Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડશે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી ?

Priyanka Gandhi to Fight 2019 Polls From Sonia Gandhi Turf

યુપી ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસની બદલાયેલ રણનીતિ અને તેમાં પ્રિયંકા ગાંધીની સક્રિયતાને જોતા અનુમાન લાગવા લાગ્યા છે કે શું સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ૨૦૧૯ ની ચૂંટણીમાં રાયબરેલી લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતરશે. હાલના દિવસોમાં સોનિયા ગાંધીની સક્રિયતા રાજકીય ગલીયારામાં અછત જોવા મળી છે. જાણકાર બતાવે છે કે, ખરાબ સ્વાસ્થ્યના કારણે સોનિયા ગાંધીની સક્રિયતા ઘટી ગઈ છે. સપા-કોંગ્રેસ ગઠબંધનમાં પ્રિયંકાના ફોન પરથી થઇ વાત યુપી ચૂંટણી માટે જયારે સપા સાથે ગઠબંધન પર વાત બગડતા રહી ગઈ તો તેનો શ્રેય પ્રિયંકા ગાંધીને આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, અખિલેશ યાદવની પત્ની ડીમ્પલ સાથે પ્રિયંકા ગાંધીની અન્ડરસ્ટેન્ડિંગના કારણે ગઠબંધન પર વાત બની. આ પહેલા પણ પ્રિયંકા ગાંધી અપ્રત્યક્ષ રીતે રાજનીતિમાં સક્રિય રહી છે. પ્રિયંકા ગાંધી ૧૯૯૯ થી જ અમેઠી અને રાયબરેલીલોકસભા સીટો પર કોંગ્રેસનું ચૂંટણી પ્રબંધન જોતી આવી રહી છે. કોંગ્રેસે સ્વીકાર કરી પ્રિયંકા ગાંધીની ભૂમિકા આ અટકળો વચ્ચે, કોંગ્રેસે સોમવારે કહ્યું કે, પાર્ટીના કાર્યકર્તા ઈચ્છે છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રા રાજનીતિમાં મહત્વની ભૂમિકા નિભાવે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે થયેલ ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસ ૧૦૫ સીટો પર, જયારે સપા ૨૯૮ સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ ગઠબંધન કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.    

The post શું પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડશે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી ? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડશે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×