Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

નરોડા પાટિયા રમખાણ: ‘મારા વિસ્તારના લોકોને હું બચાવી ના શક્યો’

ખૂન, હત્યા, પથ્થરમારો કરતાં હિંસક ટોળાં અને તોફાનો જેવી કપરી પરિસ્થિતિઓમાં સ્વસ્થતા જાળવીને ફરજ બનાવવાની મજબૂત તાલીમ પામેલા પોલીસ કૉન્સ્ટેબલને આ ઘટનાઓ કેટલી અસર કરી શકે?

મોટાભાગના લોકોને જવાબ હોય, ‘ખાસ નહીં.’

પરંતુ વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગમાં કારસેવકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનોમાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં થયેલો હત્યાકાંડ એટલો ઘાતક હતો કે તેના સાક્ષી રહેલા પોલીસ કૉન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલાને આજે પણ એન્ટિ-ડિપ્રેશન્ટ દવા લેવી પડે છે.

વર્ષ 2002ના તોફાનોમાં જ્યારે નરોડા પાટિયા વિસ્તારમાં હત્યાકાંડ થયો ત્યારે પ્રદીપસિંહ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા.

તેમણે દિવસે હિંસક ટોળામાંથી સેંકડો મુસ્લિમોના જીવ બચાવીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હત્યાકાંડમાં સળગેલા સંખ્યાબંધ મૃતદેહોની અંતિમ ક્રિયા કરી હતી.

આગમાં દાઝી રહેલાં એક બાળકનો જીવ બચાવ્યો હતો અને તેને બચાવતા પોતે પણ દાઝી ગયા હતા.

એ તોફાનોમાં લોકોના જીવ બચાવનાર પ્રદીપસિંહ વાઘેલાને એ હિંસક ઘટનાનો એવો આઘાત લાગ્યો કે તેઓ માનસિક રીતે તૂટી ગયા.

કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા

આઘાતને કરાણે તે જમી નહોતા શકતા અને તેને કારણે તે એનિમિક થઈ ગયા હતા અને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાવા લાગ્યા હતા.

પ્રદીપસિંહ હજુ પણ એ ગોઝારો દિવસ ભૂલી શક્યા નથી. આજે પણ નરોડા પાટિયા પાસેથી પસાર થતાં તેમની એ યાદો ફરી તાજી થઈ જાય છે.

આથી જ તેમણે ત્યાંથી પોતાનો સરકારી આવાસ બદલી નાખ્યો છે.

આઘાતને કારણે બીમારીઓથી ઘેરાઈ ગયેલા પ્રદીપસિંહે એક જમાનામાં ભાલા ફેંક, બરછી ફેંક અને દોડમાં રાજ્ય સ્તરે મેડલ જીત્યા હતા.

પરંતુ દવાઓ ખાઈ ખાઈને હવે તેમનું વજન 70 કિલોમાંથી 129 કિલો થઈ ગયું છે.


“ટોળું ઉશ્કેરાયું, કોને ક્યાં રોકવા ખબર ન પડી”

રમખાણની તસવીર

પ્રદીપસિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મને હજુ એ દિવસ યાદ છે, મારી ડ્યૂટી નરોડા પાટિયા પાસે હતી.”

“મેં સરદારનગર પોલીસ સ્ટેશનમાં વર્ષો સુધી નોકરી કરી હતી અને નજીકની પોલીસ લાઇનમાં જ રહેતો હતો.”

“નરોડા અને એની આસપાસના બધા વિસ્તારોમાં લોકો મને ઓળખે એટલે મને અહીં ડ્યૂટી પર મૂક્યો હતો. નરોડામાં કોમી રમખાણો થયાં ન હતાં.”

“એટલે સવારે શાંતિ હતી. ગુજરાત બંધનું એલાન હતું. લગભગ હજાર લોકોનું ટોળું દુકાનો બંધ કરાવતું હતું. આમ તો બધુ શાંત હતું, પરંતુ ધીમે ધીમે સવા દસ, સાડા દસ સુધીમાં ટોળાનું કદ વધવા માંડ્યું હતું.”

“પાંચ હજારથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતાં. પરંતુ તોફાનો થયા ન હતાં. સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતાં, ટોળું મોટું થઈ રહ્યું હતું.”

“11 વાગ્યા અને લગભગ દોઢેક વાગ્યાની વચ્ચે અચાનક એક ટાટા 407 લઈને એક મુસ્લિમ ત્યાંથી નીકળ્યો. હું દૂર ઊભો હતો.”

