Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વાઈબ્રન્ટ ગુજરાત સામે કોંગ્રેસે આંકડાઓ સાથે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Congress slams Gujarat BJP Government on Vibrant Gujarat Summit with facts and figure

સાત સાત વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬ લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ સાબિત થયુ. ત્યારે ૮માં વાઈબ્રન્ટ ઉત્સવ પહેલા કરોડો રૂપિયાના ખર્ચા – જાહેરાતો સ્વ પ્રસિદ્ધિ પણ ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો? ગુજરાતમાં કેટલું મૂડી રોકાણ આવ્યુ? ગુજરાતના યુવાનોને કેટલી રોજગારી પ્રાપ્ત થઈ ? જવાબ માંગતા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સયુંક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી  પુંજીપતિઓને ફાયદો થાય છે. છેલ્લાં ત્રણ વાયબ્રન્ટ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ નો ખર્ચ સત્તાવાર રૂ.૧૩૬ કરોડ ૨૦૧૭ ના વાયબ્રન્ટને ઉમેરીએતો આશરે રૂ. ૨૧૦ કરોડનો આંકડો અને બિન સત્તાવાર ૭૦૦ કરોડ રૂપિયા પહોંચી જશે. શિક્ષિત બેરોજગાર નોંધાયેલા (શ્રમ અને રોજગાર) ૮.૪૬ લાખ અને ન નોંધાયેલા શિક્ષિત બેરોજગાર ૩૫ લાખથી વધુ ત્યારે વાઈબ્રન્ટ ઉત્સવથી ગુજરાતના નાગરિકોને શું લાભ થયો ? કરોડો રૂપિયાના મૂડી રોકાણના દાવાઓ પછી હકીકતમાં ગુજરાતમાં ૮૯% મહિલા અને ૯૦% પુરુષો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. જ્યારે ૪૨ ટકા ગરીબી ભૂખમરામાં વધારો થયો, બીપીએલ -  ૨૬.૧૯ લાખથી વધીને ૪૧ લાખ થઈ ગયા (સુપ્રિમ કોર્ટના આદેશ છતાં રાજ્ય સરકાર સર્વે કરતી નથી. ૫૫ ટકા મહિલા અને ૪૫ ટકા બાળકો કુપોષણ/કુપોષિત છે, શિક્ષિત બેરોજગારની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો, ૧૭ જીલ્લામાં પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ૫૦ લાખ  મકાનની જાહેરાત કરનાર મોદી શાસનમાં માત્ર ૫૦૦૦ મકાન બન્યા. રોજગારી ઉત્પન્ન કરવામાં ૧૫ મો ક્રમાંક (ઉદ્યોગો માટે વાર્ષિક સર્વેક્ષણ) કાપડ ઉદ્યોગ સૌથી અધિક રોજગારમાં મોટાપાયે ઘટાડો થયો. જ્યારે કોંગ્રેસ શાસનમાં કાપડ ઉદ્યોગ ૨૧% રોજગાર આપતો હતો જે આજે ૧૧.