમાં appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર HummingWhale માલવેરનું જોખમ, ૧૨ મિલિયન યૂઝર્સ તેની જપેટમાં

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×