“ટોળાએ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો તો એણે પોતાની ગાડી ટોળા પર નાખી અને એમાં એક માણસ કચડાઈ ગયો અને અચાનક સ્થિતિ વણસી.”

“ટોળું ઉશ્કેરાયું, કોને ક્યાં રોકવા એ ખબર જ ન પડી. કંઈ સમજીએ એ પહેલાં જ પથ્થરમારો શરૂ થઈ ગયો.”

“નરોડા પાટિયા પાસે અહમદ હુસૈનની ચાલીમાંથી પથ્થરો આવતા અને સામે ટોળાંમાંથી પથ્થરો ફેંકાતા હતાં. પોલીસ ફોર્સ ઓછો હતો.”


“ટોળું કાબૂમાં આવતું ન હતું”

રમખાણની તસવીર

“ટોળું કાબૂમાં આવતું ન હતું. ટિયરગેસનાં શેલ છોડ્યા, મારા ઉપરી અધિકારીઓએ ટોળાને કાબૂમાં લેવા માટે બંને તરફ ફાયરિંગ પણ કર્યાં, પરંતુ ઉશ્કેરાયેલું ટોળું કોઈના કાબૂમાં નહોતું.”

“ટોળામાં કોણ છે એની સમજણ પણ પડતી નહોતી. પથ્થરો, સળગતાં કાકડા, ક્યાંથી આવી રહ્યા છે, કોણ ફેંકી રહ્યું છે? એ સમજાતું નહોતું.”

“નરોડા પાટિયા વિસ્તાર રીતસર સમરાંગણમાં ફેરવાઈ ગયો હતો. ત્યાં નવી વાત આવી કે નરોડા પાટિયા પાસે એક છોકરાનાં હાથપગ કાપીને તેને લારીમાં રોડ પર રઝળતો ફેંકી દેવાયો છે, ચારે તરફ તંગદિલી વધતી જતી હતી.”

“મકાનો અને દુકાનો આગમાં લપેટાઈ રહી હતી. બધા પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતાં. મને “આપા ડોસી” ના ફોન આવતા હતા કે, અમે ઘણા માણસો ફસાયા છીએ.”

“અમને બચાવો. હું અને મારા અધિકારી લાચાર હતા. બહારનાં તોફાનો શાંત કરવામાં પડ્યા હતા. તોફાનો પર કાબૂમાં મેળવતા મેળવતા સાંજના છ વાગી ગયા.”

રમખાણની તસવીર

“બંને તરફથી ઉશ્કેરાયેલાં ટોળાં ફાયર બ્રિગેડને પણ આગ બુઝાવવા દેતાં નહોતાં. બપોરે બારથી સાંજે છ વાગ્યા સુધી સતત તોફાનીઓને કાબૂમાં લીધા પછી અમે નરોડા પાટિયાની ગલીઓમાં ઘુસ્યા જ્યાં સળગેલી લાશો હતી.”

“લાશો ઊચકવા માટે કોઈ નહોતું. મોતનો મલાજો જાળવવા માટે મેં અને મારા સાથીઓએ સંખ્યાબંધ લાશોને એમ્બ્યુલન્સમાં નાખી ત્યારે લાશો વચ્ચે દબાયેલા આઠ વર્ષના છોકરાનો હાથ દેખાયો.”

“એનું આખું શર્ટ બળી ગયું હતું. મેં એને લાશો વચ્ચેથી બહાર કાઢ્યો, પાણી પીવડાવ્યું, એનો ચહેરો અને હાથ બળેલા હતા, અમે તેને તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યો.”

“પછી અમે જ્યાં જ્યાં લોકો સંતાયા હતાં ત્યાં ગયાં. પોલીસની વાન ઓછી પડતી હતી. ધીમે ધીમે અમે રાત્રે એક વાગ્યે બધાને બહાર કાઢ્યા અને રાહત કેમ્પમાં મોકલ્યા.”

“એ રાતે પંચનામું, લાશોની ઓળખ વગેરેમાં દાઝેલો છોકરો મેં કોને સોંપ્યો હતો એ યાદ ન હતું, પણ એ છોકરાનું નામ યુનુસ કે યાસીન એવું કંઈક હતું. મેં મારા ફોનને પરોઢે ચાર વાગે જોયો.”

“અનેક મિસ્ડ કોલ હતા. વળતા ફોન કર્યાં પણ જવાબ નહીં. ઘરે નાહીને ડ્યૂટી પર પરત આવ્યો. ધૂમાડા વચ્ચે કામ કરવાથી શ્વાસ પણ લેવાતો ન હતો.”