૪% પણ રોજગારી આપતો નથી. મેટ્રો રેલ – ૨૦૦૭માં Poster / Hording માં દેખાય, જમીન પર ક્યારે દોડશે? ગુજરાતમાં ડીઝલ, પેટ્રોલ, રસોઈગેસ સૌથી મોંઘા અને રસાયણિક ખાતર પણ સૌથી મોંઘું છે. ખેડૂતોને ૮ કલાક વીજળી પણ અપાતી નથી. ખેડૂતોને વીજકનેક્શન માટે લાંબી યાદી છે. જેમાં સૌથી વધુ રોકાણ આવશે તેવી જાહેરાત કરાઈ હતી તે ઉદ્યોગોના પ્રોજેક્ટસ સૌથી વધુ પડતા મુકાયા. વાઈબ્રન્ટ સમિટમાં કુલ ૫૧,૪૨૪ એમઓયુ અને રોકાણની રૂા. ૭૬લાખ કરોડ જાહેરાત થઈ હતી. વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૧ વચ્ચે વાસ્તવિક રોકાણ રૂા. ૩.૧૦.૯૮૫ કરોડની સામે સફળતાનો ગુણોત્તર માત્ર ૭.૮૫ ટકા છે. કુલ રોકાણ ૯.૧૪ ટકા જમીન પર આવેલું છે. ૨૦૧૩ માં જાહેરાત કરાઈ હતી કે, ૫૨ લાખ લોકોને રોજગારી અપાશે. જેમાં ૧૦ ટકાને મળી છે. હાલ તલાટીની ભરતીમાં ૧૫ લાખ યુવાનોએ અરજી કરી હતી. ૩૫ લાખ બેકાર હોવાનો અંદાજ છે. દર વર્ષે ૧ લાખ બેરોજગારીનો વધારો થાય છે. ૨૦૧૦ થી ૨૦૧૫ માં રોકાણમાં ગુજરાત દેશમાં પાંચમાં નંબરે છે. રજિસ્ટર્ડ રોકાણમાં ત્રીજા નંબરે છે. ૧.૧૬ લાખ ચો.મીટર ગૌચરની જમીન ઉદ્યોગોને આપવામાં આવી છે. માથાદીઠ આવકમાં ગુજરાત નવમા નંબરે છે. જેમાં વધુ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી તે ક્ષેત્રમાં જ સૌથી વધારે પડતા મુકાયા છે. કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સમાં ૪૨૬૫ પ્રોજેક્ટ આવશે એવું જાહેર કરી તો દેવાયું હતું પણ ૧૪૪૫ પ્રોજેક્ટ તો પડતા મુકાય છે. જેમાં સૌથી વધારે સાડા છ લાખ બેકારોને રોજગારી મળવાની હતી પણ તેમ થઈ શક્યુ નથી. કાપડ ઉદ્યોગ એ ગુજરાતનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે. જેમાં સોથી વધારે રોજગારી મળતી રહી છે. આવા ૩ હજાર મોટા ટેક્સટાઈલ્સ ઉદ્યોગો આવવાના વચનોની લહાણી કરાઈ હતી. પણ ૭૦૦ જેટલા એકમો શરૂ થયા છે. ૧૨૦૦ જેટલા ઉદ્યોગો તો પડતા મૂકી દેવાયા છે. સાત સાત વાઈબ્રન્ટ પછી ગુજરાતના પાયાના ઉદ્યોગોને ફાયદો અને ગુજરાતમાં વેલ્યુ એડીશન અંગે પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત ૨ લાખ ૩૦ હજાર કરોડના દેવા સાથે અગ્રીમ દેવાદાર રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં જી.એસ.એફ.સી. , જી.આઈ.આઈ.સી. જી.એન.એફ.સી., જી.એસ.પી.સી. જી.એસ.સી.એલ., જી.એમ.ડી.