Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બટાટા – ટામેટા પકવતા ખેડૂતોને નિકાસ માટે Transport સહાય ચૂકવાશે: નીતિન પટેલ

રાજ્ય સરકારનો વધુ એક કિસાનલક્ષી નિર્ણય: રાજ્ય બહાર રોડ ટ્રાન્સપોર્ટથી નિકાસ કરે તો પ્રતિ મેટ્રીક ટન રૂ.૭૫૦ અને રેલ્વે દ્વારા નિકાસ કરે તો રૂ.૧૧૫૦ પ્રતિ મેટ્રીક ટન ખેડૂત દીઠ ચૂકવાશે રાજ્યના કિસાનોને મદદરૂપ થવુ એ Gujarat સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે બટાટા તથા ટામેટા પકવતા ખેડૂતોને Transport (ટ્રાન્સપોર્ટ)ના ખર્ચમાં સહાય આપવાનો વધુ એક કિસાનલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કિસાનોને આર્થિક રીતે સદ્ધર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે અનેકવિધ કિસાનલક્ષી નિર્ણયો કર્યા છે ત્યારે બટાટા તથા ટામેટાના વિપુલ ઉત્પાદનથી નિકાસમાં પણ સહાય થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. બટાટા તથા ટામેટાની નિકાસ જો ખેડૂતો રોડ Transport થી કરશે તો રૂ.૭૫૦ પ્રતિ મેટ્રીક ટન, રેલ્વે દ્વારા કરશે તો રૂ.૧૧૫૦ પ્રતિ મેટ્રીક ટન તથા દેશ બહાર નિકાસ કરવામાં આવે તો કુલ વાહતુક ખર્ચના ૨૫ ટકા અને વધુમાં વધુ રૂ.૧૦ લાખની મર્યાદામાં પ્રતિ ખેડૂત દીઠ સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, હાલ બટાટા તથા ટામેટાના ભાવો નીચા છે ત્યારે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં મદદરૂપ થવા આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ૧,૨૪,૦૦૦ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થયું છે. ટામેટાનું વાવેતર અંદાજીત ૪૫૦૦૦ હેક્ટરથી વધુ થયેલ છે. રાજ્યમાં બટાટા તથા ટામેટાનું વિપુલ ઉત્પાદન થવાની સંભાવના છે, ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ઉત્પાદીત વધારાના જથ્થાને બહાર મોકલવા આ ટ્રાન્સપોર્ટ સુવિધામાં સબસીડી આપવાથી ખેડૂતોને મોટો લાભ થશે.

The post બટાટા – ટામેટા પકવતા ખેડૂતોને નિકાસ માટે Transport સહાય ચૂકવાશે: નીતિન પટેલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બટાટા – ટામેટા પકવતા ખેડૂતોને નિકાસ માટે Transport સહાય ચૂકવાશે: નીતિન પટેલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×