Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

PM Modi નો સખ્ત આદેશ – સગાસબંધીને ટીકીટ અપાવવા ન વધારો દબાણ

after-demonetisation-pm-modi-address-first-rally-at-ghazipur-in-up

PM Modi એ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધિત કરતા પાર્ટી કાર્યકર્તાઓને પાંચ રાજ્યોને વિધાનસભા ચૂંટણીમાં જીત નક્કી કરવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ તેમણે પાર્ટી નેતાઓને કહ્યું કે, ચૂંટણીમાં પોતાના સબંધીઓ, ભાઈ, ભત્રીજા, પુત્રો, પુત્રીઓને ટીકીટ આપવા માટે દબાણ ન કરે. તેમણે કહ્યું કે, સંગઠનને યોગ્ય લાગશે તો ટીકીટ આપવામાં આવશે. બધાએ ચૂંટણીમાં મળીને કામ કરવાનું છે અને પાંચેય રાજ્યોમાં જીત નક્કી કરવાની છે. જેટલીએ જણાવ્યા નોટબંધીના ફાયદા આ પહેલા કારોબારીની બેઠકના બીજા દિવસે નાણામંત્રી અરુણ જેટલીએ નોટબંધીને લઈને આર્થિક પ્રસ્તાવ રજુ કર્યો છે. આ આર્થિક પ્રસ્તાવમાં નાણામંત્રી જેટલીનું ફોકસ નોટબંધીના ફાયદા પર હતું. જેટલીએ કહ્યું કે, નોટબંધીનો હેતુ કાળાનાણા અને ભ્રષ્ટાચારને રોકવાનો હતો. તેમણે કહ્યું કે, સરકારના આ કદમનો એક હેતુ નકલી નોટ અને આતંકવાદીઓની લાઈફ લાઈન પર ચોત પહોચાડવાનો હતો અને આ નોટબંધીથી આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે. સુત્રો અનુસાર, ભાજપની આ બેઠકમાં એક સદસ્યએ જયારે કહ્યું કે, કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયોથી અમારા કોર વોટ બેંક સમુદાયને ચોત પહોચી રહી છે, ત્યારે ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ચિંતા ન કરો, અમારી વોટ બેંક બદલાઈ રહી છે. અમિત શાહે સર્જીકલ સ્ટ્રાઈક અને નોટબંધીને બતાવી ઐતિહાસિક આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણમાં સર્જીકલ સ્ટ્રાઈક અને નોટબંધીને દેશ માટે ઐતિહાસિક કદમ ગણાવ્યું હતું. તેનાથી સ્પષ્ટ છે કે, પાર્ટી સર્જીકલ સ્ટ્રાઈક અને નોટબંધીના મુદ્દાને તો ચૂંટણીમાં લઈને જશે. આ સાથે જ વિકાસનો મુદ્દો પાર્ટી માટે આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ હશે.

The post PM Modi નો સખ્ત આદેશ – સગાસબંધીને ટીકીટ અપાવવા ન વધારો દબાણ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

PM Modi નો સખ્ત આદેશ – સગાસબંધીને ટીકીટ અપાવવા ન વધારો દબાણ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×