સી. સહિતના અનેક જાહેર એકમોની સ્થાપના થઈ હતી. એકતરફ દેશમાં મેક ઈન ઈન્ડીયા અને બીજીબાજુ ચાઈના કંપનીઓ માટે રેડ કાર્પેટ અને શ્રી સરદાર સાહેબની પ્રતિમા ચાઈનીઝ કંપની બનાવે એ સૌથી દુઃખદ બાબત છે. શિક્ષણનું વેપારીકરણ એ ભાજપ સરકારની ગુજરાતના નાગરિકોને ભેટ છે. માતા-પિતા પેટે પાટા બાંધીને મોંઘુ શિક્ષણ તેમના બાળકો માટે વ્યવસ્થા કરે. અને બીજી બાજુ ઉચ્ચ શિક્ષિત યુવાનોને નોકરી ન મળે ત્યારે તેમને સહન કરવાનો સમય આવ્યો. રાજ્યમાં પાંચ લાખ ફિક્સ પગાર ધારકો અને ૧૦ લાખ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગમાં કામ કરી રહ્યાં છે ત્યારે ફિક્સ પગાર ધારકોનો ભાજપ સરકાર આર્થિક શોષણ બંધ કરે અને સુપ્રિમ કોર્ટમાંથી કેસ પરત ખેંચે. વિદેશથી નોબેલ વિજેતાને આમંત્રણ જ્યારે દેશના નોબેલ વિજેતા અમત્ય સેન અને કૈલાશ સત્યાર્થીને આમંત્રિત ન કરીને ભાજપ સરકાર કયા દેશ પ્રેમની વાત કરે છે. વાઈબ્રન્ટ ઉત્સવોથી ગુજરાતના એન.પી.એ. માં વધારો થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા અને સરકારી નિગમોને ફરજ પાડીને મોટા મોટા અને ખોટા ખોટા એમ.ઓ.યુ. કરવામાં આવે છે. સાત સાત વાઈબ્રન્ટના ઉત્સવોમાં કેટલો ખર્ચ થયો અને કેટલો લાભ થયો તેનું સરવૈયુ માંગતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટમાં આવનારા લોકોને મોંઘી ગાડી, મોંઘા ભોજન સાથે ટુરીઝમ પેકેજ છે. તેનાથી ગુજરાતને શું લાભ થશે ? સ્વપ્રસિધ્ધીમાં રાચતા વડાપ્રધાન કાળાધનના કરોડો રૂપિયાથી જુઠ્ઠો પ્રચાર કરીને વડાપ્રધાન પદ મેળવ્યું છે. વ્યક્તિગત ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે ત્યારે નૈતિક્તાના આધાર પર વડાપ્રધાન રાજીનામું આપે અને સહારા-બિરલામાં ખુલ્લા પડેલા નાણાંકીય વ્યવહાર અંગે જવાબ આપે. વાઈબ્રન્ટ ઉત્સવ માત્રને માત્ર સ્વપ્રસિધ્ધી માટેનું માર્કેટીંગ પ્લેટફોર્મ છે. તે પ્રદેશ કે દેશ માટે નથી. ગુજરાતમાં જન્મ લેતું દરેક બાળક ૪૦ હજારના દેવા સાથે જન્મે છે. સરકાર જો બહું રોજગારી આપતી હોય તો પછી એસ.સી., એસ.ટી, ઓ.બી.સી., પાટીદાર સહિતના સમાજોએ બેરોજગારી દુર કરોની કૂચ કેમ કાઢે છે. ભાજપ સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો નહીં, કોલેજોમાં અધ્યાપકોની નિમણૂંક નહીં, દવાખાનામાં ડૉક્ટરો-પૂરતી દવાઓ નહીં, એસ.ટી. બસોની વ્યવસ્થા નહીં, પૂરતી વિજળી નહીં, પૂરતા વહીવટી કર્મચારીઓ નીમવા નહીં, પૂરતા પોલીસ કર્મચારી નહીં, પૂરતા મકાનો નહીં, પરિણામે પ્રાઈવેટ એજ્યુકેશન, પ્રાઈવેટ હોસ્પિટલ, પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટેશન, પ્રાઈવેટ સિક્યુરીટી, પ્રાઈવેટ હાઉસીંગ, પ્રાઈવેટ કંપનીમાં જવાની સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોને જવાની ફરજ પડી રહી છે. સાત સાત વાઈબ્રન્ટમાં મોટા મોટા દાવા પ્રમાણે ધોલેરા સ્માર્ટ સીટી, કલ્પસર, ગેસ-પાવર પ્લાન્ટ, ફેદરા એરપોર્ટ, બાવળા ફિલ્મ સીટી, લવાસા સીટી, એટોમિક એનર્જી સહિતના કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. ની આજે સ્થિતિ છે? જ્યારે ગુજરાતની જનતાને આમાંથી એક પણ પ્રોજેક્ટનો લાભ મળ્યો નથી. દર બે વર્ષે વારાફરતી એમ.ઓ.યુ. ના નાટક થાય છે. સાત વાઈબ્રન્ટનું સરવૈયુ

સૂચિત પ્રોજેક્ટસ અમલમાં મૂકાયેલ પ્રોજેક્ટસ
વર્ષ એમ.ઓ.યુ. પ્રોજેક્ટ રોકાણ (રૂા. કરોડમાં) પ્રોજેક્ટ રોકાણ (રૂા. કરોડમાં) ટકાવારી
૨૦૧૫ ૨૧૦૦૦ ૨૧૦૦૦ ૨૫૦૦૦૦૦ - - -
૨૦૧૩ ૧૭૦૦૦ ૧૭૦૦૦ ૧૨૦૦૦૦૦ - - -
૨૦૧૧ ૮૩૮૦ ૮૩૮૦ ૨૦૮૩૦૪૭ ૨૪૮ ૨૯૮૧૩.૫૮ ૧.૪
૨૦૦૯ ૮૬૬૦ ૮૮૮૮ ૧૨૩૯૫૬૨ ૧૩૪૨ ૧૦૪૫૯૦ ૮.૪
૨૦૦૭ ૩૬૩ ૪૫૪ ૪૬૫૩૦૯.૮ ૧૬૦ ૧૦૭૮૯૭.૩૪ ૨૩.૨
૨૦૦૫ ૨૨૬ ૨૨૭ ૧૦૬૧૬૦.૪ ૧૧૫ ૩૭૯૩૯.૯૪ ૩૫.૭
૨૦૦૩ ૭૬ ૮૦ ૬૬૦૬૮.૫ ૪૨ ૩૭૭૪૬ ૫૭
કુલ ૫૫૯૩૩ ૫૬૦૨૯ ૭૬૬૦૧૪૭.૭ ૧૯૦૭ ૩૧૭૯૮૬.૮૬
 
વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૦ ની વચ્ચે ગુજરાત  એફડીઆઈ
ગુજરાત ૨૮૦૦૦ કરોડ
મહારાષ્ટ્ર ૧.૭૫ લાખ કરોડ
દિલ્હી ૧.૦૨ લાખ કરોડ
  મુખ્ય ૧૬ રાજ્યોમાં રોકાણ માટે યોગ્ય વાતાવરણ અંગે ગુજરાતનું સ્થાન નથી (વિશ્વ બેંક રીપોર્ટ પેજ નં.૮)   મોદી શાસનમાં થયેલી જુદી જુદી જાહેરાતો - ગુજરાત આઈ.ટી. હબ બનશે એક પણ મોટી આઈ.ટી. કંપની ગુજરાતમાં નથી - ગુજરાત નોલેજ હબ બનશે - - ગુજરાત મેન્યુફેકચરીંગ બનશે - ગુજરાત ઓટો હબ બનશે ટાટા નેનો ૮ મહિના કરતાં વધુ સમયથી બંધ છે - ગુજરાત ઇનોવેશન હબ બનશે કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ઓળખ સમા ઉદ્યોગો - ગુજરાત ટેક્ષટાઈલ હબ હતું - ગુજરાત ઓઈલ એન્જીન હબ હતું - ગુજરાત ફાર્મા હબ હતું - ગુજરાત ડાયમંડ હબ હતું - ગુજરાત કેમિકલ હબ હતું - ગુજરાત સિરેમિક હબ હતું નાના અને મધ્યમવર્ગના ઉદ્યોગો સૌથી વધુ રોજગારી આપે છે જ્યારે જી.આઈ.ડી.સી.ના ક્લસ્ટર ભાજપ સરકારે તોડી નાખ્યા છે. કરોડો રૂપિયાના લાભ લેનાર મોટા ઉદ્યોગોથી ગુજરાતના યુવાનોને રોજગારી મળતી નથી

The post વાઈબ્રન્ટ ગુજરાત સામે કોંગ્રેસે આંકડાઓ સાથે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વાઈબ્રન્ટ ગુજરાત સામે કોંગ્રેસે આંકડાઓ સાથે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×