Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૧ દિવસમાં બે અડધી સદી લગાવી Shahzad એ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

Mohammad Shahzad breaks Virat Kohli's T20 record

આઈસીસી દ્વ્રારા આયોજિત ડેજર્ટ ટી-૨૦ ટુર્નામેન્ટમાં અફગાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શહેજાદે એક જ દિવસમાં બે વખત અડધી સદીની ઇનિંગ રમીને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની સાથે જ તેમણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. મોહમ્મદ શહેજાદે સૌથી પહેલા ઓમાન સામે પ્રથમ સેમીફાઈનલમાં મેચમાં ૬૦ બોલમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી અને એજ દિવસે ફાઈનલ મેચ આયર્લેન્ડ સામે રમ્યા હતા. જે દરમિયાન તેમણે ૪૦ બોલમાં ૫૦ રન બનાવી એક જ દિવસમાં બે વખત અડધી સદી લગાવી અનોખું કારાનામું કર્યું હતું. આવી રીતે શહેજાદ દુનિયાના એકમાત્ર એવા બેટ્સમેન બની ગયા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ દિવસમાં બે વખત અડધી સદી લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શહેજાદે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ ૪૮ વનડે અને ૫૫ ટી-૨૦ મેચ રમી છે. વનડે ક્રિકેટમાં ૪ સદી અને ૭ અડધી સદી સાથે ૯૧.૫૬ સ્ટ્રાઈક રેટથી ૧૬૪૯ રન પોતાના નામે કર્યા છે જયારે ટી-૨૦ માં ૧૩૬.૬૩ ના સ્ટ્રાઈક રેટથી ૧૬૫૬ રન બનાવ્યા છે. કોહલીના આ રેકોર્ડનો તોડ્યો શહેજાદે આંતરરાષ્ટ્રીય રિકેટમાં કોઈ એક ટુર્નામેન્ટમાં સૌથી વધારે અડધી સદી લગાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. ચોથી અડધી સદી આયર્લેન્ડ સામે લગાવી હતી. શહેજાદે એક જ દિવસમાં બે અડધી સદી લગાવવાનો પણ કીર્તિમાન રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આયર્લેન્ડથી પહેલા ઓમાન સાથે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ૮૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ક્યારેય બનાવ્યો હતો રેકોર્ડ શહેજાદની બંને ઇનિંગના કારણે અફગાનિસ્તાને સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલો પોતાના નામે કર્યો હતો. આ અગાઉ એક જ સીરીઝમાં ત્રણ અડધી સદી સાથે આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટ કોહલીએ એક સીરીઝમાં સૌથી વધુ અડધી સદી બનાવવાનો આ રેકોર્ડ છેલ્લા વર્ષે ભારતમાં થયેલ વર્લ્ડ જજ-૨૦ ના દરમિયાન બનાવ્યો હતો.

The post ૧ દિવસમાં બે અડધી સદી લગાવી Shahzad એ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૧ દિવસમાં બે અડધી સદી લગાવી Shahzad એ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×