Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

Ahmed patel gujarat

Gujarat ના આણંદ ખાતે “જન વેદના સંમેલન” માં જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ Ahmed Patel એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને અને ભાજપે માત્ર વચનો આપ્યા છે અને દેશના લોકોને ગુમરાહ કર્યા છે. રીઝર્વ બેન્કની સ્વાયત્તતા છીનવવમાં આવી છે વારંવાર નિયમોમાં ફેરફાર કરવાના કારણે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને રીવર્સ બેન્ક ઓફ ઈન્ડીયા તરીકે ઓળખાવા લાગી છે. રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર ખોટી ખોટી અને મોટી મોટી જાહેરાતોનો પર્દાફાશ કરવાનો છે.

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

jan vedna congress gujarat કોંગ્રેસ પક્ષની સરકારે જે તે સમયે મનરેગા યોજના દ્વારા રોજગારનો અધિકાર આપ્યો. આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર આપ્યો. ૬ થી ૧૪ બાળકો રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા શિક્ષણનો અધિકાર આપ્યો. દેશના નાગરિકો માટે અન્ન સુરક્ષા અધિકાર કાયદો લાવ્યા કમનસીબે ભાજપ સરકારે સત્તામાં આવતાની સાથે જ જુદી જુદી જનકલ્યાણ યોજનાઓ માટેના કાયદા માં નાણાં ફાળવવામાં ઘટાડો કર્યો. પરિણામે દેશના નાગરિકોની હાલાકીમાં વધારો થયો છે.

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

gujarat congress jan vedna ભાજપ સત્તામાં આવતાની સાથે ખેડૂત વિરોધી જુદા જુદા નિર્ણયોની કરી રહી છે. ખેડૂતોની દયનીય સ્થિતિમાંથી રસ્તો કરવા અને રાહત માટે ભાજપ સરકાર સામે આંદોલન કરવાનું છે. મોદી સરકારના એક કાર્યક્રમ નિષ્ફળ જાય એટલે બીજા કાર્યક્રમની જાહેરાત કરી દે છે. સ્વછતા અભિયાન, સ્ટાર્ટ અપ ઈન્ડીયા, સ્ટેન્ડ અપ ઈન્ડીયા, ડીઝીટલ ઈન્ડીયા, ક્લીન અપ ઈન્ડીયા અને છેલ્લે કેસલેસ આ તમામ કાર્યક્રમો નિષ્ફળ જઈ રહ્યાં છે. ત્યારે મોદી સરકારને સવાલ પૂછવાનો સમય આવી ગયો છે.

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

gujarat congress jan vedna  01 આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

gujarat congress jan vedna  02 ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા (૧) નોટબંધીથી કેટલું કાળુંનાણું બહાર આવ્યું ? (૨) નોટબંધીના કારણે જાન ગુમાવનારને સરકારે કેટલું વળતર આપ્યું ? (૩)નોટબંધીથી દેશને કેટલો આર્થિક ફાયદો/નુકસાન થયું ? (૪) દેશમાં કેટલા રોજગાર ઓછા થયા ? (૫) નોટબંધીનો નિર્ણય કોણે લીધો ? પ્રશ્નો સાથે પ્રજાની વેદનાને વાચા આપવા મોદી સરકારની પ્રજા વિરોધી નિતી અને નિયત પર આકરાં પ્રહાર કરતાં અહમદભાઈ પટેલ જણાવ્યું હતુ કે, જુદી જુદી જાહેરાતો અને કાર્યક્રમો દ્વારા ભાજપ-મોદી સરકાર દેશના નાગરિકોને ગુમરાહ કરી રહી છે. ત્યારે દેશના નાગરિકોને જાગૃત કરવાના છે.

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

gujarat congress jan vedna  03   વડાપ્રધાન તરીકે પોતાના કેબીનેટના સાથીઓને પણ વિશ્વાસમાં લેતા નથી. દુઃખ સાથે કહેવું પડે છે કે, આર.બી.આઈ. ના ગવર્નર શ્રી ઉર્જિત પટેલે દેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આર.બી.આઈ. આજે ૭૦ દિવસ થયા છતાં હજી જણાવતી નથી કે કેટલા કાળાનાણાં બેન્કમાં જમા થયા? ૮૦ વર્ષના ઈતિહાસમાં આર.બી.આઈ. પ્રથમ વખત સરકારનો હાથો બની છે.

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

anand congress 03 મોદીજી આ દેશ તમારી ખાનગી જાગીર નથી. ગુજરાતમાં ૧૩ વર્ષના શાસન વાયબ્રન્ટ ગુજરાત એ માત્ર જાહેરાતો છે. તેનાથી ગુજરાતનું કે દેશનું ભલુ થતું નથી. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પાછળ ધકેલાઈ ગયું છે. શિક્ષકોને ભીડ એકઠી કરવા માટે અને વાયબ્રન્ટમાં કોટ પહેરાવીને સીઈઓ તરીકે બેસાડીને શિક્ષકોનું અપમાન કર્યું છે. એએમ.ઓયુ. મિત્સરી ઓફ અન્ડરસ્ટેન્ડીંગ છે. મોદી સરકાર શાસનમાં આવ્યા બાદ રેલ્વે તંત્ર કથળી ગયું છે.

The post PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

PM Modi અને ભાજપે માત્ર વચનો આપી દેશના લોકોને ગુમરાહ કર્યા : Ahmed Patel

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×