Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat : ર૫મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાશે

Gujarat : 25, January Celebration of State Level National Voters' Day

ચૂંટણીની શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારી/કર્મચારીઓને સન્માનિત કરાશે: રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧-૦૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરશે Gujarat ચૂંટણી આયોગ અને રાજ્ય સરકારના સહયોગથી વર્ષ ર૦૧૭માં સાતમો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવશે. Gujarat માં ર૮ર૮૧ મતદાન મથક સ્થળોએ, તમામ તાલુકા તથા જિલ્લા મથકોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે. તા.૧લી જાન્યુઆરી, ર૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ૧૮ વર્ષની વય પૂરી કરતા હોય તેવા નવા નોંધાયેલ મતદારોને મતદાન મથક, તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષાના સમારોહમાં મતદાર ફોટો ઓળખકાર્ડ આપી સન્માનીત કરાશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયામાં સાતત્યપૂર્ણ, નિષ્ઠા્પૂર્વક અને સમર્પિતપણે કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્રથી સન્માનવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની દરેક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ૧૮થી ૩૦ વર્ષની વયજૂથના નાગરિકો માટે ‘યુવા મતદાર મહોત્સવ’ અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વિેજેતાઓને જિલ્લા તથા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસ કાર્યક્રમમાં રોકડ પુરસ્કારર તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫ જાન્યુઆરી ભારતના ચૂંટણીપંચનો સ્થાપના દિવસ છે. લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં વધુને વધુ નાગરિકો ભાગીદાર થાય, મતદારોની નોંધણીમાં વધારો થાય, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર વાસ્તવિકતા બને, ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની અસરકાર ભાગીદારી માટે મતદારોમાં જાગૃતિ ફેલાય અને એ રીતે ભારતીય લોકશાહીની ગુણવત્તામાં સુધારો થાય તે હેતુથી વર્ષ ર૦૧૧થી રપમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેમ નાયબ સચિવ, મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

The post Gujarat : ર૫મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat : ર૫મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×