Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ ‘જનવેદના’ નથી, પરંતુ ૨૦ વર્ષથી સત્તા વિના તરફડતી Congress ની ‘કોંગ્રેસ વેદના’ છે: ભરત પંડયા

It's Not a Janvedna, It's Congress Vedna: Bharat Pandya

કોંગ્રેસ માટે ‘સત્તા’એ ‘ભ્રષ્ટાચારનું સાધન’ છે: ભાજપ માટે ‘સત્તા’એ ‘સેવા’ અને ‘જનકલ્યાણનું સાધન છે’. ગાંધીનગર: આ ‘જનવેદના’ નથી, પરંતુ ૨૦-૨૫ વર્ષથી સત્તા વિના તરફડતી Congress ની ‘કોંગ્રેસ વેદના’ છે. કોંગ્રેસ હંમેશા વર્ષોથી સત્તા કબજે કરવાની જ વાત કરે છે. કોંગ્રેસ માટે ‘સત્તા’એ ‘ભ્રષ્ટાચારનું સાધન’ છે એટલે Congress નો પંજો કયારેય ગુજરાતની જનતા ગાંધીનગરની તિજોરી પર નહીં પડવા દે તેમ કોંગ્રેસના ‘જનવેદના’ કાર્યક્રમ સામે પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું. પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપ માટે ‘સત્તા’એ ‘સેવા’ અને ‘જનકલ્યાણનું સાધન છે’. અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપ સરકાર ‘સેવા-સેતુ’ દ્વારા “જનસેવા”ની અશ્વમેઘ યાત્રા કરી રહી છે. અત્યાર સુધીમાં ૨,૧૧૩ સેવા-સેતુનાં કાર્યક્રમમાં ૧૪,૨૩૩ ગામ અને ૧૭૨૦ વોર્ડને આવરી લીધાં છે. કુલ ૨૦,૯૦,૨૬૮ જેટલાં લોકોની વ્યક્તિગત કામોની અરજીઓ આવી હતી જેમાંથી ૨૦,૩૫,૦૨૬ અરજીઓનો સંપૂર્ણ ઉકેલ આવ્યો એટલે કે ૯૭.૩૬ ટકા લોકોને વ્યક્તિગત હકારાત્મક પરિણામ મળ્યું છે. આ સેવા-સેતુ કાર્યક્રમ લોકોમાં “ભાજપ તરફી જનચેતના”નો અનુભવ થાય છે. પંડયાએ જણાવ્યું કે, કેન્દ્રમાં છેલ્લા ૧૦ વર્ષમાં સારૂં શાસન કર્યું તેવાં Congress નો દાવો હાસ્યાસ્પદ છે. દેશ અને દુનિયા જાણે છે કે કોંગ્રેસનાં છેલ્લા ૧૦ વર્ષના શાસનમાં ૧૦ લાખ કરોડનાં ભ્રષ્ટાચારો થયાં અને તેનાં કારણે ભારત વિશ્વમાં બદનામ થયું હતું. તેમણે જણાવ્યું કે, ‘વિઝન’, ‘મિશન’ અને ‘એકશન’માં માત્ર ‘દેશહિત’ અને ‘લોકહિત’ છે. એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કોંગ્રેસ વારંવાર “ખરાબ શબ્દો”થી અપમાન કરે છે. તેથી કોંગ્રેસની ‘પ્રજામત’થી વારંવાર ‘ખરાબ હાર’ થાય છે. પંડયાએ જણાવ્યું કે, ‘ચૂંટણી માટે તૈયાર છીએ’ એવું કહેનાર કોંગ્રેસે વિધાનસભાનાં ઉમેદવારો ડિસેમ્બર-૨૦૧૬માં જાહેર કરીશું તેમ કહ્યું હતું તો કોંગ્રેસ પોતાના વિધાનસભાનાં ઉમેદવારો કેમ જાહેર કરતી નથી? કારણ કે, કોંગ્રેસ પોતાના અંદરોઅંદરના રાજકારણથી અને જનતાના ડરથી કોંગ્રેસે પોતે સાર્વજનિક રીતે કહ્યાં પછી પોતાના ઉમેદવારો જાહેર કરતી નથી. Congress નકારાત્મક કાર્યક્રમો બંધ કરી રચનાત્મક કાર્યક્રમ કરે.

The post આ ‘જનવેદના’ નથી, પરંતુ ૨૦ વર્ષથી સત્તા વિના તરફડતી Congress ની ‘કોંગ્રેસ વેદના’ છે: ભરત પંડયા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ ‘જનવેદના’ નથી, પરંતુ ૨૦ વર્ષથી સત્તા વિના તરફડતી Congress ની ‘કોંગ્રેસ વેદના’ છે: ભરત પંડયા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×