Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

20 ફેબ્રુ.થી મળનારા Gujarat વિધાનસભાના બજેટ સત્રમાં માત્ર 28 બેઠકો મળશે

Gujarat Assembly Budget Session will Meet Only 28 Sitting

બે દિવસમાં બબ્બે બેઠક મળશે, જયારે બે-ત્રણ દિવસની બે વખત તેમજ એક વખત ચાર દિવસની રજા ગાંધીનગર: Gujarat વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા. 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન બોલાવવામાં આવ્યું છે. આ બજેટ સત્ર 4૦ દિવસ સુધી ચાલશે જો કે આ દરમિયાન માત્ર 28 બેઠક જ મળશે. આ સત્રમાં કુલ 14 દિવસ રજા આવશે જેને સરભર કરવા માટે બે દિવસ બબ્બે બેઠક બોલાવવામાં આવી છે. Gujarat વિધાનસભાના બજેટ સત્રનો આગામી તા. 20 ફેબ્રુઆરી-2017ના રોજ પ્રારંભ થનાર છે. જેના અંતર્ગત તા. 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત, શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો અને સરકારી કામકાજની દરખાસ્ત રજૂ થશે. ત્યારે બાદ તા. 21મીને મંગળવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષ 2017-18નું બજેટ રજૂ કરશે. તા.22 અને 23મીને બુધવાર-ગુરુવાર એમ બે દિવસ બેઠક ચાલશે ત્યાર બાદ તા. 24 મીને શુક્રવારે મહાશિવરાત્રીની તેમજ શનિ અને રવિવારની રજા રહેશે. તા. 27મીના રોજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા શરુ થશે. જયારે તા. 28મીને મંગળવારે રાજ્યપાલના સંબોધન માટે સવારે અને બપોર બાદ એમ બે બેઠક મળશે. તા. 1 માર્ચના રોજ પુરક માંગણીઓ પર ચર્ચા અને મતદાનની કામગીરીનો પ્રારંભ થશે, જે બે દિવસ ચાલશે, બીજા દિવસે બિનસરકારી સંકલ્પો રજૂ કરાશે. ત્યાર બાદ તા. 3ને શુક્રવારથી અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાઓ શરુ થશે જે 11 દિવસ ચાલશે અને 12માં દિવસે માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જયારે તા. 31 માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થશે. આ સમગ્ર બજેટ સત્ર દરમિયાન તા.28મી ફેબ્રુઆરીના રોજ અને તા.7મી માર્ચના રોજ એક દિવસમાં બે બે બેઠક મળશે. જયારે તા. 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી સહીત ત્રણ દિવસ, તા.11થી 13 માર્ચ દરમિયાન શનિ, રવિવાર અને ધુળેટી મળીને ત્રણ દિવસની રજા છે. તેવી જ રીતે તા. 25થી 28 માર્ચથી દરમિયાન ચાર રજા રાખવામાં આવી છે. આમ 40 દિવસના સત્રમાં શનિ, રવિ અન જાહેર રજાઓ સહીત કુલ 14 દિવસની રજાઓ આવે છે, જેના કારણે આ સત્રમાં કુલ 28 બેઠકો મળનારી છે. જો કે આ બેઠકોની સંખ્યાને સત્તાધારી અને વિપક્ષના સભ્યોની સહમતીથી વધારી કે ઘટાડી પણ શકાય છે. જો કે આ સત્રમાં બેઠક ઘટાડવા માટે વિપક્ષ કોંગ્રેસ સહમત થાય તેવી શક્યતા નથી, તેવી જ રીતે બેઠક વધારવા માટે સત્તાધારી ભાજપ ઉત્સુક હોય તેવું પણ જણાતું નથી.

The post 20 ફેબ્રુ.થી મળનારા Gujarat વિધાનસભાના બજેટ સત્રમાં માત્ર 28 બેઠકો મળશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

20 ફેબ્રુ.થી મળનારા Gujarat વિધાનસભાના બજેટ સત્રમાં માત્ર 28 બેઠકો મળશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×