Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

છ Telecom કંપનીઓએ સરકારને લગાવ્યો રૂ. ૭૭૦૦ કરોડનો ચૂનો

નવી દિલ્હી: ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા રિલાયન્સ કમ્યુનિકેશંસ અને એરસેલ જેવી છ Telecom કંપનીઓએ પોતાના રાજસ્વમાં ૬૧ હજાર કરોડ રૂપિયાની ખોટ દેખાડીને સરકારના હિસ્સાના ૭૭૦૦ કરોડ રૂપિયાના રાજસ્વનો ચૂનો ચોપડ્યો છે. આ બાબત અંગેનો કેગના નવીનતમ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિયંત્રણ એવમ મહાલેખા પરીક્ષક (કેગ) દ્વારા શુક્રવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ છ Telecom કંપનીઓ ઉપર ભરપાઈ ન કરેલા રાજસ્વ ઉપરના વ્યાજના ૪૫૩૧.૬૧ કરોડ રૂપિયા પણ બાકી બોલે છે. એરટેલ, વોડાફોન, આઈડિયા સેલ્યુલર, રિલાયન્સ કમ્યુનિકેશંસ અને એરસેલે વર્ષ ૨૦૧૦-૧૧થી લઈને વર્ષ-૨૦૧૪-૧૫ના ચાર વર્ષો દરમિયાન રાજસ્વમાં ખોટ દેખાડી હતી. જયારે સિસ્ટેમા શ્યામે વર્ષ ૨૦૦૬-૦૭થી જ ખોટ દેખાડવાનું શરુ કરી દીધું હતું. રાજસ્વમાં ખોટ દેખાડવા માટે આ કંપનીઓએ પોતાના ખાતાઓમાં ડિસ્ટ્રીબ્યુટરોને ચૂકવેલા કમિશન, ફ્રિ ટોકટાઈમ જેવી પ્રમોશનલ સ્કીમો અને પોસ્ટપેડ ગ્રાહકો તથા રોમિંગ સેવાઓ ઉપર આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ વગેરેનો સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેયરિંગથી મળેલા રાજસ્વ તથા વિદેશી મુદ્રા લાભો, મળેલું વ્યાજ તથા રોકાણ વેચાણથી મળેલી આવકોને ખાતામાં શામેલ ન કરીને રાજસ્વમાં ખોટ દેખાડવામાં આવી છે. કેગે હિસાબ લગાવ્યો છે કે એરટેલ ઉપર લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુજેજ ચાર્જના રૂપમાં સરકારને ૨૬૦૨.૨૪ કરોડ રૂપિયાની મૂળ રકમ તેમજ ૧૨૪૫.૯૧ કરોડ રુપીયાનું વ્યાજ બાકી છે. વોડાફોન ઉપર ૩૩૩૧.૭૯ કરોડ મૂળ રકમ અને ૧૧૭૮.૮૪ કરોડ વ્યાજ બાકી બોલે છે જયારે આઈડિયા સેલ્યુલર ઉપર ૧૧૩૬.૨૯ કરોડ મૂળ રકમ અને ૬૫૭.૮૮ કરોડ રૂપિયા વ્યાજ પેટે બાકી બોલે છે. રિલાયન્સ કોમ્યુનિકેશંસ ઉપર કુલ ૧૯૧૧.૧૭ કરોડ રૂપિયા બાકી બોલે છે, જેમાંથી ૮૩૯.૦૯ કરોડ રૂપિયા વ્યાજનો સમાવેશ છે. જયારે એરસેલ કંપની ઉપર ૧૧૨૬.૬૫ કરોડ રૂપિયા બાકી છે, જેમાં ૧૧૬.૭૧ કરોડ રુપીયાની રકમ વ્યાજ પેટે બાકી બોલે છે. નવી દુરસંચાર નીતિના મુજબ ટેલિકોમ લાઈસન્સધારક કંપનીને પોતાની સમાયોજિત સકલ રાજસ્વ (એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ-એજીઆર)નો એક હિસ્સો લાઈસન્સ ફી (એલએફ)ના રૂપમાં સરકારને ચૂકવવી પડે છે. આ ઉપરાંત મોબાઈલ ઓપરેટરોને તેમણે વહેચેલી રેડિયો ફ્રિકવન્સી સ્પ્રેકટ્રમનો ઉપયોગના અવેજ માં સરકારને સ્પેક્ટ્રમ યુજેજ ચાર્જ (એસયુસી) પણ ચુકવવા પડે છે. કેગના અનુસાર ટેલિકોમ કંપનીઓએ નિયમોની વિરુદ્ધ ઓછું રાજસ્વ દેખાડીને સરકારની આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કર્યો છે.

The post છ Telecom કંપનીઓએ સરકારને લગાવ્યો રૂ. ૭૭૦૦ કરોડનો ચૂનો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

છ Telecom કંપનીઓએ સરકારને લગાવ્યો રૂ. ૭૭૦૦ કરોડનો ચૂનો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×