“લાશ ઉંચકવા માટે કોઇ ન હતું. મોતનો મલાજો પાળવા માટે મેં અને મારા સાથીઓએ 58 લાશોને એમ્બ્યુલન્સમાં નાંખી ત્યારે લાશો વચ્ચે દબાયેલા આઠ વર્ષના છોકરાનો હાથ દેખાયો.”

“આખું ય શર્ટ બળી ગયું હતું. મેં એને લાશો વચ્ચેથી બહાર કાઢ્યો, પાણી પીવડાવ્યું, ચહેરો અને હાથ બળેલા હતાં, તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યો.”

“પછી અમે જ્યાં 250 લોકો સંતાયા હતાં ત્યાં ગયાં. પોલીસની વાન ઓછી પડતી હતી. ધીમે ધીમે એને રાત્રે એક વાગ્યે બહાર કાઢ્યા અને રાહત કેમ્પમાં મોકલ્યા.”

“એ રાતે પંચનામું, લાશની ઓળખ વગેરેમાં દાઝેલો છોકરો મેં કોને સોંપ્યો એ યાદ ન હતું, પણ એ છોકરાનું નામ યુનુસ કે યાસીન એવું કાંઇક હતું. મેં મારા ફોનને પરોઢે ચાર વાગે જોયો.”

“અનેક મિસ કોલ પડ્યાં હતાં. વળતા ફોન કર્યાં પણ જવાબ નહીં. ઘરે નાહીને ડ્યૂટી પર પરત આવ્યો. ધૂમાડા વચ્ચે કામ કરવાથી શ્વાસ પણ લેવાતો ન હતો.”


“મારા વિસ્તારના લોકોને હું બચાવી ના શક્યો”

કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા

પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું, “મને સતત એમ થયા કરતું કે, મારા વિસ્તારના લોકોને હું બચાવી ના શક્યો. એ હિંદુ હોય કે, મુસ્લિમ આખરે તો એ મારા પોલીસ સ્ટેશનની હદમાં હતા.”

“મારા પિતા પણ પોલીસમેન હતા. તેમણે મને શીખવ્યું હતું કે, માણસનો જીવ બચાવવો કાયદાથી ઉપર છે. મને રાત્રે ઊંઘ આવવાની બંધ થઈ ગઈ.”

“થોડી વાર પણ જો ઊંઘ આવે તો સપનાંમાં સળગતાં મકાનો અને લોકોની ચીસો સંભળાતી, રાત્રે ચમકીને જાગી જતો, હું ઊંઘી જ નહોતો શકતો.”

“મારો સ્વભાવ ચિડિયો થઈ ગયો હતો. વાત વાતમાં ગુસ્સે થઈ જતો હતો. કોઈની સાથે વાત કરવાનું મન નહોતું થતું. ઘરમાં કોઈની સાથે વાત નહોતો કરતો.”

“અમદાવાદમાં હિંસા ચાલુ હતી. કર્ફ્યુ રહેતો હતો, પણ મને સતત મનમાં રહ્યા કરતું હતું કે, હું પોલીસ હોવા છતાં લોકોને બચાવી ના શક્યો. મારા પર લોકોના ફોન આવ્યા અને હું મદદે જઈ ના શક્યો.”


“હું બોલી પણ નહોતો શકતો.”

કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા
ફોટો લાઈનપ્રદીપસિંહ વાઘેલા પરિવાર સાથે

“મારી ખાવામાંથી રુચિ ઓછી થઈ ગઈ. ખાવાનું ગમતું જ નહોતું. ખોરાક બંધ થઈ ગયો. કોઈ ખાવાની વાત કરે તો ગુસ્સો આવતો, ધીરે ધીરે શરીર ઓગળવા માંડ્યું.”

“મને સિગારેટ, દારૂ કે તમાકુનું વ્યસન નહોતું પણ ખોરાક ન લેવાય અને સતત બળેલાં મકાનો અને દુકાનોમાં જવાનું થાય એટલે વારંવાર બધું યાદ આવ્યા કરતું.”

“મને કોઈક ચેપ લાગ્યો અને ઝાડામાંથી સતત લોહી પડવા માંડ્યું. વજન 70 કિલોથી ઘટીને 52 કિલો થઈ ગયું. ઊંઘ આવતી નહોતી. મારા ઉપરી અધિકારીએ મારી હાલત જોઈ તાત્કાલિક સિક-લીવ આપીને બૉડી ચેક-અપ માટે મોકલ્યો.”

