Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

First Look: ‘ટાઈગર જિંદા હે’ માં આ અંદાજમાં નજર આવશે Katrina Kaif

સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ઓસ્ટ્રેલિયામાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં Katrina Kaif ની ફિલ્મનો એક ફોટો સોશિયલ મીડિયા પર વધારે શેર થઇ રહ્યો છે. વાસ્તવમાં કેટરીનાનો આ ફોટો તેના ટ્રેનર રેઝા કટનીએ શેર કર્યો છે. કેટરીના આ ફોટામાં વધારે સુંદર લાગી રહી છે. સલમાન અને કેટરીનાની જોડી છેલ્લે વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી. 'ટાઈગર જિંદા હે' નું આ પ્રથમ શેડ્યુલ છે. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે. કેટરીના અત્યારે તેની બેક ઇંજરીના કારણે પરેશાન છે. જે તેને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર થઇ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, સલમાન ખાને મેકર્સને રિકવેસ્ટ કરી હતી પહેલા ફિલ્મના એક્શન સીન શૂટ કરી લેવામાં આવે. આ ફિલ્મમાં સલમાન એક અલગ જ અંદાજમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડના સુલતાન એટલે કે, સલમાન ખાન અને કેટરીના કેફ તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર જિંદા હે' ના શૂટિંગ માટે ઑસ્ટ્રિયા પહોચી ગયા છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાને ઑસ્ટ્રિયાના કેટલાક ફોટા અપલોડ કર્યા છે, જેમાં તે પહેલાની તુલનામાં વધારે સ્લીમ નજર આવી રહ્યા છે. સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ માટે તૈયાર છે. સલમાન ઓસ્ટ્રીયામાં ૧૫ માર્ચથી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post First Look: ‘ટાઈગર જિંદા હે’ માં આ અંદાજમાં નજર આવશે Katrina Kaif appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

First Look: ‘ટાઈગર જિંદા હે’ માં આ અંદાજમાં નજર આવશે Katrina Kaif

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×