Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બોક્સ ઓફિસ પર સતત શાનદાર કમાણી કરી રહી છે વિદ્યા બાલનની ‘Kahaani 2’

kahaani-2

બોલિવુડમાં પોતાની દમદાર એક્ટિંગ માટે ફેમસ બ્યુટીફૂલ એક્ટ્રેસ વિદ્યા બાલનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'કહાની ૨' એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ શરૂઆતમાં થોડી ધીમી હતી પરંતુ બીજા અને ત્રીજા દિવસે ફિલ્મે સારી કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે ૪૧૨૫ કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો હતો. ફિલ્મે શુક્રવાર અને શનિવારે કુલ ૧૦૧૦૪ કમાણી કરી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ બનાવી દીધી છે. ફિલ્મને ૧૨૩૫ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં વિદ્યા સિવાય અર્જુન રામપાલ પણ મેઈન રોલમાં છે. સુજોય ઘોષ અને વિદ્યા બાલનની જોડીએ વર્ષ ૨૦૧૨ માં ફિલ્મ 'કહાની' ની સાથે દર્શકોને સરપ્રાઈઝ કર્યા હતા અને હવે એકવાર ફરીથી આ બંને મળીને 'કહાની ૨' બનાવી છે. ફિલ્મનું ડિરેકશન કમાલનું છે અને ખાસ કરીને ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. સુજોય ઘોષે સિનેમેટોગ્રાફર તપન બાસુ સાથે બહુ સારી રીતે કામ કર્યું છે. ફિલ્મનો સેકન્ડ હાફ તમને થોડો ધીમો લાગશે. કારણકે સેકન્ડ હાફમાં ધીરે-ધીરે સસ્પેન્સ સામે આવે છે. ફિલ્મની સ્ટોરી વિદ્યા સિન્હા (વિદ્યા બાલન) અને તેની પુત્રી મિનીની છે જે એક નાના કસ્બામાં ખુશીથી રહે છે અને એક-બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. એક દિવસ જ્યારે કેટલાક લોકો મિનીને કિડનેપ કરી લઇ જાય છે તો તેની તપાસ કરતા વિદ્યાનો અકસ્માત થઇ જાય છે અને તેની યાદશક્તિ જતી રહે છે. તેની સાથે વિદ્યા કોમામાં જતી રહે છે. ત્યારબાદ ઇન્સ્પેકટર ઇન્દ્રજીત સિંહ (અર્જુન રામપાલ) આ કેસની તપાસ કરવામાં જોડાય છે તો તેના તાર કુખ્યાત અપરાધી દુર્ગારાણી સિંહ (વિદ્યા બાલન) સાથે જોડાવા લાગે છે. ત્યારબાદ સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે અને છેલ્લે એક મોટો સસ્પેન્સ સામે આવે છે.

The post બોક્સ ઓફિસ પર સતત શાનદાર કમાણી કરી રહી છે વિદ્યા બાલનની ‘Kahaani 2’ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બોક્સ ઓફિસ પર સતત શાનદાર કમાણી કરી રહી છે વિદ્યા બાલનની ‘Kahaani 2’

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×