Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આમિરની ‘Dangal’ બોક્સ ઓફિસ પર કરી રહી છે શાનદાર કમાણી!

dangal

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે બીજું અઠવાડિયું પૂર્ણ થતા પહેલા ઘરેલું બોક્સ ઓફિસથી ૩૨૦.૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ, ફિલ્મની વિદેશી કમાણી ૬ જાન્યુઆરી સુધી ૧૭૦.૪૯ કરોડ છે. વિદેશી અને ઘરેલું આવકને જોડવામાં આવે તો ફિલ્મની કમાણીનો કુલ આંકડો ૬૧૮.૭૧ કરોડ છે જે વધારે શાનદાર છે. તેની સાથે જ આમિર ખાનની 'દંગલ' ઇન્ડિયામાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'સુલતાન' ને પાછળ છોડી દીધી છે. સલમાને બોક્સ ઓફિસ પર ૩૦૦.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ૭૦ કરોડના ખર્ચે બનેલ આ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ પોતાનો ખર્ચ નીકાળી લીધો છે અને હવે ફિલ્મને માત્ર પ્રોફિટ થઇ રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ મુજબ, આમિરની 'દંગલ' દર્શકોને ખૂબ પસંદ આવી છે. શરૂઆતી કમાણીથી એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ બોલિવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થઇ જશે. જો કે, તે પ્રથમ અઠવાડિયામાં અત્યાર સુધીની વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પરંતુ આમિરની 'દંગલ' સલમાન ખાનની 'સુલતાન' ને પછાડી શકી નહિ. ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી. ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

The post આમિરની ‘Dangal’ બોક્સ ઓફિસ પર કરી રહી છે શાનદાર કમાણી! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આમિરની ‘Dangal’ બોક્સ ઓફિસ પર કરી રહી છે શાનદાર કમાણી!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×