Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મલાઈકાથી અલગ થયા પછી જાણો કોને ડેટ કરી રહ્યા છે Arbaaz Khan?

મલાઈકા અરોડા ખાન સાથે સુખી લગ્નજીવન પસાર કર્યા પછી Arbaaz Khan અને મલાઈકાએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે. આ બંનેના અલગ થવાના ન્યૂઝ બધા માટે એક સરપ્રાઈઝની જેમ સામે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, એક ઇન્ટરવ્યૂમાં જ્યારે Arbaaz Khan ને પૂછવામાં આવ્યું કે શું તેઓ બેચલર રહેવાનું પસંદ કરશે તો તેમણે કહ્યું કે, બેચલર નહિ મને સિંગલ હોવાનો અનુભવ થાય છે. બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડાથી અલગ થયા પછી હવે અરબાઝ ખાને એક રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યા છે. આવું અમે કહી નથી રહ્યા પરંતુ ખુદ અરબાઝ કહી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં અરબાઝે કહ્યું કે, તે રોમાનિયન ગર્લને ડેટ કરી રહ્યા છે. અરબાઝે કહ્યું કે, હાં એલેક્ઝેન્ડ્રા મારી ફ્રેન્ડ છે. હું તેને ગોવામાં મળ્યો હતો. તેની પોતાની એક રેસ્ટોરન્ટ છે. જો કે, તાજેતરમાં બોલિવુડ એક્ટર અરબાઝ ખાન ગોવામાં એક મિસ્ટ્રી ગર્લની સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા. અરબાઝ અને તેમની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. અરબાઝે આ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, લવલી યેલો મેહરા સાથે 'ગો વિથ ધ ફ્લો' સુપર લંચ, ગ્રેટ ચેટ અને વન્ડરફૂલ ટાઈમ. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અભિનેત્રી મલાઈકા અરોડા ખાન અને તેના પતિ અરબાઝ ખાનના તલાકના ન્યૂઝથી બધા હેરાન હતા. બોલિવુડની આ જોડી સૌથી વધુ સમય સુધી સાથે રહેનારી જોડી હતી, પરંતુ પછી ખબર આવી કે, બંને વચ્ચે પ્રોબ્લેમ વધી ગયા છે અને બંને તલાક લેવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

The post મલાઈકાથી અલગ થયા પછી જાણો કોને ડેટ કરી રહ્યા છે Arbaaz Khan? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મલાઈકાથી અલગ થયા પછી જાણો કોને ડેટ કરી રહ્યા છે Arbaaz Khan?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×