“બૉડી ચેક-અપમાં હીમોગ્લોબિન સાત ટકા થઈ ગયું હતું. ખોરાક ન લઈ શકવાને કારણે આ ઘટાડો થઈ ગયો હતો. હું ઊભો રહી શકતો ન હતો. માત્ર આંખો જ ફરકતી હતી.”

“મારી પત્ની અને બાળકો ગભરાઈ ગયાં હતાં. મારી પત્ની સતત મારી સેવા કરતી, હોસ્પિટલમાં રહેતી એને ખબર નહીં કે ‘સીક લીવ’નો રિપોર્ટ મૂકવો પડે. હું બોલી પણ નહોતો શકતો.”

કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા
ફોટો લાઈનતસવીર સૌજન્ય : કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા

“સિવિલ હોસ્પિટલનાં બિછાને પડ્યો હતો. પગાર આવતો બંધ થઈ ગયો. મારી પત્નીએ ધીમે ધીમે દાગીના ગીરવે મૂકી મારી સારવાર કરાવવાનું શરૂ કર્યું.”

“દેવું વધતું ગયું. પત્નીનાં હાથની સોનાની બે બંગડીઓ પણ ગીરવે મૂકાઈ હતી.”

“કોઈને મારી હાલત ખબર નહોતી. મારા સાથીઓએ જ્યારે મારા ઉપરી અધિકારીઓને વાત કરી ત્યારે મારો રોકાયેલો પગાર આવ્યો. દવા ચાલુ હતી.”

“બીજી બાજુ મારા બંને દીકરા કુલદીપસિંહ અને રાજદીપસિંહ ફી નહીં ભરાતા એમને ગુરુકુળમાં ભણવા મૂકી દીધા. અમે આર્થિક રીતે સાવ ઘસાઈ ગયા હતા. દવા અને ડૉક્ટરનો ખર્ચ વધતો જતો હતો.”

“હું ના બોલી શકતો, ના હરી ફરી શકતો. મનમાં અમારાં માતાજીને પ્રાર્થના કરતો કે, માં મેં કોઈના જીવ બચાવ્યા એ મારી ભૂલ? મેં જેટલા જીવ બચાવ્યા એટલી સજા આપી? તું મને ઉઠાવી લે.”


“સોનાની બંગડી વગરના પત્નીના હાથ”

રમખાણની તસવીર

“ધીરે ધીરે મને સારું લાગવા માડ્યું. હું હરતો ફરતો થયો. હોસ્પિટલથી ઘરે આવ્યો. મારી પત્ની અને બાળકો મારી સેવા કરતાં. મેં નક્કી કર્યું કે, જ્યાં હું લાચારને મદદ ન કરી શકું એવી પોલીસની નોકરી છોડી દેવી.”

“ચાની લારી કરીશ તો નોકરી કરતાં વધારે કમાઈ લઈશ,પણ પિતાના શબ્દો યાદ આવતા કે પોલીસમાં જઈને લોકોની સેવા કરવાની છે.”

“હું માનસિક રીતે તૂટી ગયો હતો, હજુ પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જતો હતો. મને મારા બે ઉપરી આઇપીએસ અધિકારીઓએ બોલાવ્યો.”

“તેમણે કહ્યું કે, ટ્રાફિકમાં મૂકીએ તેથી તને તકલીફ ન પડે અથવા તો રીડર તરીકે મૂકીએ.”

“આ બંને અધિકારીઓને ખબર હતી કે, નરોડા પાટિયામાં લોકોના જીવ બચાવવા બદલ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે મને બોલાવીને શાબાશી આપી હતી.”

“ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર અને ઋત્વિક રોશનથી માંડીને ઘણાં લોકોએ મને બિરદાવ્યો હતો એટલે મારા ઉપરીઓને પણ મારા માટે સહાનુભૂતિ હતી.”

“હું ફરીથી નોકરીએ ચઢ્યો. મને પીસીઆર વાનમાં કામ આપ્યું જેથી હું લોકોને મળતો રહું અને ફરતો રહું.”

“હું જેમ જેમ લોકોને મળતો રહ્યો એમ એમ મારામાં નવું જોમ આવતું ગયું. મારી સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. પછી દવાઓના કારણે મારું વજન વધવા માંડ્યું.”

“આજે હું 70 કિલોમાંથી 129 કિલોનો થયો છું, પણ મારી દોડવાની ક્ષમતા હજુ એવીને એવી જ છે.”


