Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખ ખાનની ફિલ્મ Raees !

shahrrukh khan raees

શાહરુખ ખાનની આગામી ફિલ્મ રઈશ ગુજરાતના દારૂ માફિયા અને મુંબઈ બ્લાસ્ટ સાથે સંકળાયેલા ડોન અબ્દુલ લતીફના જીવન પર આધારિત છે. જો કે ખુદ શાહરુખ ખાન અને ફિલ્મના નિર્દેશક રાહુલ ધોળકિયાએ આ બાબતથી સ્પસ્ટ ઇન્કાર કરી દીધો છે. જો કે આ બધા વચ્ચે ફિલ્મના ટ્રેલરમાં લતીફના જીવન સાથેની સમાનતા નજરે પડે છે. રઈશમાં કેટલું સાચું અને કેટલી કલ્પના છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. જો કે તે પૂર્વે આવો અમે તમને શાહરૂખના રઈશનું વાસ્તવિક જીવન અને તસ્વીરોથી અવગત કરાવી દઈએ.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Abdul-Latif-1 શાહરુખ ખાનની ફિલ્મ રઈશમાં જે પાત્ર તેમણે ભજવ્યું છે. તેનું વાસ્તવિક નામ અબ્દુલ લતીફ છે. જેનો જન્મ વર્ષ ૧૯૫૧માં થયો હતો. તે આઠ ભાઈ બહેનના પરિવારમાં ઉછર્યો હતો. લતીફે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો હતો. લતીફના પણ અન્ય અપરાધીઓની જેમ અબ્દુલ અજીજ, મોહમ્મદ ઇલીયાસ, મોહમ્મદ હનીફ અને રહમાન જેવા અલગ અલગ નામ હતા.જે સમય સમય પર અલગ અલગ સ્થાને ઉપયોગ કરતો હતો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

abdul latif લતીફે ગેરકાનૂની ધંધામાં શરુઆત ગેરકાયદે દારુ વેચનારના ત્યાંથી કરી હતી. જો કે થોડા જ સમયમાં તે ગુજરાતનો સૌથી મોટો શરાબ માફિયા બની ગયો હતો. તેવા સમયે અપરાધની દુનિયામાં પોતાની મજબુત જગ્યા બનાવવા માટે લતીફે રાજકારણમાં પ્રવેશ કર્યો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Abdul-Latif-1 રાજકારણમાં પ્રવેશ કરતાંની સાથે જ અમદાવાદ શહેરમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં લતીફ વર્ષ ૧૯૮૬-૮૭ માં દરિયાપુર, જમાલપુર, કાલુપુર, રાયખડ અને શાહપુર વોર્ડમાં એક સાથે ચુંટણીમાં વિજય મેળવ્યો હતો. જે તેની લોકચાહનાનું એક ઉદાહરણ માનવામાં આવે છે.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

raees જો કે અબ્દુલ લતીફના જીવનમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે તેની મુલાકાત અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ જોડે થઈ. મીડિયા અહેવાલ મુજબ દાઉદે લતીફને કુરાનની કસમ આપી હતી તે તેને વફાદાર રહેશે.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

don latif આના પછી લતીફનું નામ વર્ષ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ સાથે પ્રથમ વાર સામે આવ્યું હતું. જેમાં વર્ષ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ પૂર્વે ગુજરાતના પોરબંદર બેટ પરથી દાઉદ ઇબાહીમે પાકિસ્તાનથી અત્યઆધુનિક હથિયારોનું એક ક્ન્સાઈમેન્ટ પાકિસ્તાનથી મંગાવ્યું હતું. જેને સલામત રીતે મુંબઈ પહોચાડવાની જવાબદારી લતીફે નિભાવી હતી.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

abdul latif પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટમાં આમાંથી કેટલાક હથીયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આતંકી ગતિવિધિમાં સામેલ થવા બદલ લતીફ પર ટાડાનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ ધરપકડ થાય તે પૂર્વે જ લતીફ વિદેશ ભાગી ગયો હતો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Latif arrested from Delhi and brought in Ahmedabad Dt 11-10-95 અબ્દુલ લતીફ ત્યાર બાદ ૧૯૯૫માં ભારત પરત ફર્યો હતો અને દિલ્હીમાં છુપાઈને રહેતો હતો. જયારે ગુજરાત એટીએસએ એ જ વર્ષે તેને દિલ્હીમાં એક ટેલીફોન બુથ પરથી ઝડપી પાડ્યો હતો. લતીફ સતત બે વર્ષ સુધી અમદાવાદની સાબરમતી જેલમાં રહ્યો હતો. તેમજ આ દરમ્યાન તે જેલમાંથી પણ પોતાનો કારોબાર ચલાવતો હતો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

 The Bhutia bunglow off the Naroda જો કે ૨૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ અબ્દુલ લતીફને પૂછતાછ માટે જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. જયારે પુછતાછ બાદ પરત ફરતી વખતે લતીફે પેશાબ જવાનું બહાનું કરીને ભાગવાની કોશિષ કરી હતી. તે સમયે પોલીસ સાથે ઝપાઝપી અને ગોળીબાર તેનું મોત થયું હતું. અબ્દુલ લતીફ માત્ર ૪૬ વર્ષનું ઉમંરે એનકાઉન્ટરમાં માર્યો ગયો હતો. લતીફનું એનકાઉન્ટર નરોડા રેલ્વે ફાટક નજીકના એક ખંડેર જેવા મકાનમાં થયું હતું.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Don Latif

The post Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખ ખાનની ફિલ્મ Raees ! appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખ ખાનની ફિલ્મ Raees !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×