Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat સરકાર નોન વેજ ફૂડ પ્રોડકટસ માટે ઉભી કરશે માળખાકીય સુવિધા !

vibrant-gujarat

Gujarat સરકાર નોન વેજ ફૂડ પ્રોડ્કટસ માટે માળખાકીય સુવિધા ઉભી કરવાની તૈયારીમાં છે. જેમાં જાન્યુઆરી માસમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૭માં એગ પાવડર પ્રોડક્શન પ્લાન્ટ અને ફીશ ફાર્મ પ્લાન્ટના રોકાણ માટે ખાનગી કંપની ગુજરાતમાં રોકાણ કરે તેવી શક્યતા છે.રાજ્ય સરકાર પાસે આવનારા ૨૦૦ પ્રોજેક્ટમાંથી આ બે વિશેષ પ્રોજેક્ટ છે. જે રાજ્ય સરકાર ગ્લોબલ સમીટમાં શો-કેસ કરવાનો પ્રયાસ કરશે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૭ ૧૦ થી ૧૩ જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં યોજાવાની છે. ગુજરાત દેશભરમાં માછલીઓનું ઉત્પાદન કરતું ત્રીજું સૌથી મોટું રાજ્ય છે.જયારે ઈંડાના ઉત્પાદનમાંતેનું સ્થાન ૧૧મુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર રાજ્યના એગ પાવડર બનાવવાના પ્લાન્ટને મંજુરી આપશે. જેમાં ઈંડાના વિવિધ પ્રકારના પાવડર બનાવવામાં આવશે. જેનો ઉપયોગ કુકીઝ,પાસ્તા,માંયોનીઝ, સોસ અને અન્ય ઉત્પાદનોમાં કરવામાં આવે છે. આ પ્રોજેકટ માટે આણંદ અથવા દક્ષિણ ગુજરાતની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર આણંદ નજીક પીપીપી ધોરણે ફીશ ફાર્મ બનાવવાની યોજના પણ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાંથી લોકોની ખાણીપીણીની ટેવમાં બદલવા જોવા મળ્યો છે.જેમાં પણ યુવાનોમાં ઈંડા અને ચીકન ખાવાની આદતમાં વધારો જોવા મળ્યો છે. જેના લીધે ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ અને સુરતમાં પણ નોન વેજ ફૂડ ચેન રેસ્ટોરન્ટ તેમનો વ્યાપ વધારી રહી છે.તેવા સમયે ગુજરાત સરકાર આ નવા રોકાણના પ્રોજેક્ટને મંજુરી આપીને ગુજરાતની વેજીટેરીયન સ્ટેટ તરીકેની ઈમેજને જાળવી રાખે છે કે બદલી નાંખે છે તેની પર સૌની મીટ છે. ગુજરાતમાં દર બે વર્ષે યોજાતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટમાં સરકાર પાસે વિવિધ ઉદ્યોગગૃહો અને રોકાણકારો પ્રોજેક્ટ લઈને આવે છે. જેમાં રાજ્ય સરકાર સાથે અલગ અલગ ક્ષેત્રમાં એમઓયુ કરીને રાજ્યમાં રોકાણની રકમ અને પ્રોજેકટ અંગે ચર્ચા કરવામાં આવે છે અને જે પ્રોજેક્ટ માટે સરકાર અને રોકાણકાર સહમત થાય છે તે અંગે કરાર કરવામાં આવે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટમાં કરાયેલા એમઓયુ અંગે સરકાર તરફથી તેની વિવિધ સ્ટેજ પર મંજુરી માટે સિંગલ વિન્ડો સીસ્ટમ ગોઠવવામાં આવે છે. તેમજ તેના આધારે રાજ્યમાં રોજગારીની તકોનું અનુમાન પણ લગાવવામાં આવે છે.સાથોસરહ રાજ્યમાં કેવા પ્રકારના ઔધોગિક મેનપાવરની જરૂરિયાત છે તે અંગે પણ અનુમાન લગાવવામાં આવે છે.

The post Gujarat સરકાર નોન વેજ ફૂડ પ્રોડકટસ માટે ઉભી કરશે માળખાકીય સુવિધા ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat સરકાર નોન વેજ ફૂડ પ્રોડકટસ માટે ઉભી કરશે માળખાકીય સુવિધા !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×