Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આવતીકાલે બેંક હડતાળ, ગુજરાતના ૩૦ હજાર Bank કર્મચારીઓ જોડાશે

Bank employees to join All India General strike on September 2

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ સામે કેન્દ્રીય મજુર મંડળોએ આપેલા હડતાલના એલાન સંદર્ભે આવતીકાલે સૌરાષ્ટ્રના ૭૦૦૦ સહિત ગુજરાતભરના ૩૦,૦૦૦ બેંક અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ ઉપર રહેશે. સૌરાષ્ટ્રમાં ૧પ૦૦ થી ર૦૦૦ કરોડના નાણાકીય કામકાજો ખોરવાય જશે. રાજકોટમાં ૩૦૦ કરોડ જેટલુ બેંક કલીયરીંગ ખોરવાઇ જશે. આવતીકાલે સવારે ૧૦-૩૦ કલાકે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ બેંક ઓફ ઇન્ડિયા પરાબજાર ખાતે દેખાવો કરશે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ એક યાદીમાં જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, ભારત સરકારની સામાન્ય જનહિત વિરોધી નીતિની સામે આ હડતાલ પાડવામાં આવી રહી છે. સરકાર બેંકોની ૧૬ લાખ કરોડની અનપ્રોડક્ટીવ અસ્કયામતોને લઇને સરકાર ઢીલી નીતિ અપનાવી રહી છે. લોનો માંડવાળ કરી રહી છે. સામાન્ય લોકોની બેંકોમાં પડેલી બચત ઉદ્યોગપતિઓને લુંટવા ન દેવા અમારી માંગણી છે. સરકાર ગ્રામીણ ખાનગીકરણનો કાયદો પસાર કરાવ્યો છે. શહેરી વિસ્તારની સહકારી બેંકોને ડી-લાયસન્સ કરવામાં આવી રહી છે. ખાનગી ક્ષેત્રના અમલદારોને રાષ્ટ્રીયકૃત બેંકમાં નિમવામાં આવી રહ્યા છે. બેંકોનું કામ બહારની સંસ્થાને સોંપી કર્મચારીઓનુ શોષણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે, અધિકારીઓના કામના કલાકો નક્કી કરવામાં નથી આવતા અને તેમને પ્રમોશનથી વંચિત રાખવા ખાનગી કંપનીના અધિકારીની ભરતી કરવામાં આવી રહી છે. સરકારની નીતિ રાષ્ટ્રીયકૃત બેંકોને મરણ પથારીએ મુકી ખાનગી બેંકોને પ્રોત્સાહન આપવાની છે તે સામે અમારો વિરોધ છે. કામદાર હિત રક્ષા માટે દેશના મુખ્ય કામદાર સંગઠનોએ આપેલા એલાનમાં સમગ્ર દેશના બેન્કકર્મીઓના યુનિયનોએ પણ સૂર પૂરાવ્યો છે અને તા.૨ સપ્ટેમ્બરે દેશવ્યાપી બેન્ક હડતાળ પાડવાનું જાહેર કર્યુ છે. દેશના બેન્કકર્મીઓના નવ યુનિયનો પૈકી છ યુનિયનોએ એમના સભ્યોને નિયત ફરજથી દુર રહી સંયુક્ત કામદાર સમિતિ યોજિત રેલીમાં જોડાવાનો આદેશ કર્યો છે. આ હડતાળમાં એનસીબી, એનઓબીડબલ્યુ અને એનઓબીઓ એમ ત્રણ બેંક યુનિયનો આવતીકાલના હડતાળ કાર્યક્રમાં જોડાશે નહિ. આ હડતાળ બેન્કકર્મીઓ દેશમાં બેન્કોના મર્જર તથા ખાનગીકરણની નીતિનો વ્યાપક વિરોધમાં છે. હડતાળ પર ઉતરનારા બેંક યુનિયનોએ જણાવ્યુ છે કે કેન્દ્ર સરકાર માટે બેન્કોની એનપીએ (નોન પરફોર્મીંગ એસેટ) ની સ્થિતિને નિયંત્રણમાં લેવાનું કામ પ્રાથમિક છે બેન્કોના મર્જરનું કામ નહી.

The post આવતીકાલે બેંક હડતાળ, ગુજરાતના ૩૦ હજાર Bank કર્મચારીઓ જોડાશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આવતીકાલે બેંક હડતાળ, ગુજરાતના ૩૦ હજાર Bank કર્મચારીઓ જોડાશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×