Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શરદ યાદવનું વિવાદાસ્પદ નિવેદન: બેટીની ઈજ્જતથી Vote ની ઈજ્જત વધુ

Sharad Yadav Insults Women Again, Says Honour of Vote Comes Above Honour of Daughter

જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના વરિષ્ઠ નેતા શરદ યાદવે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે પટનામાં કહ્યું હતું કે બેલેટ પેપરના મામલે દરેક સ્થળે સમજાવવાની જરૂરિયાત છે. બેટીની ઈજ્જત કરતા Vote (મત)ની ઈજ્જત ઘણી વધુ છે. તેમણે કહ્યું કે બેટીની ઈજ્જત જશે તો ગામ અને મહોલ્લાની ઈજ્જત જશે. Vote (મત) એક વાર વેચાયો તો દેશની ઈજ્જત અને આવનારા સપનાઓ પૂરા નહિ થઈ શકે. પોતાના નિવેદન અંગે સફાઈ આપતા જેડીયુના નેતાએ બુધવારે કહ્યું કે Vote (મત) અને બેટીની પ્રત્યે પ્રેમ અને મહોબ્બત એક સરખી હોવી જોઈએ. તેમણે કહ્યું કે તેમણે બિલકુલ ખોટું કહ્યું નથી, જેવી રીતે બેટીને પ્રેમ કરો છો તેવી જ રીતે Vote (મત)થી પ્રેમ હોવો જોઈએ ત્યારે દેશ અને સરકાર સારી બનશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ શરદ યાદવે રાજ્યસભામાં વીમા બિલની ચર્ચા દરમિયાન મહિલાઓની રંગત પર આપત્તિજનક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતની મહિલાઓ સાવલી તો જરૂર હોય છે, પરંતુ તેમનું શરીર ખૂબસુરત હોય છે, તેમની ત્વચા સુંદર હોય છે, તેઓ નૃત્ય પણ જાણતી હોય છે. જે અંગે ઘણો વિવાદ થયો હતો. તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે “મેં શું વાત કરી હતી, ભારતમાં સાવલી મહિલાઓની સંખ્યા ઘણી છે, તેમની સંખ્યા દુનિયામાં ઘણી છે... હું આ મામલે કોઈની પણ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું...”

The post શરદ યાદવનું વિવાદાસ્પદ નિવેદન: બેટીની ઈજ્જતથી Vote ની ઈજ્જત વધુ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શરદ યાદવનું વિવાદાસ્પદ નિવેદન: બેટીની ઈજ્જતથી Vote ની ઈજ્જત વધુ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×