Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Raees vs Kaabil : જાણો કોણ કરશે બોક્સ ઓફિસ પર રાજ?

Raees Vs Kaabil

કાબિલ vs રઈસ

Raees Vs Kaabil બોલિવુડમાં જ્યારે પણ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને-સામને હોય છે ત્યારે સામાન્ય રીતે કોઈ એક મોટી ફિલ્મને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જોઈએ તો ગત વર્ષે અક્ષય કુમારની રુસ્તમ અને હૃતિક રોશનની મોહેન-જો-દડો એક જ દિવસે રિલીઝ થઇ હતી. જેનું નુકસાન મોહેન-જો-દડોએ ભોગવવું પડ્યું હતું. પરંતુ વાસ્તવમાં આનું નુકસાન આખરે તો બોલિવુડે જ સહન કર્યું હતું. તેવા સમયે હવે ફરી એકવાર હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખની બહુ ચર્ચિત ફિલ્મ રઈસ આજે બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાઈ છે.

કાબિલ vs રઈસ

Raees1 ફિલ્મ રઈસની સ્ટોરી ૮૦ ના દાયકાની ગુજરાતની છે જ્યાં સ્કૂલ જતો રઈસ (શાહરૂખ ખાન) અને કબાડી કામ કરનાર તેની માતા (શીબા ચઢ્ઢા) ગરીબી માંથી ગુજરી રહ્યા છે. જો કે, ઘરની આવી આર્થિક પરિસ્થિતિના કારણે રઈસ દેશી દારુનું કામ શરુ કરે છે પરંતુ રેડ પડવાના કારણે તેના કામમાં અડચણ આવે છે. ત્યારબાદ રઈસ અંગ્રેજી દારુની દુકાન પર અતુલ કુલકર્ણીનો સાગરિત બની જાય છે. તેવા સમયે સારી આવડત ધરાવતો રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરવા માંગતો હતો જેની માટે તેનો ગુરુ તેની જોડે શરત મૂકે છે અને રઈસને ૩ દિવસનો ટાઈમ આપે છે. રઈસ આ શરતને પૂર્ણ કરવા માટે મૂસા ભાઈની પાસે જાય છે. મુસા ભાઈ, રઈસની સ્ટાઈલથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને તેની મદદ પણ કરે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરી દે છે અને ત્યારબાદ એસ પી જયદીપ અંબાલાલ મજમુદાર (નાવાજુદ્દીન સિદ્દીકી) ના કારણથી દારુના વ્યાપારીઓની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રઈસ હંમેશા બચીને નીકળી જાય છે. હવે ડેરિંગથી ભરેલ ફિલ્મનું અંજામ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

કાબિલ vs રઈસ

kaabil1 ફિલ્મ કાબિલની શરૂઆત રોહન ભટનાગર (રિતિક રોશન) થી શરુ થયા છે જેના માટે સુપ્રિયા (યામી ગૌતમ) નો મેરેજ માટે પ્રસ્તાવ આવે છે. બંનેની મુલાકાત થાય છે અને બંને મેરેજ કરી લે છે. રિતિક રોશન અને યામી ગૌતમ બંને બ્લાઈન્ડ હોય છે અને તેમની લવસ્ટોરી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. તેમના ખુશહાલ જીવનમાં દાગ લગાવવાનું કામ માધવરામ શેલાર (રોનિત રોય) અને અમિત શેલાર (રોહિત રોય) કરે છે. આ વિસ્તારના કોર્પોરેટર માધવરામ શેલારના ભાઈ અમિતનું દિલ સુપ્રિયા પર આવે છે. તે તેનો રેપ કરે છે અને ત્યારબાદ રિતિક અને  યામી ગૌતમની લવ-સ્ટોરીમાં વળાંક આવે છે અને તેમનું જીવન એક ધોર અંધકારમાં ધકેલાઈ જાય છે. તેવામાં રોહન આ ગુનેગારો સાથે કેવી રીતે બદલો લેશે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

કાબિલ vs રઈસ

Raees2 ફિલ્મ રઈસના ડિરેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. ફિલ્મના ડાયલોગ પણ ઘણા શાનદાર છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો રોચક છે પરંતુ ફિલ્મની સ્ટોરી ઇન્ટરવેલ બાદ ખુબ જ નબળી નજરે પડે છે. જેના ડીરેક્શનમાં કચાશ જોવા મળે છે.જો ધાર્યું હોત તો તેમાં વધુ સારું કામ પણ થઈ શકત. ફિલ્મમાં શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીનું એક્ટિંગ કમાલની છે. બંને વચ્ચેના ડાયલોગ પણ વધારે શાનદાર છે. માહિરા ખાનની એક્ટિંગ સારી છે પરંતુ વખાણવાલાયક નથી.

કાબિલ vs રઈસ

kaabil2 ફિલ્મ કાબિલના ડિરેક્શનની વાત કરવામાં આવે તો સંજય ગુપ્તાનું ડિરેક્શન દમદાર અને કાબિલે તારીફ છે. શારીરિક અક્ષમતાને તેમણે પોઝીટીવ રીતે મોટા પડદા પર બતાવવામાં સફળ થયા છે.

કાબિલ vs રઈસ

Raees3 ફિલ્મ રઈસના મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે તો લેલા મેં લેલા સોંગ પણ સુપરહીટ છે.

કાબિલ vs રઈસ

kaabil3 જો ફિલ્મ કાબિલના મ્યુઝીકની વાત કરવામાં આવે તો ફિલ્મનું મ્યુઝીક ઘણું સારું છે. ખાસ કરીને ફિલ્મના ટાઈટલ ટ્રેકને વધારે પસંદ કરવામાં આવે છે.

કાબિલ vs રઈસ

Raees4 રઈસ ફિલ્મ જોવી કે નહિ? જો તમે શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

કાબિલ vs રઈસ

kaabil4 કાબિલ ફિલ્મ જોવી કે નહિ? જો તમે એક રોમેન્ટિક અને એક્શન પેક ફિલ્મ જોવા માંગો છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. હૃતિક રોશન અને યામી ગૌતમના ફેંસ માટે તો આ ફિલ્મ કાબિલે તારીફ છે.

The post Raees vs Kaabil : જાણો કોણ કરશે બોક્સ ઓફિસ પર રાજ? appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Raees vs Kaabil : જાણો કોણ કરશે બોક્સ ઓફિસ પર રાજ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×