Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભૂલી જશો તમે જીયો, આ કંપનીએ આપી Internet માટે ચડીયાતી ઓફર

જીયોને ટક્કર આપે તેવી ઈન્ટરનેટ ઓફર

દેશમાં જીયો લોન્ચ થયા બાદ બધી ટેલિકોમ કંપનીઓએ એકથી વધીને એક શાનદાર ઓફર રજૂ કરી રહી છે. જેમાં બધી ટેલિકોમ કંપનીઓએ એફયૂપી લિમીટ રાખી. જેમાં રિલાયન્સ જીયો પણ બાકાત નથી, તેણે પણ એફયૂપી લિમીટ રાખી છે. જોકે, એફયૂપીનો મતલબ થાય છે કે, કંપની દ્વારા એક દિવસ માટે આપવામાં આવેલ Internet ડેટા માટે લિમીટ સુધી ખર્ચ થયા બાદ તમારા ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઇ જાય છે. જેના લીધે તમે ઈન્ટરનેટની મજા ઉઠાવી શકતા નથી. પરંતુ આજે અમે તમને એવી ટેલિકોમ કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમને ઈન્ટરનેટ ડેટા માટે લિમીટનો કોઈ ડર રહેશે નહી.

જીયોને ટક્કર આપે તેવી ઈન્ટરનેટ ઓફર

જી હા! દેશની બ્રોડબેન્ડ કંપની, એક્સીટેલ બ્રોડબેન્ડે હાલમાં દિલ્હીમાં આ સેવા શરુ કરી છે, જેમાં કંપની એફયૂપી લિમીટનાં અનલિમિટેડ બ્રોડબેન્ડ ડેટા પ્લાન ઓફર કરી રહી છે. એટલું જ નહી, દિલ્હી બાદ હવે કંપનીએ અન્ય એક શહેર હૈદરાબાદમાં પણ 'વેલકમ ઓફર' લોન્ચ કરી છે. જેને કંપનીએ 'ટ્રૂલી અમલિમિટેડ' નામ આપ્યું છે. આ પ્લાન હેઠળ યુઝર્સ કોઈ એફયૂપી લિમીટ વગર ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, કંપનીએ હૈદરાબાદમાં પોતાનાં આ પ્લાનની શરૂઆત કરી છે. ત્યાં ૩૧ જુલાઈ સુધી 'વેલકમ ઓફર' હેઠળ બ્રોડબેન્ડ પ્લાન પર ૨૦૦ રૂપિયાની રાહત મળી રહી છે. જ્યારે દિલ્હીમાં આ પ્લાન અત્યારે ઓરીજીનલ કિંમત પર ઉપલબ્ધ છે.

જીયોને ટક્કર આપે તેવી ઈન્ટરનેટ ઓફર

કેટલા રૂપિયામાં મળશે ઈન્ટરનેટ કંપની પાસેથી મળેલી જાણકારી મુજબ દિલ્હીમાં જો તમે ૬૯૫ રૂપિયાનું રીચાર્જ કરો છો, તો તમને ૫૦ એમબીપીએસની સ્પીડ આપવામાં આવશે. તેમજ જો તમે હૈદરાબાદમાં આ ઓફરની લાભ ઉઠાવવા માંગો છો તો તેના માટે તમારે માત્ર ૪૯૫ રૂપિયાનું રીચાર્જ કરાવવાનું રહેશે. તેની સાથે જો તમે ૭૫ Mbps સ્પીડ ઈચ્છો છો તો તમને દિલ્હીમાં ૮૪૫ રૂપિયાનું રીચાર્જ કરાવવાનું રહેશે. જ્યારે હૈદરાબાદમાં ૬૪૫ રૂપિયાનું રીચાર્જ કરાવીને તમે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. જો તમે ૧૦૦ Mbps ની સ્પીડ ઈચ્છો છો, તો હૈદરાબાદમાં ૭૯૫ રૂપિયાનું રીચાર્જ કરાવવાનું રહેશે.

જીયોને ટક્કર આપે તેવી ઈન્ટરનેટ ઓફર

કંપનીએ તે પણ દાવો કર્યો છે કે, જણાવવામાં આવેલ કિંમતો અને ટેક્સ સિવાય કોઈ પણ છુપો ચાર્જ લેવામાં નહી આવે. તેની સાથે જ જો તમે સેવાઓથી સંતુષ્ટ નથી થતા તો તમે પહેલા મહિના દરમિયાન પોતાનું સબસ્ક્રિપ્શન રદ્દ કરીને તમારા સંપૂર્ણ પૈસા પરત મેળવી શકો છો. બ્રોડબેન્ડ સેવા આપનાર આ પહેલી કંપની છે.

The post ભૂલી જશો તમે જીયો, આ કંપનીએ આપી Internet માટે ચડીયાતી ઓફર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભૂલી જશો તમે જીયો, આ કંપનીએ આપી Internet માટે ચડીયાતી ઓફર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×