Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો….કેવું રહેશે તમારું ૦૭-૦૯-૨૦૧૭ નું Horoscope

૦૭-૦૯-૨૦૧૭ : Horoscope મેષ તમારે પોતાનો દુરાગ્રહી સ્વભાવ છોડી દેવો તથા સ્વજનોની ઇચ્છાઓનો સ્વીકાર કરવો અને તેમને સાંભળી લેવાનો પ્રયાસ કરવો. વૃષભ આજે તમારા મનમાં લાગણીઓનું ઘોડાપૂર આવવાનું હોવાથી સાવધાન રહેવું, કારણ કે એને લીધે તમે બિનજરૂરી તકલીફમાં મુકાઈ જાઓ એવું બની શકે. તમારે ચિત્ત શાંત રાખવું. મિથુન આજે તમે ભરપૂર આત્મવિશ્વાસને લીધે તમામ કાર્યો એકદમ સહેલાઈથી પાર પાડી શકશો. તમારી ઈર્ષા કરતા અને તમારું નીચાજોણું કરાવવા માગતા અમુક સહયોગીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કર્ક આજે આખો દિવસ તમે લાગણીઓનાં બે અંતિમો વચ્ચો ઝોલાં ખાશો. તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું કે તમારા લીધે કોઈનું મન દુભાય નહીં. સિંહ આજે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહો કે પછી કોઈ તમારા તરફ ધ્યાન જ આપતું ન હોય એવી સ્થિતિ હોય, તમને એ બન્ને સ્થિતિમાં સારું લાગશે. જોકે તમારો ઝુકાવ સૌને ખુશ રાખવા તરફ હશે. કન્યા આજે તમે વ્યવસાયી કામકાજને બાજુએ રાખીને અંગત જીવન પર, ખાસ કરીને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશો. આજે તમે સંતાનોને ખુશ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરશો. તુલા તમારે રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી બહાર આવવાની જરૂર છે. તમારા ગ્રહમાન અનુકૂળ હોવાથી વિજાતીય વ્યક્તિ તમારા જીવનમાં આવશે અને તમારો ઉમંગ વધારશે. વૃશ્ચિક તમે પોતાના જ કાર્યને દાખલારૂપ બનાવીને પોતાની હાથ નીચેના માણસોને તેમની જવાબદારીઓ પૂરી કરવા માટેનું માર્ગદર્શન આપો એ સારું રહેશે. ધન આજની ઘટનાઓ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે. અમુક બનાવોને લીધે તમારો પિત્તો જાય એવી પણ શક્યતા છે. કંઈ પણ થાય, તમારે શાંતિ રાખવી. મકર આજે ઘણાબધા બનાવો બને એવા યોગ છે. અમુક વખતે તમે સંજોગોને સંભાળી નહીં શકો. જોકે ગ્રહમાન તમારી તરફેણમાં હોવાથી તમારે આત્મવિશ્વાસપૂવર્ક આગળ વધવું. કુંભ આજે તમે ઓછામાં ઓછી મહેનત કરીને વધુમાં વધુ કામ કરવા માટે પોતાની કુશળતાને કામે લગાડશો. આરોગ્યની સમસ્યા પર ધ્યાન આપવાની તમારી ઇચ્છા હશે. મીન આજે અગમ વિજ્ઞાન તરફ તમારી રુચિ રહેશે. તમે એને લગતી વસ્તુઓનો બિઝનેસ શરૂ કરો એવી શક્યતા છે. તમને એના પુષ્કળ ગ્રાહકો મળશે ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો.

The post જાણો….કેવું રહેશે તમારું ૦૭-૦૯-૨૦૧૭ નું Horoscope appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો….કેવું રહેશે તમારું ૦૭-૦૯-૨૦૧૭ નું Horoscope

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×