Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Sri Sri Ravi Shankar એ લેટીન અમેરિકામાં સામાજિક સુધારની પ્રવુતિ શરુ કરી

sri sri ravisankar

આધ્યાત્મિક ગુરુ Sri Sri Ravi Shankar એ હાલમાં, હિંસા અને નશાખોરીથી ગ્રસ્ત એવાં મધ્ય અને દક્ષિણ અમેરિકામાં શાંતિ સ્થાપન ના હેતુ સર પ્રવાસ કરી રહ્યા છે. હાલમાં સપ્ટેમ્બર માસમાં કોલમ્બિયામાં, ઉગ્રવાદી ફાર્ક સંગઠન અને સરકાર વચ્ચે થયેલ ઐતહાસિક શાંતિ કરાર ની વિધિમાં શ્રી શ્રી ને ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ફાર્ક ઉગ્રવાદીઓના હૃદય પરિવર્તન માં શ્રી શ્રી નું અમૂલ્ય યોગદાન છે. શાંતિ નાં પુન: સ્થાપનની પ્રક્રિયાને વેગવંત બનાવવા કોલમ્બિયા સરકારનાં આમંત્રણથી શ્રી શ્રી એ ફરી હાલમાં જ, ૨ ડિસેમ્બરના રોજ બોગોટા- કોલમ્બિયાની મુલાકાત લીધી હતી. કાલી- કોલમ્બિયા ખાતે યોજાયેલ સંધી અને મૈત્રીકરણની આ પરિષદનું ઉદ્ઘાટન શ્રી શ્રી રવિશંકરજી તથા કોલમ્બિયાના રાષ્ટ્ર પ્રમુખ શ્રી જુઆન સેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા તથા કોલમ્બિયા ના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ શ્રી અલ્વારો યુરીબ ની મુલાકાત પણ શ્રી શ્રી એ લીધી હતી, તથા શાંતિ નિર્માણ ના કાર્યમાં વિરોધ પક્ષનું શું યોગદાન હોઈ શકે તે અંગે વિચારણા કરી હતી. મૈત્રીકરણ અને પુનર્ગઠન વિભાગ- કોલમ્બિયન એજન્સીના ડીરેક્ટર શ્રી જોશુઆ મીત્રોતી તથા કોલમ્બિયન શાંતિ દૂત શ્રી હેન્રી એકોસ્તાએ શ્રી શ્રી સાથે વિશિષ્ટ મુલાકાત યોજીને શાંતિ પ્રક્રિયા માટે વિચાર વિમર્શ કર્યા હતાં. મુખ્ય વક્તા તરીકે, પરિષદ ને ઉદબોધન કરતાં શ્રી શ્રી એ જણાવ્યું હતું કે “ફાર્ક ઉગ્રવાદીઓને સમાજમાં સ્વીકૃતિ મળવી જોઈએ. સમાજની સામાન્ય વૃત્તિ ઉગ્રવાદીઓ સામે બદલો લેવાની હોય છે. તેને બદલે સમાજ અને હૃદય પરિવર્તન પામેલા ઉગ્રવાદીઓ વચ્ચે વિશ્વાસનો સેતુ સ્થપાય તે જરૂરી છે. આ માટે જ અહી આપણે ક્ષમા-અભિયાન શરુ કર્યું છે. ક્ષમા દાન અભિયાન એક ખુબ આવશ્યક પ્રવૃત્તિ છે. આવી પ્રક્રિયા જો નહિ કરવામાં આવે તો સામાન્ય સમાજ ક્યારેય ઉગ્રવાદીઓને સ્વીકારી શકશે નહિ. ફાર્ક ઉગ્રવાદીઓ પણ સંજોગોના શિકાર બનેલા છે તે સમજણ સમાજમાં કેળવાવી જોઈએ. “ ફાર્ક અને કોલમ્બિયા સરકાર તથા સમાજ વચ્ચે સેતુ બાંધવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ અહી ક્ષમા અભિયાનનું આયોજન, સંધિ પ્રક્રિયા ના પહેલા દિવસથી જ શરુ કર્યું છે. જેમાં ઉગ્રવાદીઓ અને સમાજ તથા સરકારી અધિકારીઓ પરસ્પર મળીને ક્ષમા ભાવનાનું આદાન પ્રદાન કરે છે. ફાર્ક ઉગ્રવાદીઓના પુનર્વસન અંગે જણાવતાં શ્રી શ્રી એ કહ્યું કે ૧૦૦-૩૦૦ લોકોના જૂથમાં અમે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનું શિક્ષણ આપીશું. જેની મદદથી તેઓ જીવનને વિશાળ દ્રષ્ટિકોણ વડે જોઈ શકશે. બોગોટા અને કાલી ખાતે, સામાન્ય જન સમુદાય માટેના કાર્યક્રમમાં પણ શ્રી શ્રી નું ઉત્સાહપૂર્વક અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. લેટીન અમેરિકા નાં પ્રખ્યાત રોક બેન્ડ એટ્ર્સીઓપેલાડોઝને શાંતિ પ્રક્રિયા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સન્માન આપવામાં આવ્યું છે. આ બેન્ડએ શ્રી શ્રી પરત્વે પોતાની ભાવના દર્શાવવા ભારતીય ભજન પ્રસ્તુત કર્યા હતાં તથા ધ્યાન કર્યું હતું. હાલમાં શ્રી શ્રી રવિશંકરજી નિકારાગુઆ અને સાલ્વાડોર ના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. શાંતિ સ્થાપન માટે મેક્ષિકો નાં કેટલાંક રાજ્યોમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દસથી વધુ વર્ષો થી કાર્યરત છે. જેલના કેદીઓ અને નશા ગ્રસ્ત સગીરોનાં પુનર્વસન નાં કાર્યમાં સંસ્થાનું બહુમૂલ્ય યોગદાન છે. હજારો યુવાઓ, જેલરો, તથા પોલીસ કર્મચારીઓએ યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સુદર્શન ક્રિયા આધારિત આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામનો લાભ લીધો છે. શ્રી શ્રી રવિશંકરજી અહી સેનેટ સભ્યો, ધર્મ સંસ્થાનોના અગ્રણીઓ, રાજદ્વારી નેતાઓ, જેલમાં રહેલા ગેંગ સ્ટર્સ તથા ડ્રગ માફિયાઓ ની મુલાકાત લેનાર છે. લેટીન અમેરિકાના દસ દેશોના પ્રવાસ બાદ તેઓ ઇક્વાડોર ખાતે કોલમ્બિયાના અન્ય એક ઉગ્રવાદી સંગઠન ELN ની મુલાકાત લેશે તથા શાંતિ પ્રક્રિયામાં જોડાવા માટે પ્રેરિત કરશે. આ વિસ્તારમાં ડ્રગની હેરાફેરી, હિંસા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓનું હૃદય પરિવર્તન કરવા માટે પ્રયાસ કરનાર સૌ પ્રથમ ભારતીય શ્રી શ્રી રવિશંકરજી છે.

The post Sri Sri Ravi Shankar એ લેટીન અમેરિકામાં સામાજિક સુધારની પ્રવુતિ શરુ કરી appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Sri Sri Ravi Shankar એ લેટીન અમેરિકામાં સામાજિક સુધારની પ્રવુતિ શરુ કરી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×