Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

દેશમાં Republic Day એ આતંકી હુમલાની દહેશત, દિલ્હીમાં હાઈએલર્ટ

Delhi under high security cover till Republic Day evening

નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશની રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં વ્યસ્ત ગુપ્ત એજન્સીઓ અને દિલ્હી પોલીસની સ્પેશીયલ સેલમાંથી ઓછામાં ઓછા બે શંકાસ્પદ આતંકીઓની તલાશ છે. આ શંકાસ્પદ અફગાન મુળના છે. પોલીસવાળા તેમની શોધમાં સાઉથ દિલ્હીના લાજપત નગર, ભોગલ અને ખિડકી એક્સ્ટેન્શનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં અફગાન પર્યટક અને શરણાર્થી રહે છે. આ સુરક્ષા અભિયાન એવા સમયે શરુ કરવામાં આવ્યું છે. જયારે હાલમાં જ વિભિન્ન સુરક્ષા પ્રતિષ્ઠાનોના અધિકારીઓની એક મહત્વની બેઠક થઇ છે. તેમાં એક ગુપ્ત એજન્સીના પ્રમુખે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના કેટલાક ઇનપુટસ શેર કર્યા છે. અફગાન પાસપોર્ટ પર ભારતમાં દાખલ થયેલ આ આતંકી પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશમાં હુમલો કરવાની તૈયારીમાં છે. ડિસેમ્બર ૨૦૧૫ એ જૈશના કબુલ સ્થિત એક જુથે બે આતંકીઓને ભારત મોકલ્યા હતા. આ બંને જાન્યુઆરી સુધી દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં રહ્યા. જો કે, ઘટનાની તૈયારીઓને અંજામ આપવાની બંનેની પ્રેક્ટીસ દરમિયાન દુર્ઘટનાવશ એક ઓછી તીવ્રતાવાળા આઈઈડી બ્લાસ્ટ બાદ તે મિશન અધૂરું છોડીને ભાગી ગયો. સુત્રો અનુસાર, રાજપથ અને નવી દિલ્હીના વિસ્તારોની સઘન તપાસ થઇ રહી છે. સુરક્ષા વ્યવસ્થા માટે ૨૫ ઝોન બનાવવામાં આવ્યા છે. દરેક ઝોન પર એક સીનીયર પોલીસવાળો અને ગુપ્ત એજન્સીનો એક જાસુસ નજર રાખશે. દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલને કહેવામાં આવ્યું છે કે, તે સુરક્ષા સાથે જોડાયેલ ડ્રિલ જારી રાખશે. આ ઉપરાંત, રાજપથ પર વિશેષ નજર રાખશે.

The post દેશમાં Republic Day એ આતંકી હુમલાની દહેશત, દિલ્હીમાં હાઈએલર્ટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

દેશમાં Republic Day એ આતંકી હુમલાની દહેશત, દિલ્હીમાં હાઈએલર્ટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×