Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

….. તો શું જમ્મુ-કાશ્મીર પણ બની જશે Udata Punjab !

જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી એસ પી વૈદ એ કહ્યું છે કે જો ટૂંક સમયમાં રાજ્યમાં ડ્રગ માફિયા પર નિયંત્રણ મુકવામાં નહિ આવે તો રાજ્ય આગામી Udata Punjab બની જશે. ડીજીપીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે પાડોશી રાજ્ય પંજાબમાં વ્યસન મુક્તિ માટે મોટાપાયે રાજકીય અભિયાન ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે બધા રાજકીય પક્ષો પંજાબમાં વ્યસન મુક્તિ કરવા માટે વચન આપી રહ્યા છે. અને ડ્રગ માફિયાઓ પર કડક કાર્યવાહી કરીશું એવું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પહેલીવાર વિધાનસભા ચુંટણી લડી રહેલ આમ આદમી પાર્ટી વર્તમાન અકાલી સરકારને વ્યસન માટે જવાબદાર ગણાવી રહી છે. પક્ષના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, વ્યસનના વ્યાપારી અકાલી નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. નશા મુક્તિનો વાયદો ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ કહી ચુક્યા છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો પંજાબને વ્યસન મુક્ત કરવામાં આવશે. પાર્ટીએ સત્તા પર આવવાના ચાર અઠવાડિયાની અંદર રાજ્યને વ્યસન મુક્ત કરવા માટે પગલા ભરવાનું વચન આપ્યું છે. સત્તાધારી ભાજપ-અકાલી સરકાર વિકાસના નામ પર ચુંટણી લડવાની વાત કહેતી આવી છે. રાજ્યમાં કરોડો રૂપિયાના વ્યસનનો વ્યાપાર થાય છે. અને બેરોજગારીને વ્યસનનું મોટું કારણ માનવામાં આવે છે. પંજાબના યુવાન મોટી સંખ્યામાં વ્યસનના નશામાં છે. શાહિદની 'ઉડતા પંજાબ’ પંજાબમાં નશાખોરી પર વર્ષ ૨૦૧૬માં 'ઉડતા પંજાબ’ના નામ પર એક ફિલ્મ પણ આવી ગઈ છે. અભિનેતા શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મ સરહદ પારથી થઇ રહેલ વ્યસનની આપ-લે અને યુવાનોની વચ્ચે તેના પ્રચલન પર આધારિત હતી. ફિલ્મને લઈને રીલીઝ પહેલા અને પછી પણ વિવાદો થઇ રહ્યા હતા. પહેલા સેન્સર બોર્ડ તરફથી કોઈ રાજ્યને બદનામ કરવાની વાત કરીને નામમાંથી પંજાબ કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું. તેના પછી ફિલ્મ રીલીઝ થતા પહેલા જ ઈંટરનેટ પર લીક થઇ ગઈ હતી.

The post ….. તો શું જમ્મુ-કાશ્મીર પણ બની જશે Udata Punjab ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

….. તો શું જમ્મુ-કાશ્મીર પણ બની જશે Udata Punjab !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×