Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અમદાવાદઃ પોલીસે 13 લાખ ઈ-મેમો કર્યા ઈશ્યૂ, 9 લાખે દંડ ન ભર્યો, જાણો કેટલાના થયા લાયસન્સ કેન્સલ

મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના મોટા ભાગના રસ્તાઓ હાલ સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરાયા છે. ટ્રાફીકનું યોગ્ય પાલન થાય તે હેતુથી ટ્રાફીક નિયમનો ભંગ કરનારને ઈ-મેમો સીધા જ જેતે વાહન માલીકના ઘરે પહોંચાડવામાં આવે છે.

અમદાવાદ ટ્રાફીક પોલીસે અત્યાર સુધી 13 લાખ જેટલા લોકોને ટ્રાફીકના નિયમને ભંગ કરવા બદલ ઈ-મેમો ફટકાર્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે 13 લાખ પૈકી માત્ર 4 લાખ લોકોએ જ દંડની રકમ ભરી છે જ્યારે બાકીના 9 લાખ લોકોએ ઘરે આવેલા ઈ-મેમોને ગંભીરતાથી ન લઈ દંડ ભર્યા જ નથી. પોલીસે કડક કાર્યવાહી કરતાં 600 લોકોના લાયસન્સ રદ કરી દીધા છે.

અમદાવાદ ટ્રાફીક પોલીસની આ કડકાઈ ભરી કામગીરીને પગલે નિયમો તોડતા લોકોમાં ફફડાટ શરૂ થયો છે.



This post first appeared on Gujarati News - News In Gujarati | Latest News In Gujarati, please read the originial post: here

Share the post

અમદાવાદઃ પોલીસે 13 લાખ ઈ-મેમો કર્યા ઈશ્યૂ, 9 લાખે દંડ ન ભર્યો, જાણો કેટલાના થયા લાયસન્સ કેન્સલ

×

Subscribe to Gujarati News - News In Gujarati | Latest News In Gujarati

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×