Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

રાજસ્થાનથી Gujarat પહોંચાડાતી રૂ. 54 લાખની 2000ની નવી નોટો સાથે યુપીના બે યુવક ગિરફતાર

Two Arrested with Rs.54 lakh's New Currency Notes at Gujarat and Rajsthan Border

રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા Gujarat ના બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે મોટી કામગીરી કરતા 54 લાખ રૂપિયાની નવી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ગુજરાતની સીમામાં પ્રવેશ કરનારા આ બે શખ્સો ઉત્તરપ્રદેશના હાથરસના રહેવાસી છે. આબુરોડથી ગુજરાત જતા સમયે સરહદ પર વાહન ચેકિંગ દરમિયાન આ મામલો બહાર આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી પછી આ અંગે તંત્ર સતત નજર રાખી રહ્યું છે.આ દરમિયાન 54 લાખની બે હજારની નવી નોટો સાથે પકડી લેવાનો મામલો ઘણી મોટી વાત છે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાન તરફથી ગુજરાત આવી રહેલી લક્ઝરી કારને અટકાવીને જયારે પોલીસે તલાશી લીધી હતી ત્યારે કારની સીટની નીચેથી નોટોની થપ્પીઓ મળી હતી. પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળવાના કારણે પોલીસે રૂપિયા કબજે લીધા હતા. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે, સાથોસાથ આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

The post રાજસ્થાનથી Gujarat પહોંચાડાતી રૂ. 54 લાખની 2000ની નવી નોટો સાથે યુપીના બે યુવક ગિરફતાર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

રાજસ્થાનથી Gujarat પહોંચાડાતી રૂ. 54 લાખની 2000ની નવી નોટો સાથે યુપીના બે યુવક ગિરફતાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×