પત્નીનો સંઘર્ષ

કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલાના પત્ની
ફોટો લાઈનકોન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલાના પત્ની સુરજબા

પ્રદીપસિંહની શારીરિક અને માનસિક તકલીફોની વચ્ચે અડીખમ ઊભાં રહેનાર તેમના પત્ની સૂરજબાએ પણ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મને કંઈ ખબર પડતી નહોતી. મારા માટે તો મારા પતિ સાજા થાય એ જ પૂરતું હતું. એટલે મેં ટ્રીટમેન્ટ માટે મારા બધાં ઘરેણાં ગીરવે રાખ્યાં હતાં.”

“પતિની સારવાર સમયે તકલીફ આવી, છોકરાઓના ભણતર પર અસર થઈ. પણ એ વાતનો આનંદ છે કે, મારા પતિ મને પાછા મળી ગયાં છે, અમે ધીમે ધીમે કરીને બધા દાગીના છોડાવી લીધા છે.”

“જ્યારે દાગીના ગીરવે લેનાર સોનીને મારા પતિ વિશે ખબર પડી તો તેમણે વ્યાજ જતું કર્યું.”


“હજુ પણ હું એન્ટિ-ડિપ્રેશનની દવા લઉં છું.”

ડૉ. હીના ત્રિવેદી

પ્રદીપસિંહ વિશે ગુજરાત પોલીસ વેલ્ફેર હોસ્પિટલનાં ઇન્ચાર્જ અધિકારી ડૉ. હીના ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “પ્રદીપસિંહ વાઘેલાને પ્રારંભિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. એમનું હીમોગ્લોબિન ઓછું હતું એની સારવાર અપાઈ હતી.”

તેમણે કહ્યું, “માનસિક સારવાર ખાનગી રાખવાની હોવાથી તેની વિગતો જાહેર કરી શકાય નહીં.”

જોકે, પોતાની માનસિક સારવાર વિશે પ્રદીપસિંહ નિખાલસ રીતે જણાવે છે, “હજુ પણ હું એન્ટિ-ડિપ્રેશન્ટ દવા લઉં છું. હવે મને સારી ઊંઘ આવે છે. પણ હવે હું મારી જિંદગીને નવી રીતે જોઉં છું. લોકો પોલીસને લાંચિયા અને તોછડા સમજે છે, પણ હું દોસ્તી કરવા માગું છું.”

“હું રોજ ઘરેથી નીકળું ત્યારે પાંચ રૂપિયાવાળી પાણીની બોટલ્સ લઈને નીકળું છું અને રસ્તામાં જે પોલીસવાળા મળે તેમને આપું છું. જેથી એમને બળબળતા તડકામાં પાણી મળી રહે. ક્યારેક છાશ પણ આપું છું.”


માનસિક યાતનાઓ પછી પણ મેચ્યોર સાઇકોલોજિકલ ડિફેન્સ

ડૉ. ગોપાલ ભાટિયા

“ટ્રાફિકના નિયમો તોડનાર સાથે હું કડકાઈથી નથી વર્તતો. ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો મેમો બનાવું છું. એ વ્યક્તિ પાસેથી ખાતરી લઉ છું કે, બીજીવાર ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરવાનો હોય તો જ મિનિમમ રકમનો મૅમો ફાડું.”

“કહું છું બાકીના પૈસામાંથી તું તારા પરિવાર સાથે હોટેલમાં જમવા જજે અથવા આઇસક્રીમ ખવડાવજે. આ અભિગમના કારણે લોકો પૂરેપૂરો દંડ ભરે છે અને હસતા મોઢે જાય છે.”

“પૈસાવાળા લોકોને હું કહું છું કે, ટ્રાફિક સિગ્નલ પર બેઠેલા પોલીસને ઠંડુ પાણી કે છાશ આપજો.”

“હવે મને જોઈને લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ નથી કરતા. જો ભંગ થઈ ગયો હોય તો સામે ચાલીને માફી માગે છે, આથી પોલીસ અને પ્રજા વચ્ચે દોસ્તીનો સેતુ રચાય છે.”

પ્રદીપસિંહ વાઘેલા પોતાના મનોચિકિત્સક વિશે ગોપનિયતા રાખે છે. જોકે, ગુજરાત પોલીસ વેલ્ફેર હોસ્પિટલના વિઝિટિંગ સાઇકિયાટ્રિThis post first appeared on News Update, please read the originial post: here

Share the post

નરોડા પાટિયા રમખાણ: ‘મારા વિસ્તારના લોકોને હું બચાવી ના શક્યો’

×

Subscribe to News Update

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×