Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મિત્રતા - Friendship day special Suvichar quotes and tips in Gujarati

મિત્રતા - Friendship day special Suvichar quotes and  tips in Gujarati



મિત્રતા જીવન માં ખુબજ જરુરી છે. મને ખ્યાલ છે કે મિત્રતા વિશે તમને બધાં ને ખબર છે જ પરંતુ કોઈ વખત જીવન માં આવી પણ સ્થિતિ આવે છે કે મિત્રતા ને વધારે મજબૂત બનાવવું પણ ખુબજ જરુરી હોય છે.

ફ્રેંડશીપ ડે ( Friendship Day ) ની હજુ વાર છે પરંતુ હું આજે તમારી સાથે અમૂલ્ય વાતો શેર કરીશ જે તમને મિત્રતા ને મજબૂત કરવા માં અને વધારે અનમોલ બનાવવા માં મદદ કરશે. અને ખાસ કરી આ મિત્રતા દિવસ પર તમને ચોક્કસ લાભ કરશે.

કોઈક એ મિત્રો સાચુજ કહ્યું છે કે “મિત્ર એટલે જીવન ના બગીચા માં ઉગેલા ફૂલો.” અને ફ્રેંડશીપ ને ટકાવી રાખવા રોજ તેને પ્રેમ અને સંભાળ રાખવી જરુરી છે.


મિત્રો ને કાળજીપૂર્વક પસંદ કરો: 

તમે બધા જોડે મિત્રતા કરી સકતા નથી અને જો કરો તો પણ તે તમારા સ્વભાવ ના ના પણ હોય શકે. મિત્રો આવા પસંદ કરો જે તમને ઉગારે, તમને કંઈક ઉપયોગી શીખવે, તમારા સાચા સલાહકાર બને.

મિત્રો ની ખાસિયત આજ તો છે કે જેની પાસે સમય પસાર કરવાનું ગમે, જેમની સાથે દિલ ખોલી ને વાત કરવી ગમે. તો પેહલેથીજ મિત્ર તમને યોગ્ય હોય તે પસંદ કરો.


જવાબ આપતા પેહલા વિચારી સમજી જવાબ આપો. 

બોલ્યા પેહલા સૌ પ્રથમ વિચારો અને ગુસ્સા માં હોય તો જવાબ આપવાનું ટાળો. જ્યારે તમારા મિત્રોને લાગે છે કે તેને કોઈ ની જરુર છે જેની સાથે તેમની વાત કહી સકતે તો તમારી આસપાસ હોવાનું ઠીક છે, તે તમને જણાવશે કેમકે તેઓ તમારા પર વિશ્વાસ કરે છે. કાળજી સાથે તમારા શબ્દો પસંદ કરો.

ખુલ્લી અને પ્રામાણિકતાથી વાતચીત કરો. તમારા મિત્રોને પૂછો કે તમે તેમના માટે શું કરી શકો છો. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે, ત્યારે તેની સાથે વાત કરો. તમારી કોઈ સમસ્યા હોય તો ઓપનલી તમારા મિત્ર સાથે વાત કરો.

આ સમય એ તમારે તમારા મિત્ર ની જેટલી મદદ થઇ કરવી જરૂરી છે. જો તમે આ વાત માં સફળ થયા તો તમારી મૈત્રી મજૂબત થશે અને તમારો મિત્ર તમારી મદદ ને જીવન ભર યાદ રાખશે.

તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો.

તમારા મિત્રોને ડાયરેકટલી કે ઈન્ડાયરેટલી જણાવો  કે તમે તમારી મિત્રતાને મૂલ્ય આપો છો. તમે વોટ્સએપ માં રોજ મેસેજ કરતા હશો પરંતુ  સમય કાઢી ને તમારા મિત્રને મળવા જાવ તેમના પ્રિય સ્થાનોમાં બપોરના અથવા રાત્રિ સમયે જમવા જાવ તમને આ સમય મિત્રો સાથે વિતાવી શકો છો.

સ્વીકારો અને માફી માંગો

જ્યારે તમે કંઇક ખોટું કરો છો તો અહંમ માં ના રહો તેને સ્વીકારો. માફી માગતા શીખો. જો તમારી ભૂલ હોય તો સ્વીકાર કરો અને તેને જેમ બને તેમ માફી માંગી કે આપી ને પૂર્ણ કરો.

તમારા વચનો નિભાવો

મિત્રતા નો અર્થજ છે ખુલા દિલ થી જે પણ છે તે સાચું કેહવું તો દોસ્તો તમે પ્રોમીસ ત્યારેજ કરો જો નિભાવી શકો કેમકે કોઈ પણ સંબંધ માં આ વસ્તુ ખુબજ મહત્વનું છે અને તમે પ્રોમીસ કરો તો તેને નિભાવાની પુરી તકેદારી રાખો.

તમે જો પ્રોમીસ નિભાવસો તો તમારા સંબંધ ને વધારે મજબૂત કરશે.


ગોપનીયતા જાળવી રાખો

તમારા મિત્રો સમય જતા મિત્રતા આગળ વધતા તે તમને તેમની ગોપનીય વાતો શેર કરશે તે તમને બધુજ જણાવશે અને તમને ખબર છે કે કેમ તેઓ જણાવે છે? કેમકે તે તમારા પર પૂરો વિશ્વાશ મૂકે છે. અને મિત્રો કોઈ પણ સંબંધ આ વસ્તુ અવશ્ય ધ્યાન રાખો કે મિત્રો કે તમારા પ્રિય વ્યક્તિ ની ગોપનીય માહિતી બીજા કોઈ ને શેર ના કરો. 

લોકો સાથે શેર કરી વિશ્વાસઘાત ના કરો.


તો મિત્રો આ મહત્વની ટિપ્સ બીજા તમારા મિત્રો ને પણ શેર જરુર કરો. અને તમે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં તમારા વિચાર પણ લખો. 

આભાર. 



This post first appeared on India's Best Online Shopping, Electronics And Fashion Shop 2020, please read the originial post: here

Share the post

મિત્રતા - Friendship day special Suvichar quotes and tips in Gujarati

×

Subscribe to India's Best Online Shopping, Electronics And Fashion Shop 2020

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×