Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

NASA અંતરીક્ષ સ્ટેશનમાં કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

 NASA અંતરીક્ષ સ્ટેશનમાં કઈ રીતે કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

NASA આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન ઉપર યાત્રીઓ દ્રારા સાથે લાવવામાં આવેલા અને તેના ઉપયોગ પછી ત્યજી દેવાયેલા સુક્ષ્મ જીવાણુઓનું વિશ્લેષણ કરવા માટે યોજના બનાવી રહ્યું છે. અંતરીક્ષ યાનમાં પ્રયોગ દરમ્યાન સુક્ષ્મ જીવાણુંઓના ઉપયોગોને સમજવા માટે આ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

 NASA અંતરીક્ષ સ્ટેશનમાં કઈ રીતે કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

મનુષ્ય કોઈપણ સ્થળ ઉપર જાય ત્યારે તેની સાથે બેક્ટેરિયા હમેશા હોય છે. એમાંથી અમુક જીવાણુંઓ આંતરડાની અંદર જોવા મળે છે, અન્ય પ્રકારના બેક્ટેરિયા શરીર બહાર ત્વચા અને કપડા ઉપર પણ જોવા મળે છે. જયારે આ બેક્ટેરિયા વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે પોતાનું એક અલગ તંત્ર બનાવી લે છે જે ને માઈક્રોમીયમ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે.

 NASA અંતરીક્ષ સ્ટેશનમાં કઈ રીતે કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

નાસાએ આ બેક્ટેરિયાના સંશોધન માટે વૈજ્ઞાનિકો પાસે સૂચનો મંગાવ્યા છે જે થી જાણકારી મળી રહે કે જીવાણું અંતરીક્ષમાં કઈ રીતે જીવી શકે છે. આ માટે વૈજ્ઞાનિકોએ એક દશક અથવા વધુ સમયથી અંતરીક્ષ સ્ટેશન માંથી ભેગા કરેલા અને હ્યુસ્ટન ખાતે રખાયેલા નાસાના જોન્સન સ્પેસ સેન્ટરમાં રાખેલા બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરવો પડશે. આ પ્રયોગથી જાણકારી મળશે કે ભવિષ્યમાં અંતરીક્ષ યાનમાં રાખેલા જીવાણુઓના વાતાવરણનો મુકાબલો કઈ રીતે કરવો.

 NASA અંતરીક્ષ સ્ટેશનમાં કઈ રીતે કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

નાસા માટે આ પ્રયોગ અતિ મહત્વનો સાબિત થાય તેમ છે.નાસા અમેરિકાની પ્રતિષ્ઠિત અંતરિક્ષ સંસ્થા છે,જે અમેરિકાના જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે.આ સંશ્થાની સ્થાપના જુલાઇ ૨૯,૧૯૫૮ નાં રોજ,રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અંતરિક્ષ અધિનિયમ હેઠળ થયેલ. અવકાશ કાર્યક્રમની સાથે,નાસા લાંબાગાળાનાં નાગરીક અને લશ્કરી સંશોધનો માટે પણ જવાબદાર છે. નાસાનો મુદ્રાલેખ "સર્વજન હિતાય" છે.  

 NASA અંતરીક્ષ સ્ટેશનમાં કઈ રીતે કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

આ ઉપરાંત નાસા દ્રારા મળતી માહિતી મુજબ તેઓએ ચંદ્ર ઉપર પાણી શોધી કાઢ્યું છે. ગત મહીને નાસાએ એક રોકેટ લોન્ચ કર્યું હતું જેના દ્રારા આ માહિતી મળી છે. નાસાએ સતાવાર જાહેર કર્યુ છે કે તેમને ચંદ્ર પર એકત્ર થયેલ પાણીનો ભંડાર મળ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની હોવાની સાબિતી મળી છે. આ પહેલા ભારતના ચંદ્રયાન મિશન દ્રારા પણ ચંદ્ર પર પાણી હોવાનો સંકેત મળ્યો હતો.

The post NASA અંતરીક્ષ સ્ટેશનમાં કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

NASA અંતરીક્ષ સ્ટેશનમાં કરશે બેક્ટેરીયાનું પરીક્ષણ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×