Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બહુમતી મળતા જ BJP બનાવશે રામમંદિર: મૌર્ય

Ram Temple Will Be Built If BJP Wins Full Majority: Keshav Prasad Maurya

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી તા.11 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે તે પહેલા BJP એ વિવાદાસ્પદ રામમંદિરનો મુદ્દો ફરી એક વખત ઉઠાવ્યો છે. પાર્ટીએ કહ્યું છે કે જો બીજેપીની સ્પષ્ટ બહુમતવાળી સરકાર બનશે તો અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશ પ્રદેશ બીજેપીના પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે રામમંદિર આસ્થાનો સવાલ છે. બે મહિનામાં જ તેના નિર્માણ નહિ કરવામાં આવતું. મંદિરનું નિર્માણ ચૂંટણીઓ પછી કરવામાં આવશે. બીજેપી સ્પષ્ટ બહુમતીની સાથે સત્તા પર આવશે ત્યારે કરવામાં આવશે. તેમણે અખિલેશ યાદવ પર નિશાન લગાવતા કહ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ન તો પછાત વર્ગના લોકોની સાથે છે ન તો દલિતોની સાથે છે. મૌર્યે કહ્યું કે તેઓ (મુખ્યમંત્રી) ફક્ત વિશ્વાસઘાત કરે છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું કે જયારે અલાહાબાદ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને તે સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે 17 પછાત વર્ગ (ઓબીસી) સમાજ સાથે જોડાયેલા લોકોને નવી જાતિનું પ્રમાણપત્ર આપવામાં નહિ આવે. સપા (સમાજવાદી પાર્ટી) અને કોંગ્રેસ ગઠબંધન અંગે પૂછવામાં આવતા મૌર્યે કહ્યું કે સપા ડૂબતું જહાજ છે અને કોંગ્રેસનું જહાજ તો ઘણા સમય પહેલા ડૂબી ગયું છે. જો બસપા પણ તેમાં સામેલ થાત તો તે પણ તેને બચાવવામાં સફળ ન થાત. તેમણે આરોપ લગાવ્યો છે કે યાદવની જેમ સમગ્ર સરકારી તંત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. તેમણે કહ્યું જો BJP સત્તામાં આવશે તો તે તપાસ કરાવશે અને જો જરૂરત પડશે તો તેમને જેલમાં મોકલશે.

The post બહુમતી મળતા જ BJP બનાવશે રામમંદિર: મૌર્ય appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બહુમતી મળતા જ BJP બનાવશે રામમંદિર: મૌર્ય

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×