Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

MODI@3 : પીએમ મોદી પર ભારે પડ્યા આ વિવાદ !

પીએમ મોદી પર ભારે પડ્યા આ વિવાદ

નવી દિલ્હી : નરેન્દ્ર Modi ના નેતૃત્વમાં સત્તામાં આવેલ એનડીએ સરકારના ૨૬ મે, ૨૦૧૭ એ ૩ વર્ષ પૂર્ણ થવાના છે. નરેન્દ્ર Modi પીએમ બન્યા પહેલા ઘણા વિવાદોને લઈને મીડિયાની ચર્ચામાં રહ્યા અને વડાપ્રધાન બન્યા બાદ પણ આ સિલસિલો જારી છે. ૨૬ મે, ૨૦૧૪ એ વડાપ્રધાન પદના શપથ લીધા બાદથી અત્યાર સુધી મોદીના નેતૃત્વવાળી સરકારે ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે.

નોટબંધી

વર્ષ ૨૦૧૬ માં ૮ નવેમ્બર ૨૦૧૬ ની રાતે ૮ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલીવિઝન પર રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, રાતે ૧૨ વાગ્યા બાદથી ભારતમાં ચાલતી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ કાગળના ટુકડા બની જશે, કેમ કે તેનું કોઈ કાનૂની મહત્વ નહિ રહે. આ ઘટનાએ ભારતને ઘણો પ્રભાવિત કરી દીધો છે અને તેની અસર આગામી ઘણા વર્ષો સુધી અનુભવાશે. નોટબંધીથી દેશમાં એક મોટા બદલાવની શરુઆત થઇ છે પરંતુ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી દળો મોદી સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક નથી છોડી રહ્યા.

લલિત મોદી વિવાદ

બ્રિટનના અખબારે જુન ૨૦૧૫ માં સમાચાર છાપ્યા હતા કે, ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લલિત મોદીને પત્નીના ઈલાજ માટે ડેન્માર્ક મોકલવા માટે બ્રિટીશ સાંસદ કીથ વાજ સાથે ભલામણ કરી હતી. આ સમાચાર ભારતીય મીડિયામાં આવતા જ હંગામો મચી ગયો હતો અને ઘણા અઠવાડિયા સુધી આ મુદ્દો ગરમાયો હતો. વિપક્ષે સુષ્મા સ્વરાજના રાજીનામાંની પણ માંગણી કરી હતી, અને સંસદનું કામકાજ રોક્યું હતું. સુષ્મા સ્વરાજની પુત્રી અને પતિ પર પણ આરોપ લાગ્યા હતા. વિવાદ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજે સિંધિયા પર પણ કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા. જો કે, આટલા વિરોધ બાદ પણ મોદી સરકાર ઝુકી નહિ અને સુષ્મા સ્વરાજે પણ પદ છોડવું ન પડ્યું.

વિજય માલ્યા

બેન્કિંગ સીસ્ટમમાં સુધારા માટે કરવામાં આવેલ પહેલ હેઠળ સરકારે તે લોકો પર નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો છે, જે પૈસા હોવા છતાં પણ બેંકો પાસેથી લીધેલ લોન પરત નથી કરી રહ્યા. આવા લોકોની યાદીમાં વિજય માલ્યાનું પણ નામ આવ્યું છે. તેઓ આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાની લોનના દેવાદાર છે. પરંતુ ભારતીય એજન્સીઓ કઈ કરી શકે તે પહેલા વિજય માલ્યાએ દેશ છોડી દીધો છે. આ મુદ્દાને લઈને મોદી સરકાની ઘણી આલોચના થઇ હતી.

પીએમ મોદી ડીગ્રી વિવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એપ્રિલ ૨૦૧૬ માં વડાપ્રધાન મોદીની ડીગ્રીને લઈને સવાલ ઉઠાવ્યા છે. જો કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નાણા મંત્રી અરુણ જેટલીએ નરેન્દ્ર મોદીની ડીગ્રી મીડિયાની સામે રજુ કરી હતી પરંતુ કેજરીવાલે ભાજપ દાવાને જુઠ બતાવી રહ્યા છે. મોદી સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની ડીગ્રીને લઈને પણ વિવાદ ચાલી રહ્યા છે. આ મામલો કોર્ટમાં છે.

ગુરદાસપુર આતંકી હુમલો

જુલાઈ ૨૦૧૫ માં ૩ આતંકીઓમાં ૩ આતંકીઓએ ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર પોલીસકર્મી અને ૩ સામાન્ય નાગરિકનું મોત થઇ ગયા હતા. આ હુમલાના કારણે મોદી સરકાર આલોચનાના કેન્દ્રમાં આવી ગઈ હતી.

