Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ મંદિરમાં દેવીને ચઢાવાય છે હાથકડી

Handcuffs are Offered to Goddess in this Temple

આપણા દેશમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં લોકો દેવી માતાને હાથકડી ચઢાવીને પોતાની માનતા થાય તેવી આશા રાખે છે. આ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ દિવાક મંદિર છે જે જોલર ગ્રામ પંચાયતની જગ્યામાં છે. આ મંદિરમાં દૂર દૂરથી લોકો આવે છે. માતાને ખુશ કરવા માટે લોકો હાથકડીઓ અને બેડીઓ ચઢાવે છે. અહિયા શિવ-ગૌરીના વિવાહ થયા હતા આ મંદિર પરિસરમાં આશરે 200 વર્ષ પુરાણું એક ત્રિશુલ છે, તેની ઉપર આ બધું ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે આ ત્રિશુલ પર જે હાથકડીઓ ચઢાવવામાં આવી છે તે પૈકીની કેટલીક તો 100 વર્ષ પુરાણી છે. અહિયાં એવા લોકો આવે છે કે જે પોતાના પરિજનોને જેલમાંથી છોડાવવા માંગે છે અને તેના માટે તેઓ અહિયા હાથ હાથકડી ચઢાવે છે. ડાકુઓ માનતા રાખતા હતા આ મંદિર સાથે એક કહાની જોડાયેલી છે. ઘણા વર્ષો પહેલા અહિયાં ફક્ત જંગલ હતું. તે સમયે આ જંગલમાં ઘણા ડાકુઓ રહેતા હતા. તે ડાકુઓ આ મંદિરમાં પૂજા કરતા હતા. ધીરે ધીરે તેમણે આ માનતા માંગવાનું (રાખવાનું) શરુ કર્યું હતું કે જો તેઓ ધાડ પાડવામાં સફળ રહે અથવા તો જેલ તોડીને ભાગી છુટ્યા તો તેઓ માતાને હાથકડી ચઢાવશે. તે સમયથી આજદિન સુધી આ પ્રણાલિકા ચાલી રહી છે.

The post આ મંદિરમાં દેવીને ચઢાવાય છે હાથકડી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ મંદિરમાં દેવીને ચઢાવાય છે હાથકડી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×