Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોંગ્રેસે હાથ ધરી તડામાર તૈયારીઓ

Congress starts preparations before Rahul Gandhi's rally in Mahesana, Gujarat

આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મહેસાણા ખાતે આવી રહ્યા છે. નોટબંધી, પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર, ફિક્સ પગાર જેવા મુદ્દાઓથી ઘેરાયેલી ભાજપ સરકાર સામે કોંગ્રેસે ગુજરાતમાં હવે જ્યારે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્ય પર પકડ જમાવવા મહેસાણામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કર્યું છે. સુરત ખાતે અમિત શાહની રેલીમાં ભારે હોબાળો અને તોડફોડ થયા બાદ પાટીદારો રાહુલ ગાંધીની મહેસાણામાં સભાને લઈને શું કરે છે તેના પર પણ સૌની નજર મંડાયેલી હતી ત્યારે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટ પાસે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ પાટીદાર સમાજની માંગણીઓને ધ્યાનમાં લઈને એક સભાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો પણ સભા સ્થળની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પાટીદારોના સાથ અને સહકારથી કોંગ્રેસે પણ રાહુલ ગાંધીની સભા સફળ કરવાની કવાયત હાથ ધરી છે. અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ મહેસાણામાં સભા સ્થળે કરવામાં આવી રહેલી તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે તેમજ આ સભાનો સંદેશ ગુજરાત જ નહી પણ દેશભરમાં જાય તે ઉદ્દેશ્યથી કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ કોંગ્રેસ અને ભાજપ તે બન્ને પાર્ટીના દિગ્ગજો ગુજરાતમાં છે, ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ પણ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીનું મનોમંથન કરવા ગુજરાતમાં છે તો બુધવારે મહેસાણા ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાને અનુલક્ષીને કોંગ્રેસના આગેવાન અહમદ પટેલ પણ ગુજરાતમાં છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ધીમે ધીમે માહોલ ઉભી થઇ રહ્યો છે અને દિગ્ગજ નેતાઓનું આગમન થઇ રહ્યું છે. નોંધનીય છે કે, આગામી 21 ડિસેમ્બરે મહેસાણા ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi સભા કરવા આવી રહ્યા છે, આ ઉપરાંત તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી શકે છે ત્યારે આ સ્થળ પસંદ કરવાનું કારણ પાટીદારોને રિઝવવાનું પણ હોઈ શકે છે ત્યારે પાટીદારો પણ હવે રાહુલ ગાંધીને અનામતના મુદ્દે રજુઆત કરવા જશે તેમ જણાવાઈ રહ્યું છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા અતુલ પટેલે જણાવ્યું છે કે અગાઉ જંતર મંતર પર કાર્યક્રમ વખતે રાહુલ ગાંધીની ઓફિસે પાટીદાર સમાજની માંગણીનું આવેદનપત્ર આપેલ પરંતું આ અંગે આજ દિન સુધી કોઈ જવાબ મળેલ નથી, તો રાહુલ ગાંધી ગુજરાત આવતાં હોવાથી તેમને આ અંગે તેમનો અભિપ્રાય જાણવા આવેદનપત્ર આપવા અંગે મુલાકાતનો સમય માગવામાં આવશે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા 21 મી ડિસેમ્બરે મહેસાણમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહી સંબોધન કરશે. મહેસાણા પાટીદારોનો ગઢ કહેવાય છે અને આવનારા દિવસોમાં પાટીદારોનો ભાજપ પ્રત્યેનો રોષ જોતા જ કોંગ્રેસ તેમને પોતાની તરફ ખેંચવા માટે મહેસાણામાં સભાનું આયોજન કરી રહી હોઈ શકે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની આ મુલાકાત સફળ બનાવવા માટેના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનના વતન તેવું ઉત્તર ગુજરાતનું મહેસાણા ભાજપનો ગઢ કહેવાતું હતું કે જેમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવી કાંગરા ખેરવવાના શરુ કરી દીધા છે. નવેમ્બર ૨૦૧૫ માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના જુવાળ સાથે કોંગ્રેસે મહેસાણા નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો હતો ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તે જાળવી રાખવા માટે કોંગ્રેસે હવે તૈયારીઓ આદરી દીધી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા નગરપાલિકાની કુલ ૪૪ બેઠકોમાંથી કોંગ્રેસનો ૨૯ અને ભાજપનો ૧૪ જ બેઠકો પર વિજય થતા સત્તાના સુકાન કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધા હતા. જ્યારે મહેસાણા જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકોમાંથી કોંગ્રેસે ૩૩ બેઠકો પર કોંગ્રેસે અને ૧૧ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો, જેમાં પણ કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી. ગુજરાતના નાયમ મુખ્યમંત્રી નિતિન પટેલના મતવિસ્તાર મહેસાણામાં રાહુલ ગાંધીની સભાના આયોજન દ્વારા કોંગ્રેસે પાટીદાર વોટબેંક સહીત ઉત્તર ગુજરાતમાં પક્ષના કાર્યકરોમાં પણ ઉત્સાહ ઉભો કરવાનું નિશાન રાખ્યું છે તો મહેસાણા જિલ્લામાં આવતી મહેસાણા, વિજાપુર, કડી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, બહુચરાજી સહિતની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ સંપૂર્ણ વિજયની આશા રાખી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં પાટીદાર ઉપરાંત ઠાકોર વોટબેંક પણ ઘણું મહત્વ ધરાવે છે અને વર્તમાન સંજોગો અનુસાર તે પણ કોંગ્રેસની તરફેણમાં જ છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે સૌથી વધુ બેઠકો અપાવનારો જિલ્લો મહેસાણા બની શકે છે ત્યારે રાહુલ ગાંધીની આ સભા ઘણું મહત્વ ધરાવે છે અને કોંગ્રેસ માટે અસરકારક સાબિત થઇ શકે છે.

The post Gujarat માં રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોંગ્રેસે હાથ ધરી તડામાર તૈયારીઓ appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોંગ્રેસે હાથ ધરી તડામાર તૈયારીઓ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×