પઠાણકોટ આતંકી હુમલો

જૈશ એ મોહમ્મદના ચાર આતંકી બોર્ડર ક્રોસ કરીને પઠાણકોટ એરબેઝમાં ઘુસી ગયા હતા. આતંકીઓનો સામનો કરવા માટે સેનાને કમાન આપવાના બદલે દિલ્હીથી કમાન્ડો મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઓપરેશન સૌથી લાંબુ ચાલ્યું. જો કે, સેનાએ પોતાની તરફથી સ્પષ્ટતા આપી પરંતુ મોદી સરકારના નિર્ણયો પર વિપક્ષે કડક આલોચના કરી હતી. ઘણા રક્ષા વિશેષજ્ઞોએ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

જેએનયુ વિવાદ

૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ દિલ્હી સ્થિત જવાહર લાલ નહેરુ યુનીવર્સીટીના કેમ્પસમાં કથિત રીતે દેશવિરોધી નારા લગાવવાનો વિડીઓ સામે આવ્યો હતો. ત્યાર બાદ જેએનયુ વિધાર્થી યુનિયનના અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને કેટલાક અન્ય વિધાર્થીઓની ધરપકડ કરવામા આવી છે. વિધાર્થીઓની ધરપકડને લઈને દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા. કોંગ્રેસ અને વામપંથી દળોએ ભાજપ પર હિન્દુત્વ થોપવાનો આરોપ લગાવ્યો છે.

એનઆઈટી શ્રીનગર

એપ્રિલ ૨૦૧૬ થી આ વિવાદ સામે આવ્યો હતો. ટી-૨૦ વર્લ્ડકપની એક મેચમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર બાદ એનઆઈટીમાં કાશ્મીરી અને બિન કાશ્મીરી છાત્રો વચ્ચે તણાવ વધી ગયો હતો. પરંતુ પરિસ્થિતિ ત્યાં સુધી પહોચી ગઈ કે કાશ્મીરી છાત્રોએ બીજી સંસ્થામાં ટ્રાન્સફરની પણ માંગણી કરી દીધી. બાહરી છાત્રોની પીટાઈનો એક વિડીઓ પણ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ એનઆઈટીમાં ભણનાર આશરે ૧૫૦૦ બિન કાશ્મીરી છાત્રોની સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીને ૬૦૦ જવાનોને તૈનાત કરવા પડ્યા હતા.

દાદરી કાંડ

૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ ઉત્તર પ્રદેશનાદાદરીમાં ગૌમાંસના શકના કારણે મોહમ્મદ અખલાક નામના વ્યક્તિની પીટાઈ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બિહાર વિધાનસભા ચુંટણીના થોડાક સમય પહેલા થઇ હતી. ચુંટણીમાં ભાજપને હાર મળી હતી. તે વખતે અખલાકના પુત્રએ કહ્યું હતું કે, જનતાએ ભાજપને સજા આપી છે. આ મામલા બાદ ગૌમાંસનો મુદ્દો ગરમાયો હતો અને ગૌમાંસને લઈને ઘણી હિંસક ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના બાદ દેશમાં અસહિષ્ણુતાને લઈને પણ જબરદસ્ત વિવાદ છેડાયો હતો અને કલાકાર-સાહિત્યકારોએ એવોર્ડ વાપસી અભિયાન પણ ચલાવ્યું હતું. જો કે, અનુપમ ખેર જેવા ઘણા કલાકાર મોદી સરકારના સમર્થનમાં પણ ઉતર્યા હતા.

ખાદી વિવાદ

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના નવા વર્ષ કેલેન્ડર અને ડાયરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છપાયા બાદ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસે મોદીને કમજોર અને નિષ્પ્રભાવી ગણાવ્યા છે.

ઈવીએમ વિવાદ

યુપી ચૂંટણીના પરિણામો બાદ બસપા પ્રમુખ માયાવતી અને પંજાબ ચૂંટણીના પરિણામો બાદ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે ઈવીએમ મશીનોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. બંનેનો આરોપ હતો કે, મશીનો સાથે છેડછાડ કરીને તેમના વોટ ભાજપે લઇ લીધા છે. તેને લઈને કેન્દ્ર સરકારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

The post MODI@3 : પીએમ મોદી પર ભારે પડ્યા આ વિવાદ ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

MODI@3 : પીએમ મોદી પર ભારે પડ્યા આ વિવાદ !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×