Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Mulayam Singh ના નેતૃત્વમાં શિવપાલ જલ્દીથી કરશે નવા પક્ષ ‘સમાજવાદી સેક્યુલર મોર્ચા’ નું એલાન

સમાજવાદી પાર્ટીના મોટા નેતા અને Mulayam Singh યાદવના ભાઈ શિવપાલ યાદવે નવી પાર્ટી બનાવવાબુ એલાન કરી દીધું છે. શિવપાલ યાદવે કહ્યું છે કે, Mulayam Singh યાદવના નેતૃત્વમાં 'સમાજવાદી સેક્યુલર મોર્ચા' નામથી નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. આ પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ હશે. તમને જણાવી દઈએ કે, હાલમાં શિવપાલ યાદવે કહ્યું હતું કે, જો અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીની કમાન નેતાજીને નહિ સોંપે તો તે નવી પાર્ટી બનાવશે. શિવપાલ યાદવે કહ્યું કે, નેતાજીને તેમનું સન્માન પાછું અપાવવા અને સમાજવાદીઓને એક સાથે લાવવા માટે મોર્ચાનું એલાન જલ્દીથી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હાલમાં શિવપાલ સિંહ યાદવે અખિલેશ યાદવે ચેતવણી આપતા ત્રણ મહિનામાં અધ્યક્ષ પદ મુલાયમ સિંહ યાદવને સોંપવાનો પોતાનો વાયદો પૂર્ણ કરવાનું કહ્યું હતું. આ સાથે જ ધમકી આપી છે કે, એવું નહિ થાય તો નવી પાર્ટી બનાવવાના હેતુથી ધર્મ નિરપેક્ષ મોર્ચાની રચના કરશે. અપર્ણાએ પણ યાદ અપાવ્યો હતો વાયદો આ પહેલા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે પણ આ માંગણી કરી હતી. છ એપ્રિલે તેમણે કહ્યું હતું કે, અખીલેશ કહે છે કે, તે પોતાની વાતના પાક્કા છે અને વાયદાને પૂર્ણ કરે છે. હવે મને લાગે છે કે, તેમણે વાયદો પૂર્ણ કરવો જોઈએ. તેમણે લખનૌ કેંટ સીટ પરથી મળેલી હાર માટે પણ પોતાને જવાબદાર ગણાવ્યા હતા. અખિલેશ યાદવે શું કહ્યું હતું? આ વર્ષે જાન્યુઆરીમાં જયારે સમાજવાદી પાર્ટીમાં તકરાર ચાલી રહી હતી, ત્યારે અખિલેશ યાદવે મોટાભાગના ધારાસભ્યોના સમર્થનની પાર્ટીની કમાન પોતાના હાથમાં લઇ લીધી હતી. જો કે, તે સમયે તેમણે કહ્યું હતું કે, ચૂંટણી બાદ તે પોતાના પિતાને ફરીથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેશે.

The post Mulayam Singh ના નેતૃત્વમાં શિવપાલ જલ્દીથી કરશે નવા પક્ષ ‘સમાજવાદી સેક્યુલર મોર્ચા’ નું એલાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Mulayam Singh ના નેતૃત્વમાં શિવપાલ જલ્દીથી કરશે નવા પક્ષ ‘સમાજવાદી સેક્યુલર મોર્ચા’ નું એલાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×