Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભારતીય મૂળની નિક્કી હેલી બનશે યુએનમાં America ની રાજદૂત

us ambassador to un

ભારતીય મૂળની અમેરિકી નાગરિક નિક્કી હેલી સંયુક્ત રાષ્ટ્રમાં America ની રાજદૂત બનશે. યુએસ સેનેટની ફોરેન રીલેશન કમિટીના નામાંકન બાદ હેલીના નામની મંજુરી આપવામાં આવી હતી. ૪૫ વર્ષની નિક્કી હેલી સંયુક્ત રાષ્ટ્રમાં સમાંથાનું સ્થાન લેશે. અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપતિના કાર્યકાળમાં કેબીનેટ સ્તર પર સેવા આપનારી નિક્કી પ્રથમ ભારતીય હશે. સીએનએનના જણાવ્યા અનુસાર હેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર અભિયાન દરમ્યાન વિરોધ કર્યો હતો. પરંતુ હવે તેમના જ એજન્ડાને આગળ વધારવા માટે આગળ કામ કરશે. અમેરિકા સેના અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદા પર નિક્કી અને ટ્રમ્પ એક જ મંતવ્ય ધરાવે છે. પંજાબી અપ્રવાસી ભારતીય પરિવારમાં નિક્કીનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૧૧માં નિક્કી ૩૮ વર્ષની ઉંમરમાં સાઉથ કૈરોલીનાની ગવર્નર બની હતી. નિક્કી હેલીનું સંપૂર્ણ નામ નમ્રતા રંધાવા છે. નમ્રતા નિક્કી રંધાવા હેલીનો જન્મ પંજાબના એક પરિવાર અજીતસિંહ રંધાવા અને રાજ કૌર રંધાવામાં થયો હતો. તે પંજાબના અમૃતસર સાથે જોડાયેલા છે. નમ્રતા નિક્કી રંધાવા હેલીના પિતા પંજાબના અમૃતસરમાંથી આવીને અમેરિકામાં વસવાટ કર્યો હતો.

The post ભારતીય મૂળની નિક્કી હેલી બનશે યુએનમાં America ની રાજદૂત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભારતીય મૂળની નિક્કી હેલી બનશે યુએનમાં America ની રાજદૂત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×