Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

રાજકોટ : SCA ના સેક્રેટરી નિરંજન શાહ સહિત 23 સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ

Rajkot: Case Registered Against SCA Secretary Niranjan Shah Including 23 Members

પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પડધરી કોર્ટમાં કરી ફરિયાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ના સેક્રેટરી નિરંજન શાહ સહીત 23 સભ્યો સામે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કોર્ટમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. આ ફરિયાદમાં SCA દ્વારા નવા બનાવાયેલા ખંઢેરી સ્ટેડિયમમાં મોટું બાંધકામ કરાયા છતાં પર્યાવરણ અંગેનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું નથી. પડધરી કોર્ટમાં આ ફરિયાદ કરવામાં આવતાં ચકચાર જાગી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે રાજકોટ જીલ્લાની પડધરી કોર્ટમાં એક ફરિયાદ કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા કરાયેલી આ ફરિયાદમાં જણાવ્યું છે કે SCA દ્વારા ખંઢેરી ખાતે નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ બનાવવા માટે મસમોટું બાંધકામ કરવામાં આવ્યું છે તેમ છતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જીપીસીબી પાસેથી પર્યાવરણ અંગેનું સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ખંઢેરી સ્ટેડિયમમાં મોટા બાંધકામ કરવામાં આવ્યા પછી પણ જીપીસીબી પાસેથી પર્યાવરણ અંગેનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું ન હોવાના કારણે જીપીસીબીએ આ મામલે પડધરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને SCA ના સેક્રેટરી નિરંજન શાહ, SCAના પ્રમુખ ડૉ.લાલ રાઠોડ, જોઈન્ટ સેક્રેટરી મધુકર વોરા ઉપરાંત બાલસિંહ સરવૈયા, નાથાભાઈ સિસોદીયા, નીતિન રાયચૂરા, સૂરુભાઈ દોષી, ભૂપત તલાટિયા, મુકેશ શાહ સહીત 23 સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

The post રાજકોટ : SCA ના સેક્રેટરી નિરંજન શાહ સહિત 23 સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

રાજકોટ : SCA ના સેક્રેટરી નિરંજન શાહ સહિત 23 સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×