Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સુષ્માના બયાનથી ગુસ્સે થયેલા ચીને આપી યુદ્ધની ધમકી, કહ્યું- આ વખતે પણ હારશે India

નવી દિલ્હી: ડોકાલામ વિવાદ અંગે ગુરુવારે સંસદમાં ચીનને આડે હાથ લેનારી India ના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના બયાનને લઈને ચીની મીડિયામાં તીખી આલોચના છાપવામાં આવી છે. ચીની મીડિયાએ સુષ્મા સ્વરાજના બયાનને ખોટા ગણાવ્યા છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પોતાના સંપાદકિય લેખમાં લખ્યું છે કે “India ના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાના દેશના સાંસદોની સામે ખોટું બોલી રહ્યાં છે. કારણ કે સચ્ચાઈ એ છે કે ભારતીય સૈનિકોએ ચીની વિસ્તારોમાં અતિક્રમણ કર્યું છે. ભારતના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સમુદાય હેરાન છે અને તેને લઈને વિશ્વનો કોઈ પણ દેશ ભારતનું સમર્થન કરશે નહીં.” ગ્લોબલ ટાઈમ્સમાં લેખ દ્વારા ચીને ભારતને યુદ્ધની ધમકી પણ આપી છે. લેખમાં લખ્યું છે કે ‘સૈન્ય શક્તિના મામલે ભારત ચીનથી ઘણું પાછળ છે. જો ભારતે યુદ્ધનું જોખમ ઉઠાવ્યું તો નિશ્ચિત તેની હાર થશે. ચીન ક્યારેય બંને દેશોના સૈનિકોની વાપસી જેવા સમાધાનનો સ્વીકાર કરશે નહીં.’ ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે સંસદના મોનસૂન સત્ર દરમિયાન ગુરુવારે ડોકાલામ વિવાદ અંગે રાજ્યસભામાં બયાન આપ્યું હતું. તેઓએ પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું કે ભારત ચીનની સાથે સીમા વિવાદનો હલ વાતચીતના માધ્યમથી કરવા માંગે છે. પરંતુ આ માટે પહેલા બંને દેશોએ ડોકાલામથી પોતાની સેનાઓને પરત લેવી પડશે. તેઓએ એવું પણ કહ્યું કે ભારતે ચીનની સાથે ચાલતા વિવાદ અંગે કેટલાક દેશોને જણાવ્યું છે અને આ દેશોએ માન્યું છે કે ભારતનો પક્ષ સાચો છે. તેઓ આ વાતને સમજી રહ્યા છે કે કાયદો ભારતની સાથે છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે, ચીનની મનમાનીઓથી સિક્કિમ-ભૂતાન સીમા (ડોકાલામ)ને લઈને ચાલી રહેલા વિવાદ અંગે સ્થિતિમાં બદલાવના પ્રયાસો કર્યા છે. પરંતુ ચીનની તરફથી આ કોશિશ ભારતની સુરક્ષાની માટે ઘણી પડકારજનક બની શકે છે. આ સાથે સુષ્મા સ્વરાજે વર્તમાન તનાવપૂર્ણ સ્થિતિને ખતમ કરવા માટે પોતાની ફોર્મ્યુલા રજૂ કરી દીધી છે. જેના મુજબ બંને દેશોએ પોત-પોતાની સેનાઓને પાછી બોલાવવી પડશે.

The post સુષ્માના બયાનથી ગુસ્સે થયેલા ચીને આપી યુદ્ધની ધમકી, કહ્યું- આ વખતે પણ હારશે India appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સુષ્માના બયાનથી ગુસ્સે થયેલા ચીને આપી યુદ્ધની ધમકી, કહ્યું- આ વખતે પણ હારશે India

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×