Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ‘ આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા’

Hardik Patel comments on Nitin Patel's statement

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ' આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા'

nitin-patel ગુરુવારે PAAS અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ તે નિષ્ફળ નિવડી હોવાની ચર્ચા વચ્ચે પાટીદારો દ્વારા સરકારને સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયમ મુખ્યમંત્રી નિતિન પટેલ, નાનુ વાનાણી અને પ્રદીપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા થઇ હતી. ત્યારબાદ ડે. CM નિતિન પટેલે સરકાર તરફથી નિવેદન આપ્યું હતું, જો કે તેમાં કશું જ સ્પષ્ટપણે ના જણાવી મોટાભાગની બાબતો પર અધ્ધરતાલ જ જવાબ આપ્યા હતા. પાટીદાર આંદોલનના દોઢ વર્ષ બાદ પણ તેઓ પોતાનું વલણ સ્પષ્ટ નથી કરી રહ્યા તેવામાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે નિતિન પટેલના નિવેદનથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાર્દિક પટેલે નિતિન પટેલના નિવેદન પર જવાબ આપતા જણાવ્યું છે કે, 'આજે માનનીય નાયબ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં જે ચર્ચા કરવામાં આવી તે ચર્ચાને લઇને હું એટલું ચોક્કસ કહીશ કે જો સરકાર સમાજના હીતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર હોય તો અમે ખુશ છીએ. પરંતુ માનનીય નિતીનભાઇ તરફથી વારંવાર એવુ કહેવામાં આવ્યુ કે તમામ મુદ્દાઓ વિચારણા હેઠળ છે. પરંતુ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા દોઢ વર્ષથી અનામત આંદોલન દરમ્યાન આપના તરફથી હજુ સુધી આ મુદ્દાઓની વિચારણા નથી થઈ. શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો.. વાંચવા ક્લિક કરો આગળનું સ્લાઈડ..

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ' આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા'

Hardik Patel ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું છે કે, આપના તરફથી કહેવામાં આવ્યું કે અનામત મુદ્દે પાટીદાર સમાજ તરફથી ફોર્મ્યુલા આપવામાં આવે. શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો. જો આપ સક્ષમ હોય તો અમે થોડા જ દિવસમાં તે ફોર્મ્યુલા તમને આપીશું અને મને એવુ લાગી રહ્યું છે આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા. છતાં પણ આપ દ્વારા જ્યારે પણ કહેવામાં આવશે ત્યારે અમે મિટીંગ કરવા તૈયાર છીએ.' શું કહ્યું નિતિન પટેલે ? વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો....

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ' આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા'

Hardik Patel comments on Nitin Patel's statement ડેપ્યુટી CM નિતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકાર પાટીદારો પર સહાનુભુતિ રાખતા જે પોલીસ કેસ છે તે પાછા ખેંચવા સીએમ હકારાત્મક અભિગમ દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત પાટીદાર આયોગ રચવા અંગે પણ જે માંગણી હતી તેની પણ ચર્ચા કરાઇ છે. તેમાં પણ મુખ્યમંત્રી, પક્ષના નેતાઓ સાથે હકારાત્મક અભિગમથી વાત કરાશે. ત્રીજો મુદ્દો આંદોલન દરમિયાન જે પોલીસ કાર્યવાહી થઇ તે માટે પણ સરકાર હકારાત્મક હોય તેમ જણાવી 25,26 અને 27 ઓગસ્ટ, ૨૦૧૫ ના દિવસે જે પોલીસ કાર્યવાહી થઇ તે મુદ્દે પણ સરકાર યોગ્ય તપાસ કરશે તેવું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત નિતિન પટેલે જણાવ્યું છે કે, અનામત માટેનો મુદ્દો, માંગણી છે કે અમને ઓબીસીમાં સમાવો, ત્યારે અન્ય રાજ્યોમાં ૪૯ ટકા ઉપર જે અનામત આપવામાં આવી છે તે કેવીરીતે આપવામાં આવી છે તે ચકાસવામાં આવશે. આધાર પુરાવા સાથે ચકાસાશે અને તે અંગે પણ કેવીરીતે આગળ વધી શકાય તે માટેની પ્રક્રિયા હાથ ધરાશે. વધુમાં નિતિન પટેલે જણાવ્યું હતું કે, કોઇ આધાર પુરાવા કે દસ્તાવેજી પુરાવા કન્વિનરો તરફથી કંઇ રજુ થયું નથી. જે રજુ થાય તો આગામી બેઠકમાં વધુ સારી રીતે ચર્ચા થઇ શકે એમ છે. શું થયું હતું PAAS - સરકાર વચ્ચેની બેઠકમાં ?? વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો....

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ' આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા'

Hardik Patel comments on Nitin Patel's statement   આ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે આરપારની લડાઈ લડી લેવાના મિજાજમાં છે. આજની મિટિંગથી કશું નિરાકરણ નહી આવે તો પાસ પ્રવક્તા અતુલ પટેલે મંગળવારે ચોંકાવનારા ખુલાસો કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંત્રી નાનુભાઈ વાનાણી વચ્ચે બેઠક મળી હતી. ગુરુવારે કલાકો સુધી ચાલેલી મંત્રણાને અંતે પાટીદાર અનામત આંદોલન સમિતિ – PAAS ના પ્રવક્તા વરુણ પટેલે જણાવ્યું હતું કે, અમે પૂરી તૈયારી સાથે ગયા હતા અને માંગણી મૂકી હતી પરંતુ સામે છેડે સરકારના પ્રતિનિધિઓએ અનેક મુદ્દે પોતાની પાસે સત્તા ના હોવાનું જણાવ્યું હતું. સરકાર સાથેની બેઠકમાં ખાસ કંઇ જ ના ઉકળતા પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો અને કાર્યકરોમાં ભારે કચવાટ પ્રસર્યો હતો અને હાથમાં લોલીપોપ બતાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર અમારી કસોટી ના કરે. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલના મેસેજના આધારે વાતચીતનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત એસપીજી સાથે બેઠક યોજવા અંગે તેમણે જણાવ્યું છે કે આગળ જતા તબક્કાવાર બેઠકો થશે. ગત બેઠક બાદ શું કહ્યું હતું હાર્દિક પટેલે ? વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો....

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ' આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા'

Hardik Patel comments on Nitin Patel's statement   હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ‘આજે પાટીદાર સમાજ વતી ૧૧ કન્વીનર ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચા કરવા માટે ગયા હતા પરંતુ ભાજપ સરકાર પાટીદાર સમાજ વિરુદ્ધ જ છે તે સપષ્ટ સંદેશો આપી દીધો છે.સમય કાઢવાની વાત છે. અને સમાજ ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અનામત બાબતે યોગ્ય નિર્ણય સરકાર તરફ થી નથી અને ગુજરાત ની સરકાર સ્વતંત્ર નથી. દિલ્લી થી લેવાય છે નિર્ણય. સરકાર પાસે કોઈ જ સત્તા નથી.ગુજરાત સરકાર પાસે ફક્ત નિર્દોષ યુવાનો ને જેલ માં પૂરવાની જ સત્તા છે. લેશન પૂરું નથી સરકારનું. સોમવારની રાહ જોઈએ છીએ. હવે સોમવાર બાદ રાજ્ય માં આંદોલન મજબૂત રીતે ચાલશે. પાટીદાર છું ૨૨ વર્ષનો યુવાન છું સમાજ હિત માટે મારી માંગણી પર અડગ છું. કઈ કાચું નહિ કપાય.

The post Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ‘ આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા’ appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Hardik Patel નો નિતિન પટેલ પર પ્રહાર, ‘ આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા’

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×