Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભગવાન આપતા થાકશે, પણ આ બધાય માંગતા નહીં થાકે.

અત્યારના જમાનામાં બધાને રાજા જેવી જિંદગી જીવવી છે, નબળું તો કોઈને હાલે જ નહીં ને. ક્યાથી હાલે આ બધાતો ભાઈ અકબર, ટીપુસુલતાન અને 
નિઝામના વારસદારો છે.



અત્યારે બધા ને યુ નો કુલ એન્ડ રીચ દેખાવું છે. ખીચામાં સો ની નોટ લઈને ફરતા હોય અને વાતો તો ભાઈને લાખની કરવા જોઈએ, ત્યારે જ તો ભાઈ નું ખાધું પચે. બતકને ઉંદેડા જેવા મોઢા હોય પણ મોઢું સારું લાગવું જોઈ,એટલે જ મોઢે કઈક થથેડા લગાવીને ફરતા હોય, તોય જોકે કઈ ફેર ના પડે.ગમે એટલા થથેડા કરે એ બતક ના બતક જ લાગે.

અત્યારે બધાને બસ હરવું-ફરવું ખાવું-પીવું આ જ ગમે છે, પૈસા ઉડાડવા છે. એ વસ્તુ જુદી છે કે પૈસા કમાવવામાં જોર પડે છે, નોકરા કે ધંધા ટાઇમે મજા નો આવે,બસ ફરવાદયો તો મજા મજા. કઈક તહેવાર કે રજા આવ્યા ને એ હાલી નિકડા, બીજી વાત નઇ.

હવે સાહેબ આમાં થાય એવું, જેને સારો એવો ધંધો હોય,કાં જેને પૈસા બેઠા બેઠા મળી જતાં હોય અથવા જેને બાપ-દાદાના પૈસે લીલાલહેર હોય એને કાઈ વાંધો નથી. પણ વાંધા તો હમેશા મિડલ ક્લાસ કે લોઅર-મિડલ ક્લાસ વાળા ને હોય છે,ઇ તો વર્ષો થી હાઈલુ આવે છે.

એમાં હવે થાય એવું સીધા-સાદા લોકો ને હાલો જિંદગી ચાલતી રહેતી હોય છે પણ હવે જે શોખીન જીવડાં હોય એ બધાંય ને હાલતા તકલીફૂ પડતી હોય. એક તો આ બધાય ના શોખ નવાબી હોય,પણ ખીચું ખાલી હોય એટલે નો ગમતું હોય અને શોખ નો કીડો દબાવી બેઠા હોય. આવા લોકો તમે જોવો ને તો રોજ વિચારતા હોય, યાર મારે જલ્દી પૈસાદાર થવું છે, કરોડપતિ થવું છે, મારી પાસે પૈસા હોત તો સારું હતું, મારે તો આ કરવું છે પેલુ કરવું છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે, અહીં જાઉં છે, ત્યાં જવું છે, આ ખાવું છે, પેલું ખાવું છે, કેદી કોણ જાણે આ બધું થાશે.

હવે આમાં થાય એવું જ્યાં સુધી ખીચા માં પૈસા હોય ને ત્યાં સુધી વાંધો નઇ પણ જેવુ ખીસું ખાલી અને તકલીફ ચાલુ થાય ને ભી પડે, એટલે દોડે ભગવાન ભગવાન કરતા.

આ બધા તમે જુઓને તો આમ તો કોઈ દી ભગવાનને યાદ પણ ન કરતા હોય, ભગવાન ને કોઈ દી મોઢાય નો દેખાડતા હોય. પણ જે દી બીજા ને મજા કરતાં જોવે ને એના મનમાં આવો શોખ નો કીડો ઉભરાઈને આવે ત્યારે પહોંચી જાય ભગવાન પાસે અને બસ ચાલુ થઈ જાય મેરી જિંદગી કે આવી છે, જિંદગીમાં તો કાંઇ મજા જ નથી રહી, સાવ બેકાર જિંદગી છે, મારો એક શોખ પૂરો નથી થતો,મારી એક પણ ઈચ્છા પૂરી નથી થાતી, ભગવાનના કેટલી તકલીફ પડે છે..... એન્ડ સો ઓન ......

હવે માની લ્યો કે ભગવાનને આવાવ પર દયા આવી જાય અને એની ઇચ્છા પૂરી કરે ખરા પણ તોય ભાઈ ના રોદણા તો ચાલૂ જ હોય. એક વસ્તુ પૂરી થઈ તો બીજી, બીજી થાય તો ત્રીજી..... એન્ડ સો ઓન ......

ભગવાન પાસે આ બધા ને રોદણા રોતા જોઈને આપણને એમ થાય કે, ઓલી સિરિયલની બધી હુંની એક્ટિંગ પણ આ બધા પાસે ટૂંકી પડે. મતલબ તમે વિચારો કે આજના જમાનામાં કોને તકલીફ નથી, કોણ દુઃખી નથી, ખરેખર જોવો ને આ બધા જે તકલીફ તકલીફ કરતાં હોય ને એ જ લોકો બીજાને તકલીફ રૂપ બનતા હોય,બીજા ને નડતાં હોય.

આજે કોઈ ને મહેનત કરવી નથી ગમતી,બસ બેઠા બેઠા જોતું હોય ઇ મળી જાય તો ગમે. મહેનત કરે નઇ ને પોતાની જિંદગી બગાડે ને પછી દુ:ખી થાય એટલે વાંક ભગવાનનો. આજના જમાનામાં કોઈનામાં સાચી ભક્તિ, શ્રદ્ધા તો રહી જ નથી. આજે એકદમ સ્વાર્થવાળી ભક્તિ થઈ ગઈ છે કાંઈ જરૂર પડે કે કાંઈક પહાડ તૂટી પડે એટલે દોડે ભગવાન પાસે. આજે કેટલા હશે કે જે ભગવાનની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરતા હોય, તમને બહુ ઓછા જોવા મળશે. બાકી બસ આવા જ નમૂના પડ્યા છે કંઈક થાતુ હોય કે કાંઈ જોતું હોય એટલે હે ભગવાન,હે ભગવાન .......

આ બધા એને જોઈને ભગવાનને પણ થતું હશે કે હું આ બધા ને આપી આપી ને થાકી જઈશ પણ આ કોઈ નઇ થાકે.



ફોલો કરો

ફેસબુક
https://www.facebook.com/rajanchoksi79/

ટ્વિટર
https://twitter.com/Rajanchoksi_79

ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/rc_7983/


લિંકડીન
https://www.linkedin.com/in/rajan-choksi-790122167/



This post first appeared on Rajan Ni Duniya, please read the originial post: here

Share the post

ભગવાન આપતા થાકશે, પણ આ બધાય માંગતા નહીં થાકે.

×

Subscribe to Rajan Ni Duniya

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×