Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અભ્યાસથી કંટાળેલા ભારતીય મૂળના વિદ્યાર્થીએ Oxford University પર કેસ કર્યો

Indian Student Allegation against Oxford University, after University Face the Court Trial

ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ બ્રિટનની સૌથી સુપ્રસિદ્ધ યુનિવર્સિટી Oxford University પર ફક્ત એટલા માટે કેસ કરી દીધો કારણ કે તેને ત્યાંની અભ્યાસ કરાવવાની રીત-રસમ બોરિંગ (કંટાળાજનક) લાગી રહી હતી. Oxford Universitના વિદ્યાર્થી ફૈજ સિદ્દીકીની પિટીશન પર લંડન હાઇકોર્ટે કેસ ચલાવવાનો આદેશ કરી દીધો છે. Oxford University એ હવે આ મામલામાં ટ્રાયલ (મુકદમા)નો સામનો કરવો પડશે. શું છે ફૈજનો આરોપ ફૈજ સિદ્દીકીનું કહેવું છે કે વિદ્યાર્થી ઘણી મહેનત પૈસા ખર્ચીને અહિયા સુધી પહોચે છે અને પછી તેમણે ખરાબ શિક્ષણની રીત અને કંટાળાજનક કલાસરૂમનો સામનો કરવો પડે છે. ફૈજે પોતાની પિટીશનમાં કહ્યું છે કે આ કંટાળાજનક શિક્ષણની રીત રસમના કારણે તેને Oxford University માં સેકન્ડ ક્લાસની ડિગ્રી મળી અને એક વકીલ તરીકે તેને પોતાની કેરિયરમાં નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે. ફૈજે વકીલ રોજર માલાલિયૂએ કોર્ટને આ પણ કહ્યું કે 1999-2000ના શૈક્ષણિક વર્ષમાં ઈતિહાસના 7 માંથી 4 શિક્ષક છુટ્ટી (રજા) પર હતા, જેના કારણે તેના અસીલના અભ્યાસને નુકશાન થયું હતું. ફૈજનું કહેવું છે કે જો તેમને ઓછો ગ્રેડ ન મળ્યા હોત તો તેમની વકીલના રૂપમાં ઇન્ટરનેશનલ લેવલ પર ઘણી જ શાનદાર કેરિયર હોત. શું કહ્યું લંડન હાઇકોર્ટે લંડન હાઇકોર્ટે ફૈજની પિટીશન પર સુનાવણી કરતા કહ્યું કે Oxford University એ સુનાવણીનો સામનો કરવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આ મામલાને રદ કરવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે આ મામલાને એક ગંભીર આરોપ માનીને સુનવણી કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે Oxford University ને સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે જો કોઈ વિદ્યાર્થી અભ્યાસની રીત રસમ (પદ્ધતિ)થી ખુશ ન હોય તો યુનિવર્સિટીએ તેના સવાલોના જવાબ આપવો જ પડશે.

The post અભ્યાસથી કંટાળેલા ભારતીય મૂળના વિદ્યાર્થીએ Oxford University પર કેસ કર્યો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અભ્યાસથી કંટાળેલા ભારતીય મૂળના વિદ્યાર્થીએ Oxford University પર કેસ કર્યો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×